Monday, February 23, 2026

Tag: Rain

અણીના સમયે પહોંચીને પોલીસે 42 લોકોને બચાવીને એક ઉત્તમ કામગીરીનું ઉદાહર...

ગુજરાતના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે, મોરબી જિલ્લો પણ તેમાથી બાકાત નથી, મોરબીના ટંકારામાં ધોધમાર વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, અહીના કલ્યાણપર રોડ પાસેના કિનારા પર 42 લોકો ફસાયા હતા, જેમને સમયસર જો બહાર કાઢવામાં ન આવ્યાં હોત તો મોટી મુશ્કેલી થવાની હતી ત્યારે મોરબી પોલીસના જવાનોએ તાત્કાલિક ત્યાં પહોંચી જઇને તેમને બચાવી લીધા હત...

શહેરનું ક્રિકેટનું સરદાર પટેલ સ્ટેડિયમ સ્વિમિંગ પૂલમાં ફેરવાઈ ગયું

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારોની સાથે પશ્ચિમના વિસ્તારો માટે પણ શનિવારની વહેલી સવારે વરસાદ આફત બનીને આવ્યો હતો. શહેરના ઈન્કમટેક્સ પાસે આવેલું સરદાર પટેલ સ્ટેડિયમ વરસાદી પાણી ભરાતા સ્વિમિંગ પૂલમાં ફેરવાઈ ગયું હતું. ઉપરાંત શહેરમાં રૂપિયા ૭૫૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલી એસવીપી હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાતા સ્ટાફે વરસાદી પાણી ઉલેચવાની ફરજ પડી હતી. શ...

ભૂગર્ભ જળની સ્થિતિ સુધારવા 11 લાખ ઘન મીટર માટી ખોદી વરસાદી પાણી જમીનમ...

શહેર અને શહેરની આસપાસ ૨૦૧૯માં 11 લાખ ઘન મીટર માટી ખોદી કાઢીને ૩૮.૩૮ મીલીયન ક્યુબીક ફીટ - એમ.સી.એફ.ટીના પાણી ભરવાના સ્થળો બનાવતાં એટલો પાણીનો ભૂગર્ભ જળ સંગ્રહ શક્તિમાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં ભરપુર વરસાદથી 45 તળાવ અને રીચાર્જ કુવાઓમાં ભૂગર્ભ પાણી ઉતરતાં બોરથી પાણી પીતા અનેક વિસ્તારોમાં રાહત મળી છે. વળી અમદાવાદ આસપાસ જિલ્લામાં સારો વરસાદ થતા...

લાંબા સમય બાદ ડીસામાં ધોધમાર વરસાદ

સમગ્ર રાજ્યમાં મેઘ મહેર થયા બાદ પણ ડીસા તાલુકામાં મેઘ રાજા રિસાયા હતા. જેના પગલે જગતનો તાત પણ ચિંતિત બન્યો હતો. જોકે શુક્રવારે વહેલી સવારથી જ મેઘ રાજા ડીસા તાલુકામાં અમી દ્રષ્ટિ રાખી વહેલી સવારથી જ પોતાનું હેત વરસાવ્યું હતું અને ધોધમાર વરસાદ પડતાં સમગ્ર પ્રજામાં હરખ છવાયો હતો

રાજયમાં સરેરાશ ૬૨.૬૦ ટકાથી વધુ વરસાદને પરિણામે ૯ જળાશયો છલકાયા

ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૬ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૬૨.૬૦ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૭ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૯ જળાશયો છલકાયા છે. ૮ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૧૮ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય ...

રાજયમાં વરસાદનું જોર ઘટયુ

રાજ્યમાં વરસી રહેલાં વરસાદે છેલ્લાં ચોવીસ કલાકમાં એનું જોર ઘટાડ્યું છે. રાજયના ૨૩ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ૨૭૫ મી.મી. એટલે કે, ૧૧ ઈંચ તથા નવસારી જિલ્લાના વાંસદામાં ૨૨૬ મી.મી. એટલે કે, ૯ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. રાજયના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ ૦૬/૦૮/૨૦૧૯ના રોજ સવ...

૬૦ કરોડના બ્રિજ પર 1 મહીનામાં ગાબડાં.

૩ જૂલાઈએ ગૃહમંત્રી અમિત શાહ અને રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લા મુકેલા નવા ઈન્કમટેકસ ફલાય ઓવરબ્રિજમાં બુધવારે પડેલા વરસાદને પગલે ઉસ્માનપુરાથી બ્રિજના શરૂ થતા ભાગમાં ગાબડુ પડી ગયુ હતુ.બ્રિજનો ભાગ બેસી ગયો હતો.રૂપિયા ૬૦ કરોડના ખર્ચે આ ફલાયઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે.આ બ્રિજમાં રૂફટોપ કરવાનુ હતુ.જે પણ આર્કીટેકટ દ્વારા ડીઝાઈન કરવામાં આવ્યુ ન...

Photo Story: નવરંગપુરા સરદાર પટેલ સમાજ હોલ રોડ પાર પડેલા ભુવામાં એક વા...

નવરંગપુરા સરદાર પટેલ સમાજ હોલ રોડ પાર પડેલા ભુવામાં એક વાહન ફસાયું હતું:

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહને વરસાદમાં કુદરત દ્વારા શિક્ષા મળી, 10 કલાક...

ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ભારે વરસાદને પગલે 10 કલાક ફસાયા બાદ તેઓ માંડ બહાર આવી શક્યા હતા. તેમણે વડોદરા જવાનું ટાળી દીધું હતું. બુધવારે સાંજે 6 કલાકે ગાંધીનગરથી કેવડિયાના શૂલપાણેશ્વર મંદિરે આવવા નીકળ્યા હતા. ભારે વરસાદને પગલે વડોદરા અને એની આસપાસના વિસ્તારોમાં રીતસરની પુર જેવી સ્થિતિમાં તેઓ રસ્તામાં જ ફસાઈ ગયા હતા. રૂપાણી ...

Photo Story: પ્રથમ વરસાદમાં જ YMCA થી બોપલ જવાનાં રોડ પર પડેલ ભંગાણમાં...

પ્રથમ વરસાદમાં જ YMCA થી બોપલ જવાનાં રોડ પર પડેલ ભંગાણમાંથી વાહન પસાર થવું પડે છે જે તંત્ર ની બેજવાબદારી દેખાડે છે:

Photo Story: આશ્રમ રોડ ઈંકમ ટેક્સ પર બનાવેલ નવા ઓવર બ્રિજના વિદ્યાપીઠન...

આશ્રમ રોડ ઈંકમ ટેક્સ પર બનાવેલ નવા ઓવર બ્રિજના વિદ્યાપીઠના છેડે પડેલ ભુવાને AMC દ્વારા પુરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી:

મુખ્યમંત્રીએ વડોદરાની વરસાદી સ્થિતી અંગેસ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમા...

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વડોદરા શહેર-જિલ્લા સહિત રાજ્યની વરસાદી સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠકમાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી હતી. મુખ્યમંત્રી એ બુધવારે મોડીરાત્રે ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સ્વયં બેસીને વડોદરા શહેરની સ્થિતીનો જાયજો મેળવ્યા બાદ આજે ગુરૂવારે બપોરે પૂન: ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોચ્યા હતા અને સ્થિતીની સમીક્ષા કરી...

રાજયમાં સરેરાશ ૪૦ ટકાથી વધુ વરસાદને પરિણામે ૩૩ જળાશયો ૫૦ ટકા સુધી ભરાય...

સરદાર સરોવરમાં કુલ સંગ્રહશક્તિના ૫૫.૮૯ ટકા પાણી ૭ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા ૮ જળાશયો ૫૦ થી ૭૦ ટકા ભરાયા ચોમાસાની ઋતુમાં છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા.૩૧ જુલાઇ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૪૦.૫૬ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૩ જળાશયો ૨૫ થ...

રાજ્યના ૨૧૬ તાલુકાઓમાં વરસાદ,જામનગરમાં સાત ઇંચ, જોડીયામાં છ ઇંચ તથા મા...

રાજયનાં ૨૧૬ તાલુકાઓમાં છેલ્લાં ચોવીસ કલાકમાં વરસાદ વરસ્યો હતો. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઝોનનાં તમામ મોટાભાગના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જામનગર, વલસાડ, દેવભુમિ દ્વારકા, સુરત અને કચ્છ જિલ્લામાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ જામનગર ખાતે ૭ ઇંચ વરસાદ વરસ્યો હોવાનાં અહેવાલ છે. સ્...

માંગરોળ મા બે  દિવસે ના મેઘમહેર થી મૌસમ નો 12 ઈંચ વરસાદ

આજના 57 મીમી (2.30ઈંચ) વરસાદ થી મગફળી પાકને મળ્યું જીવનદાન માંગરોળ પંથકમાં આજે બીજા દિવસે પણ વરસાદે હેત વરસાવવાનું ચાલું રાખ્યું હતું. એકંદરે માંગરોળ પંથકમાં ખુબજ શાંતિ અને સલામતી રીતે સમયાંતરે વરસાદ વરસતા લોકો એ તેમને રહેમત અને સલામતી નો વરસાદ ગણાવ્યો હતો. ભારે આતુરતા બાદ  સોમવાર થી  માંગરોળ પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. આજે પણ આખો દિવસ વર...