Tag: Rain
પાટણ માર્કેટમાં કપાસ ખરીદીની શરૂઆત, પ્રથમ દિવસે 800 મણની ખરીદી કરાઈ
પાટણ, તા.04
કપાસનું ઉત્પાદન શરૂ થઈ જતાં પાટણ માર્કેટયાર્ડમાં ગુરુવારથી કપાસની ખરીદી ના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા પ્રથમ દિવસે જ 800 મણ કપાસ ની ખરીદી કરવામાં આવી હતી પરંતુ વરસાદના કારણે કપાસ ભેજવાળો આવતો હોવાથી ભાવ મણ ના રૂપિયા 700 થી 1051 સુધીના રહ્યા હતા.
પાટણ જિલ્લામાં 43000 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર કર્યું છે પરંતુ પાછોતરા વરસાદે ક...
ધરોઇ ડેમ બે વર્ષે છલકાયો, બે કેનાલમાં 650 ક્યુસેક પાણી છોડાયું
મહેસાણા, તા.૦૩ ઉપરવાસમાં થયેલા સારા વરસાદને લઇ ધરોઇ ડેમમાં બુધવારે સાંજે પાણીની સપાટી 620.78 ફૂટે પહોંચી હતી. ડેમ 95.17 ટકા પાણી ભરાતાં વહીવટી તંત્ર દ્વારા પાણીના જથ્થાના નિયંત્રણ માટે આ સિઝનમાં પહેલીવાર જમણા અને ડાબા કાંઠાની કેનાલમાં 650 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમ બે વર્ષમાં પહેલીવાર છલોછલ ભરાતાં આ વર્ષે પીવા તેમજ સિંચાઇ માટે પાણીની સમ...
મોરબીના મચ્છુ-2 ડેમના 10 દરવાજા 5 ફૂટ ખોલાયાં
મોરબી,તા:૦૧
મોરબી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે મચ્છુ-2 ડેમમાં પાણીની સતત આવક નોંધાઈ રહી છે, જેના પગલે મચ્છુ-2 ડેમના 10 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા હતા. ડેમના દરવાજા ખોલવા પહેલાં નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને સુરક્ષિત સ્થાને ખસી જવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત સતત વરસાદ અને પાણીના કારણે સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલમાં આવેલો માટેલિયો...
પાછોતરા વરસાદમાં ફરીથી છલકાયાં સૌરાષ્ટ્રનાં જળાશયો
રાજકોટ,તા:૨૯ રાજકોટના અન્ય તાલુકા ગોંડલ , જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં પણ સરેરાશ દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે સ્થાનિક નદીઓમાં પૂર આવી ગયું હતું. વરસાદના કારણે સ્થાનિક ડેમમાં પણ નવાં પાણીની આવક થઈ છે. જે મુજબ મોતીસર ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉપરવાસમાં વરસાદના કારણે રાજકોટના આજી-1 અને આજી-2 ઉપરાંત ન્યારી-1 અને ન્યારી-2 ડેમ...
સરખેજમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ,કુલ બાવન સ્થળો પાણીમાં ગરકાવ
અમદાવાદ,તા.૨૭
શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ બે ઈંચ વરસાદ થયો છે.ગુરુવારે રાત્રિના સમયે ખાબકેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ સરખેજમાં ૧૦૩ મી.મી.વરસ્યો હતો.શહેરમં ગત રાત્રિના સમયે ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકાની સાથે સમગ્ર અમદાવાદ શહેરમાં ખાબકેલા વરસાદને પગલે શહેરમાં કુલ મળીને બાવન સ્થળોએ વરસાદી પાણી ભરાવા પામ્યા હતા.દસ જેટલા વૃક્ષો ધરાશાયી બન્યા હ...
ફાયરબ્રિગેડના રેકોર્ડ અનુસાર રાજકોટમાં આ વર્ષે 102 વર્ષ જૂનો વરસાદનો ર...
રાજકોટ,તા 27
રાજકોટવાસીઓ માટે આનંદના સમાચારએ છે કે શહેરમાં ૧૦૨ વર્ષ બાદ મોસમના કુલ વરસાદનો નવો વિક્રમ સ્થાપાયો છે. ચાલુ વર્ષે મોસમનો કુલ વરસાદ ૫૯ ઈંચ નોંધાયો છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૫૯ ઈંચ મધ્ય ઝોનમાં ૫૫ ઈંચ અને પૂર્વ ઝોનમાં ૪૬ ઈંચ વરસાદ વરસ્યો છે. ૧૯૧૭ થી ૨૦૧૯ સુધીના ૧૦૨ વર્ષના સમયગાળામાં અગાઉ સૌથી વધુ વરસાદ ૨૦૧૦ માં ૫૪ ઈંચ નોંધાયો હતો.
...
ભાદરવાના ભરપૂર વરસાદ વચ્ચે પણ મુક્તેશ્વર ડેમ તળિયા ઝાટક
વડગામ, તા.૨૬
બનાસકાંઠા જિલ્લાની પૂર્વે આવેલા વડગામ તાલુકાના મુકતેશ્વર-ડેમમાં ભાદરવા મહિનાના ભરપૂર વરસાદ વચ્ચે પણ પાણીની આવક નહીંવત થતાં ડેમનું તળિયું દેખાતા જગતના તાત ગણાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.
લોક માતા સરસ્વતી નદી ઉપર વર્ષો પહેલાં સિંચાઈ વિભાગ દ્વારા ડેમ બાંધવામાં આવ્યો હતો. પરંતુ તાલુકામાં નહેરોના અભાવે હજુ સુધી વડગામ તાલુકાના ૧૧૦ ગામ...
શહેરમાં ઘટાટોપ વાદળો બપોરના સમયે કડાકા-ભડાકા સાથે વરસી પડયા
અમદાવાદ,તા.૨૫
અમદાવાદ શહેરમાં બુધવારે બપોરના સમયે આકાશમાં ઘટાટોપ વાદળોની વચ્ચે કડાકા અને ભડાકા સાથે વરસાદ વરસતા લોકોએ અસહ્ય ઉકળાટ બાદ ઠંડક અનુભવી હતી. આ તરફ શહેરના મધ્ય,પૂર્વ અને દક્ષિણ તેમજ પશ્ચિમઝોન માં વરસાદનુ જોર જોવાયુ હતુ. જયારે નવા પશ્ચિમઝોનમાં વરસાદ સામાન્ય રહ્યો હતો. બુધવારે સવારના છથી સાંજ ના છ સુધીમાં શહેરમાં સૌથી વધુ વરસાદ ચકુડીયામાં ...
હળવા દબાણને કારણે દરિયાના પાણીમાં કરંટ, બોટ પરત ફરી
અમરેલી,તા.23 હવામાન વિભાગની આગાહીનાં પગલે જાફરાબાદ બંદરની 700 જેટલી બોટો દરિયા માંથી કિનારે પરત ફરી છે .અરબી સમુદ્રમાં લો-પ્રેશરથી દરિયો તોફાની બને તેવી આગાહ કરાઈ છે જેથી સાવચેતીના પગલે જાફરાબાદની તમામ 700 જેટલી બોટોને પરત બોલાવી લેવાઈ છે દરિયામાં ભારે કરંટ અને પવનના કારણે માછીમારો સ્વયમ કિનારે બોટો લઈ પરત ફર્યા હતા.દરિયામાં હળવુ દબાણ સર્જાવાને કા...
વડગામ-છાપીમાં દોઢ કલાકમાં 2 ઇંચ વરસાદ
પાલનપુર, તા.૨૨ શનિવારે સાંજના ચારેક વાગે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં વડગામ તાલુકામાં દોઢ કલાકમાં 2 ઇંચ વરસાદ જ્યારે ધાનેરામાં 21, કાંકરેજમાં 13 અને ડીસા, દાંતીવાડા, વાવ, થરાદ, દાંતામાં 3 મીમી વરસાદ નોંધાયો હતો. ઊંઝામાં સાંજના 4થી 6 બે કલાકમાં વાવાઝોડા સાથે અઢી ઇંચ (62 મીમી) પાણી પડ્યું હતું. જ્યારે સતલાસણામાં 10 મીમી અને વિજાપુરમાં 3 મ...
ચોમાસામાં રાજકોટમાં સાત દાયકાનો વિક્રમજનક વરસાદ વરસ્યો
રાજકોટ,તા.21
રાજકોટમાં શુક્રવારે સાંજે એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદ વરસી જતા આ સાથે શહેરનો મોસમનો કુલ વરસાદ 57 ઇંચ થયો છે જે છેલ્લા સાત દાયકાનો રેકોર્ડબ્રેક વરસાદ વરસ્યો છે. ચોમાસુ પુરૂ નથી થયું જેથી હજુ પણ વધુ વરસાદ પડશે તેવી સંભાવના છે.
મહાપાલિકાના ફાયરબ્રિગેડ કંટ્રોલરુમના સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર રાજકોટના પિશ્ચમ ઝોનમાં એક ઇંચ,...
પોશીનાના દેલવાડા વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ
પોશીના, તા.૧૯
પોશીના તાલુકાના દેલવાડા(છો.) તથા તેના આજુબાજુના ગામો જેવા કે સેબલિયા, છોછર, ગણેર, ગાંધીસણ જેવા ગામોમાં બુધવારે સાંજે છ વાગ્યાના સુમારે અચાનક વાતાવરણમાં પલટો આવતાં વાવાઝોડા સાથે વરસાદ વરસતાં માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. જેથી દેલવાડા લાંબડીયા માર્ગ ઉપર આવેલ ગણેર તળાવ પાસે યુ.જી.વી.સી.એલની દેલવાડા ગામની જોડતી મેઈન લાઈનના બેથી ત્રણ ...
સાત દિવસ બાદ મહેસાણા-જોટાણામાં પોણા કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો
મહેસાણા, તા.૧૯
મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં બુધવારે અસહ્ય બફારા બાદ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. જેમાં સાત દિવસ બાદ મહેસાણા અને જોટાણામાં પોણા કલાકમાં એક ઇંચ તેમજ ઊંઝામાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વિજાપુર અને વિસનગરમાં ઝાપટાં પડ્યાં હતાં. સાબરકાંઠાના વિજયનગર વિસ્તારમાં પણ ગાજવીજ સાથે ...
વાવના ચૂવા ગામે વરસાદી પાણી હજુ ઓસર્યા નથી
વાવ : સતાવાર રીતે ચોમાસાએ વિદાય લીધી છે. તેમ છતાં આ વખતમાં આવેલા અતિ ભારે ૧૦ ઈંચ વરસાદથી ચૂવા ગામે પાણીનો ધસમસતો પ્રવાહ ચાલુ થઈ ગયો હતો. જેને આજે ૩ માસ પૂર્ણ થવા છતાં ચૂવા ગામે હજુ સુધી વરસાદી પાણી ઓસર્યા નથી. જેથી કરીને ગામ લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. જે સંદર્ભ ચૂવા ગામના સરપંચે તાલુકા કક્ષાએ ચૂવા ગામે સદાય માટે ચોમાસુ પાણીનો નિકાલ કરવા અંગે...
મોદીના જન્મદિને નર્મદા કાંઠે લોકોની જન્મભૂમિ ડૂબી
નર્મદા બંધની સપાટી વધી હોત તો મધ્યપ્રદેશના ધર, બરવાની, અલીરાજપુર અને ખારગોન જિલ્લાના વિસ્તારો નર્મદા નદી નજીક આવેલા આંશિક રીતે ડૂબી જવાના છે.
સરકારી આંકડા મુજબ, સરદાર સરોવર ડેમની મહત્તમ ઉંચાઇ આશરે 138 મીટર જેટલી ભરવાને કારણે મધ્યપ્રદેશના 141 ગામોના 18,386 પરિવારો ડૂબી જશે. મધ્ય પ્રદેશના વિસ્થાપિતો માટે આશરે 3,000 હંગામી મકાનો અને 88 કાયમી પુનર્વ...