Monday, February 23, 2026

Tag: Rain

મગફળી, કપાસ અને તલના પાકમાં નુકશાનની ભીતિ

ગાંધીનગર, તા.૧૫ ગુજરાતમાં ચાલુ વર્ષે થયેલા સારા વરસાદના કારણે ધરતીપુત્રોમાં સારો ખરીફ પાક થશે એવી આશા ઊભી થઈ હતી, પરંતુ છેલ્લા વીસ પચ્ચીસ દિવસથી જે રીતે વાતાવરણમાં બદલાવ આવ્યો છે, તેના કારણે તેમના પાકમાં ભારે નુકશાન થાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. અત્યંત આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર સમગ્ર રાજ્યમાં આ વર્ષે થયેલા સારા વરસાદને કારણે...

અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદથી જળાશયો અને તળાવો છલકાયા

મોડાસા, તા.૧૫  ગુજરાતમાં મેઘો મહેરબાન થતા સાર્વત્રિક વરસાદથી ખેડૂતો સહીત પ્રજાજનોમાં આનંદ છવાયો છે. અરવલ્લી જીલ્લામાં સિઝનનો સો ટકાથી વધુ વરસાદ થતા ચોમાસાના પ્રારંભે તળિયા ઝાટક થયેલા જળાશયો અને સૂકાંભઠ બનેલા તળાવો છલકાતા પાણીનું સંકટ દૂર થતા જીલ્લાવાસીઓએ હૈયે હાશકારો અનુભવ્યો છે. જીલ્લાના જળાશયોમાં નવા નીરની અવાક થતા ખેતી માટે શિયાળા-ઉનાળાની સિં...

રાજ્યભરમાં વરસાદની ફરી આગાહી

અમદાવાદ,તા:૧૫ હવામાન વિભાગે સોમવારથી સતત ત્રણ દિવસ માટે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી સર્જાતાં રાજ્યના વિવિધ વિસ્તારમાં હળવોથી ભારે વરસાદ વરસી શકે છે. તા.16 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી વરસાદની સિસ્ટમ ખાસ કરીને સૌરાષ્ટ્રને વધુ અસર કરશે. જેમાં અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં હળવે થ...

તંત્રને સદબુધ્ધિ આવે તે માટે કોંગ્રેસે હવન અને ચક્કાજામ કર્યો

રાજકોટ, તા., ૧૪:  રાજકોટના રાજમાર્ગો જર્જરીત થઇ ગયા છે. છતાં તેના સમારકામ માટે ભાજપના શાસકો કુંભકર્ણની નીદ્રામાં પોઢી રહ્યાં છે.સત્તાધિશોને સદબુધ્ધિ મળે તે માટે શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટના તમામ વોર્ડમાં હવનનો કાર્યક્રમ તથા રસ્તા પર ચક્કાજામનાં કાર્યક્રમો યોજ્યાં હતાં. આ કાર્યક્રમ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.  પ...

વરસાદ બાદ અમદાવાદના રસ્તાઓ પર ખાડાનું રાજ

અમદાવાદ,તા:૧૧  વરસાદ પહેલાં કોર્પોરેશન દ્વારા અવનવી પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, જેમાં રસ્તા પર પાણી ન ભરાય તેની કામગીરી ઉપરાંત વિવિધ રસ્તાઓ પર ખાડા હોય તે પૂરી ચોમાસામાં વાહનચાલકોને નડતરરૂપ ખાડા ફરી ન પડે તે જોવાનું કામ પણ સામેલ છે. જો કે અમદાવાદના આ વખતના વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી નાખી છે. બે દિવસના સિઝનના સારા વરસાદના પગલ...

ચાર ઈંચથી વધુ વરસાદમાં શહેરમાં મોટાભાગનાં વિસ્તારોમાં જળબંબાકાર

શહેરમાં મંગળવારે સવારથી મેઘરાજાએ ભારે કડાકા અને ભડાકા સાથે તોફાની બેટીંગ કરતા શહેરના ૧૦૦થી પણ વધુ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શહેરના સરખેજ અને વટવામાં ચાર ઈંચથી પણ વધુ વરસાદ ખાબકતા ચોતરફ પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા. શહેરમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારોમાં ઓઢવ, મેમ્કો, નરોડા, વટવા, કુબેરનગર અને સરસપુર સહિતના અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ...

ગયા વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં 25 ટકા વધુવરસાદ: મોસમનો કુલ વરસાદ 1...

ગાંધીનગર,તા.5 ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો 103 ટકા વરસાદ નોંધાયો છે જે ગયા વર્ષની સરખામણીએ 25 ટકા વધારે છે. હવામાન વિભાગની આગાહી છે કે આવનારા પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદ વરસી શકે છે. અગાઉ 2017માં આટલો વરસાદ થયો હતો ગુજરાતમાં સામાન્ય રીતે 15મી સપ્ટેમ્બરે ચોમાસુ પૂર્ણ થાય છે પરંતુ હજી 11 દિવસ બાકી છે...

વરસાદના આગમનને લઈ ૧૦ થી વધુ ગામના પ્રજાજનો ચિંતામાં સરી જાય

મોડાસા, તા.૦૫ ગતિશીલ ગુજરાત મોડેલને દેશભરમાં તોડી મરોડીને રજુ કરવામાં આવે છે. ગતિશીલ ગુજરાતની વાતો કરતા નેતાઓ થાકતા નથી. અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગુજરાતના વિકાસની ગુલબાંગો હાંકતા નેતાઓએ એકવાર ડોકિયું કરવાની જરૂર છે, અનેક ગ્રામ્ય વિસ્તારો પ્રાથમિક સુવિધા થી આઝાદીના ૭૨ વર્ષ પછી પણ જોજનો દૂર છે. મોડાસા તાલુકાના મુલોજ થી નહેરુંકંપા, ...

પાલનપુરમાં બે ઈંચ વરસાદ, માલણ દરવાજા પાસેના 20 પરિવારોનું સ્થળાંતર કરા...

પાલનપુર, તા.૦૩  ઉત્તર ગુજરાતમાં રવિવારે રાતથી સોમવાર સુધી સામાન્ય ઝાપટાંથી લઇ 4 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જો કે, સોમવાર સવારથી સાંજે 6 વાગ્યા સુધીમાં છુટાછવાયા હળવા ઝાપટાં જ વરસ્યા હતા. છેલ્લા 24 કલાકની વરસાદની સ્થિતિ જોઇએ તો 47 પૈકી 37 તાલુકામાં હળવાથી માંડી 4 ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ખેડબ્રહ્મામાં 4 ઇંચ, પોશીનામાં સ...

રાજ્યમાં મગફળીનું ઉત્પાદન સારું રહેવાની સંભાવના

રાજકોટ,શુક્રવાર સમયસર વરસાદ, ઉઘાડ અને વરાપના પગલે મગફળી પકવતા ખેડૂતો આ વર્ષે આનંદમાં છે, કારણ કે આ વખતે મગફળીના પાક માટે યોગ્ય વાતાવરણ મળી રહ્યું છે. યોગ્ય વાતાવરણના પગલે આ વર્ષે 27થી 30 લાખ ટન મગફળીનો પાક ઉતરવાની આશા સેવાઈ રહી છે, જે ગત વર્ષે માત્ર 18 લાખ ટન જ ઉત્પાદન રહ્યું હતું. આ વખતે રાજ્યમાં 15.40 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે, ...

રાજ્યમાં ભારે વરસાદને પગલે જળસંકટ ટળ્યુઃ રાજ્યમાં કુલ જળ સંગ્રહશક્ત...

ગાંધીનગર,તા.23  રાજ્યમાં મેઘરાજાએ સાર્વત્રિક રીતે મહેર કરી છે જેના પરિણામે ચાલુ સીઝનનો સરેરાશ વરસાદ ૮૯.૩૦ ટકા જેટલો થયો છે. જેના પરિણામે રાજ્યના ૨૦૪ જળાયોમાં ૩,૯૪,૭૫૧.૪૨ એમસીએફટી જેટલો જળસંગ્રહ થયો છે જે કુલ સંગ્રહશક્તિના ૭૦.૯૧ ટકા જેટલો થાય છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૯.૩૦ ટકા સરેર...

સાબરમતીના જળ માં વધારો, રિવરફ્રન્ટથી પાણી પાંચ ફૂટ દૂર

  અમદાવાદ : તા:૧૬,  હવામાન વિભાગના  જણાવ્યા પ્રમાણે આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમથી લઈને ભારે વરસાદ ની આગાહી  છે. સાબરમતી નદીમાં નવા પાણીની આવક થતાં  અમદાવાદ શહેરનાં રિવરફ્રન્ટમાં પણ પાણીની સપાટી વધી ગઇ છે. જો ઉપરવાસમાં આજે ભારે વરસાદ થાય અને સાબરમતી નદી માં  વધુ પાણી આવે તો  સાબરમતી નદીનાં પાણી રિવરફ્રન્ટનાં ફૂટપાથ પર પણ આવી જવાની ભીત...

ગુજરાત રાજયમાં 84 ટકાથી વધુ વરસાદ; મેઘમહેરથી ૪૦ ડેમો છલકાયાં

ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને કારણે અત્યાર સુધીમાં એટલે કે ૧૪ ઑગસ્ટ-સવારે ૮.૦૦ વાગ્યે  સરેરાશ ૮૪  ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ ૨૦૪  જળાશયોમાંથી ૩૪  જળાશયો ૨૫  થી ૫૦  ટકા વચ્ચે ભરાઈ ગયા છે. જ્યારે ૪૦  જળાશયો છલકાઈ ગયા  છે. 30 જળાશયો ૭૦  થી ૧૦૦  ટકા તેમજ 30 જળાશયો ૫૦  થી ૭૦  ટકા વચ્ચે ભરાયાં છે. સરદાર સરોવર જળાશય કૂલ સંગ્...

સારા વરસાદથી ખેડૂતોને રાહત થઈ, વાવણી જોરમાં

ઉત્તર ગુજરાતમાં રવિવાર મોડી રાત સુધી હળવા વરસાદ બાદ સોમવાર સવારથી વરસાદે સંપૂર્ણપણે વિરામ લીધો હોઈ વાતાવરણ સામાન્ય વાદળછાયું રહ્યું હતું. બપોરના સમયે ઉઘાડ નીકળતાં મહત્તમ તાપમાન 31.6 થી 31.9 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. ઓગસ્ટમાં અત્યાર સુધીમાં સિઝનનો 420.80 મીમી એટલે કે 57.96% વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતના અત્યાર સુધીના સરેરાશ વરસાદમાં જૂન મહિનામાં...

વરસાદી પાણી ભરાઇ ન રહે તેની અગમચેતીરૂપે જામનગરમાં હાથ ધરાઇ પ્રિમોનસૂન ...

જામનગર મહાનગરપાલીકા દ્વારા હવે ચોમાસાના ધમાકેદાર પ્રારંભ બાદ પ્રિ મોનસૂન કામગીરી આરંભાઇ છે. શહેરના  દિગ્વીજય પ્લોટ-49 પાસેની કેનાલમાંથી પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત કેનાલો, ગટરોની સફાઇ  આંરભાઇ હતી, ગટરની  કેનાલોમાંથી મોટી માત્રામાં કચરો બહાર કઢાયો હતો. જેમા્ં  પ્લાસ્ટીકનો કચરો  વધુ હતો. તેમાંય પોલીથિન, પ્લાસ્ટિકની બોટલો વગેરે લોકો દ્વારા વગર વિચારે ...