Friday, March 6, 2026

Tag: police

હળવદના વેગડવાવ ગામે આવેલ વાડીમાં શંકાસ્પદ વસ્તુ પડતા લોકોમાં કુતુહલ સર...

હળવદ તા.૧૦: તાલુકાના વેગડવાવ ગામે આવેલ એક વાડી વિસ્તારમાં કપાસમાં ઉપરથી કોઈ શંકાસ્પદ વસ્તુ પડતા દોડધામ મચી ગઇ હતી.આ ઘટનાને પગલે હળવદ પોલીસ અને મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ કરતા હવામાન વિભાગના માપક યંત્રની વસ્તુ હોવાનું અનુમાન દર્શાવાયું છે. હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ બળદેવભાઈ મનજીભાઈ દલવાડીની વાડીમાં વાવેલ કપાસમાં આજ...

પાર્કિંગની જગ્યામાંથી મલાઈ તારવી લેનારા હવે પાર્કિંગના નામે નાગરિકોની ...

પ્રશાંત પંડીત અમદાવાદ, તા.11 શહેરમાં પોલીસ અને અમપા દ્વારા વાહન પાર્ક સામે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. અમદાવાદમાં 10 હજાર કોમર્શિયલ બિલ્ડીંગો એવા છે કે જેમાં પાર્કિંગની જગ્યા વેચીને મારી હોવાથી રોજના હજારો વાહનો માર્ગ પર પાર્ક કરવામાં આવી રહ્યાં હોવાનો અંદાજ છે. બિલ્ડીંગોમાં ધંધા માટે આવતા મુલાકાતીઓ કે દુકાન માલિકોને માર્ગ પર કે રોડ પર આવેલી...

પ્રેમલગ્નની અદાવતમાં યુવક અને પરિવાર પર હુમલો

અમદાવાદ,તા:૧૧  યુવતીના પ્રેમલગ્નનાં ત્રણ વર્ષ બાદ સમાધાન માટે બોલાવી પરિજનો દ્વારા હુમલો અને ત્યાર બાદ યુવતીનું અપહરણ કર્યાનો ચોંકાવનારો કિસ્સો બનવા પામ્યો છે. યુવતીના પરિજનોએ સમાધાન માટે બોલાવી યુવકના પરિજનો પર સશસ્ત્ર હુમલો અને ત્યારબાદ યુવકના પરિવાર પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ હુમલામાં યુવકના પરિવારજનો પણ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના...

પોલીસે ફરજિયાત અમલ કરવો પડશે ટ્રાફિક નિયમોનો

અમદાવાદ,તા:૧૧ હાલમાં જ લાગુ કરવામાં આવેલા ટ્રાફિકના નિયમોથી નાગરિકો ત્રસ્ત બન્યા છે, ત્યારે પોલીસ દ્વારા સતત ઉલ્લંઘન કરવામાં આવતા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. કેન્દ્રીય પરિવહન મંત્રી દ્વારા લાગુ કરવામાં આવેલા નિયમોની ગુજરાતમાં નકારાત્મક અસરથી બચવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જોગવાઈમાં ફેરફાર કરીને 50% ઓછા દંડની રકમ ઘટાડવાની જાહેરાત કરવી ...

અસામાજિક તત્ત્વોના કારણે ખોવાયું ગાંધીનું ગુજરાત

અમદાવાદ,તા:૧૧  ગાંધીજીના ગુજરાતને નશાથી દૂર રાખવાનાં સપના અને મહત્ત્વાકાંક્ષા પર હવે ક્યાંકને ક્યાંક ઠંડું પાણી ફરી રહ્યું છે. ગાંધીના આ નશામુક્ત ગુજરાતમાં ઠેરઠેર નશાની હાટડીઓ ધમધમી રહી છે, ત્યાં સુધી કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટમાં તો પરિવાર આત્મહત્યા માટે મજબૂર બન્યો છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા ત્યાં સુધી કે ગાંધીનગરમાં પણ દેશી અન...

બ્યુટી પાર્લર લૂંટ કેસમાં ચાર ટ્રાફિક પોલીસ કર્મીઓ ચાર દિવસના રિમાન્ડ ...

રાજકોટ,તા.10 રાજકોટના ઇન્દરા સર્કલ પાસે આવેલા એન્જોય હેર પાર્લરમાં ગાંધીધામ ડી સ્ટાફના નામે આવી તમે ગોરખધંધા કરો છો તેવી ધમકી આપી બ્યુટી પાર્લર ના સંચાલક પાસેથી રુપિયા 85000ની રોકડ તેમજ સીસી ટીવી કેમેરાનું ડીવીઆર ની લૂંટ ચલાવનાર એક સસ્પેન્ડેડ લોકરક્ષક તેમજ અન્ય લોક રક્ષક અને એક ટ્રાફિક વોર્ડન એમ ચારેય શખ્સોની ટોળકી અને ગાંધીગ્રામ પોલીસે ઝડપી લીધ...

મોડાસામાં મુસ્લિમ બિરાદરોએ મહોરમની ભાવપૂર્વક ઉજવણી કરાઈ

મોડાસા, તા.૧૦ મોડાસા શહેરમાં મંગળવારે તાજીયાનું મોડાસા નગરમાં કસ્બા સમાજના બિરાદરો દ્વારા જુલુસ નીકાળી શહેરના માર્ગો પર ફેરવવામાં આવ્યું હતું. તાજીયા જુલૂસમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. અરવલ્લી જીલ્લા નવ નિયુક્ત કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર અને જીલ્લા પોલીસવડા મયુર પાટીલ તાજીયા જુલુશ નિહાળી તાજીયા કમિટીની મુલાકાત લીધી હતી. મોડાસાના પ્રમુખ સુભાષ શાહ,...

ભોયણમાં છોકરી ભગાડી જવાની અદાવતમાં આધેડ પર તલવાર વડે હુમલો

ડીસા, તા.૧૦ ડીસાના ભોંયણ પાસે રવિવારે રાત્રે સેવા કેમ્પ પર એક શખ્સે તલવાર વડે હુમલો કરી રણજિતજી રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. અગાઉ આ શખ્સ એક પરણિત મહિલાને લઇને નાસી ગયો હતો. દરમ્યાન રણજીતજીએ તેને ઠપકો આપ્યો હતો. જે બાબતની અદાવત રાખી તલવાર વડે હુમલો કરતા તેની વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ભોયણ નજીક સેવા કેમ્પ દરમિયાન રવિ...

ગુજરાતના ટ્રાફિક ભંગના દંડમાં પોલીસને જસલા પડી જશે

ગાંધીનગર,તા.10 ગુજરાતમાં ટ્રાફિકના ગુનાઓમાં રાજ્ય સરકારે ટ્રાફિક ભંગના જે દંડ નક્કી કર્યા છે તેમાં ટ્રાફિક પોલીસને જલસા પડી જશે. પોલીસ વાહન ચાલકોને પકડશે નહીં પરંતુ સીસીટીવી કેમેરા ગુનેગારને પકડશે તેમ છતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દ્વીચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત પહેરવાનું કહ્યું છે, સાથે સાથે પાછળ બેસેલી વ્યક્તિને પણ હેલ્મેટ ...

ટ્રાફિકના નિયમોનુ પાલન કરનારા વાહનચાલકોને ટ્રાફિક પોલીસે લાડુ ખવડાવી બ...

રાજકોટ,તા.10 શહેરમાં વાહન ચાલકો ટ્રાકિફના નિયમોનું પાલન કરે એ હેતુસર શહેર પોલીસ અવાર-નવાર વાહન ચાલકોને પ્રોત્સાહિત કરતાં કાર્યક્રમો યોજે છે. હાલમાં  ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે. ત્યારે  આજે લોકસહયોગથી ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા વાહન ચાલકોનું જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી અને ટ્રાફિક બ્રાંચના અધિકારીઓ, સ્ટાફે સન્માન કર્યુ હતું.  ગણેશજીનો સ્વા...

વિડિયો વાઇરલ થયાં બાદ પોલીસે બૂટલેગરને ત્યાં રેડ કરીને દારૂ ઝડપ્યો

અમદાવાદ,તા.09  સરદારનગરનો દારૂ કટિંગનો વીડિયો પ્રસિદ્ધ થયો હતો તે જૂનો હતો, વીડિયો વાયરલ થયાના બીજા દિવસે આરોપી બલિયાને ત્યાં રેડ પાડીને 144 વિદેશી દારૂની બોટલ કિંમત રૂ. 37 હજાર સાથે ધરપકડ કરીને તેને પાસામાં મોકલી અપાયો છે. જ્યારે અન્ય ત્રણ આરોપી ફરાર હોવાનું સરદારનગરના પોલીસ ઈન્સ્પેકટર સી. આર. જાદવે જણાવ્યુ હતું. શહેરમાં દારૂના ધંધા માટે સરદારન...

વાડજ પોલીસ સ્ટેશન માથે લઈ પીએસઆઈને ધમકી આપનારા કિન્નરની ધરપકડ

અમદાવાદ, તા.9 મારા વિરૂદ્ધમાં ખોટી ફરિયાદો કેમ દાખલ કરો છો તેમ કહીને એક કિન્નરે વાડજ પોલીસ સ્ટેશન માથે લીધુ હતું. પીએસઆઈ સાથે ઝઘડો તેમજ બિભત્સ વર્તન કરી છરી મારવાની ધમકી આપનારા કિન્નરની આખરે વાડજ પોલીસે ધરપકડ કરી હતી. વાડજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.આર.મિશ્રાએ કિન્નર પુરૂષોત્તમ ઉર્ફે પ્રાંઝલદે વાલજી ગોહિલ (રહે. કૃષ્ણનગરની ચાલી, રામાપીરનો ટેકરો,...

આઇપીએસની બદલીમાં લાગ્યુ ગ્રહણ: શાહની મંજૂરી બાદ લેવાશે નિર્ણય

ગાંધીનગર, તા.09 ગુજરાત સરકારે રાજ્યના 79 આઇએએસ ઓફિસરોની સામૂહિક બદલી કર્યા પછી પોલીસ વિભાગની બદલીઓ અટકી પડી છે. આ બદલીઓ સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં થવાની હતી પરંતુ ગ્રહણ લાગ્યું છે. શાહની મંજુરી જરુરી સચિવાલયના સૂત્રો કહે છે કે પોલીસની બદલીઓ કરતાં પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પરવાનગી જરૂરી છે. સરકાર જે આઇપીએસની બદલી કરવાની છ...

ફેક કરન્સીના સુત્રધારોને પબજી ગેમ રમતાં-રમતાં એક નવો સાથી મળી ગયો!

અમદાવાદ, તા.09 ભાવનગર ફેક કરન્સી રેકેટના સૂત્રધાર મનાતા પરેશ સોલંકી અને પ્રતિક નકુમે નોટબંધી પહેલા અને તે જ વખતે કરોડો રૂપિયાની નકલી ચલણી નોટો માર્કેટમાં ઘુસાડી હોવાની હકીકત બહાર આવી છે. ઉલ્લેખનીય છે કે આ રેકેટમાં આરોપીઓએ ટેકનોલોજી જબરદસ્ત ઉપયોગ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. અંદાજે એક કરોડ કરતા પણ વધુ રકમની નકલી નોટ ભાવનગર પોલીસના સ્પે...

સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી બે મોબાઈલ ફોન મળ્યા, ત્રણ કેદી સામે ફરિયાદ

અમદાવાદ, તા.8 સેન્ટ્રલ જેલ સ્ટાફે એક જ દિવસમાં બે મોબાઈલ ફોન શોધી કાઢી ત્રણ કેદી સામે નામજોગ ફરિયાદ નોંધાવતા રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ એસઓજીને સોંપી દીધી છે. પ્રથમ વખત સીસીટીવી ફૂટેજની મદદથી પાકા કામના કેદીએ પ્લાસ્ટીકની ડોલમાં છુપાવેલો મોબાઈલ ફોન જેલ કર્મચારીઓએ શોધી કાઢ્યો છે. સાબરમતી જેલના ગ્રુપ-2ના જેલર કનુભાઈ એસ. પટણીએ બે પાકા કામના કેદ...