Saturday, April 19, 2025

Tag: Rajakot

સવારથી જ પોલીસે વાહનચાલકો પાસે દંડ વસૂલ કરવાનું શરૂ કરતાં વાહનચાલકોમાં...

રાજકોટ તા. ૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં નવા મોટર વ્હીકલ એકટની જોગવાઇ અનુસાર આજથી ટ્રાફિક નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહીની શરૂઆત પોલીસ અને ટ્રાફિક બ્રાંચે કરી દીધી છે. ટ્રાફિક  પોલીસે પ્રારંભ જ સરકારી કચેરીઓ ઉપરથી કર્યો છ.  પોલીસ કમિશનર કચેરી, રૂરલ એસપી કચેરી, મામલતદાર ઓફિસ, મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ તથા ઝોન ઓફિસો જેવી કચેરીઓના દરવાજા ઉપર જ...

વોલ્વોની બસમાં ડિઝલ લિકેજને લઇને મુસાફરોનો હોબાળો

રાજકોટ તા. ર૬ : રાજકોટથી અમદાવાદ વચ્ચે દર કલાકે એસટી બસ ડેપો ઉપરથી વોલ્વો બસ ઉપડે છે, આજે ગયેલ એક વોલ્વો બસમાં ડીઝલની ટાંકી તૂટેલ હોવા છતા, લીકેજ થતુ હોવા છતા બસ અમદાવાદ તરફ રવાના મુસાફરોના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા, ભારે દેકારો મચી ગયો હતો, મુસાફરો ફરીયાદ કરવા ગયા પણ કોઇ જવાબદાર અધિકારી હાજર ન હતા. આ ગંભીર બેદરકારી અંગે ભારે ટીકા થઇ રહી છે. દરમિયાન ...

રાજકોટના વેપારીઓના ઉઝબેકિસ્તાન સાથે એમઓયુ, 22 કરોડના રબ્બર બેલ્ટ એન્જિ...

રાજકોટ,તા:૨૬ રાજકોટ અને સૌરાષ્ટ્રના વેપારીઓ માટે હવે ઉઝબેકિસ્તાન નવા માર્કેટ તરીકે ઊભું થઈ રહ્યું છે, જે મુજબ રાજકોટના વેપારીઓ હવે ઉઝબેકિસ્તાનમાં પોતાના ધંધાની જમાવટ કરી શકશે. એમઓયુ હેઠળ ઉઝબેકિસ્તામાં રાજકોટના વેપારીઓ 22 કરોડના રબ્બર બેલ્ટ એન્જિન લગાવશે. ઉઝબેકિસ્તાન ગયેલા પ્રતિનિધિમંડળમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ હાલમાં જ મુખ્યપ્રધાન...

પોસ્ટ ઓફિસને નિશાન બનાવીને ત્રિકમ વડે તિજોરી તોડવાનો પ્રયાસ

રાજકોટ,તા.26 શહેરમાં તસ્કરો પોતાની રીતે તહેવારની ઉજવણી કરવા મેદાને પડ્યા છે. બે દિવસ અગાઉ બે મકાનમાં ત્રાટકી લાખોની માલમત્તા ઉઠાવી ગયા હતાં. હવે માધાપર ગામની પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટકયા હતા.બારી તોડીને ચોર અંદર ઘુસી ગયા હતાં અને સામાન વેરવિખેર કરી નાંખ્યો હતો. જો કે ટેબલોના કોઇ ખાનામાંથી કંઇ હાથ આવ્યું નહોતું. એ પછી તસ્કરોએ ત્રિકમનો ઉપયોગ કરી તિજ...

ભાઇબીજના દિવસે રાજકોટ મનપા સંચાલિત સીટી બસ અને બીઆરટીએસની બસમાં બહેનોન...

રાજકોટ,તા.૨૬:  મહાનગરપાલિકા દ્વારા છેલ્લા દ્યણા વર્ષોથી રક્ષાબંધન તથા ભાઈબીજના તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં મહિલાઓને વિનામુલ્યે મુસાફરીની સવલત આપવામાં આવે છે આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે  આગામી ભાઈબીજ નિમિતે તા.૨૯ને મંગળવાર રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલીત સિટી બ...

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા દિવાળી સુધીના કાર્યક્રમ દિવાળી કાર્નિવલનો ...

રાજકોટ, તા. ર૪ મ્યુ. કોર્પોરેશન દ્વારા ર૭ સુધી દિવાળી કાર્નીવલનો પ્રારંભ ભાજપ મહિલા મોર્ચાનાં પ્રમુખ અંજલી રૂપાણીનાં હસ્તે કરાયો હતો. આ પ્રસંગે  અંજલી શહેરીજનોને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવેલુ  કે દેશમાં રાજકોટ દિવાળી કાર્નીવલ આયોજન કરનારૂ પ્રથમ શહેર છે ત્યારે આ કાર્નીવલ રાજકોટના મોરપીચ્છ સમાન છે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન ...

મનપાએ રાજકોટના પિત્ઝા પાર્લરો પર તપાસ હાથ ધરીને નમૂના લીધા

રાજકોટ તા. ર૩ દિવાળીના તહેવારોમાં જન આરોગ્ય હિતાર્થે મ્યુ. કોર્પોરેશનની ફુડ શાખા દ્વારા ખાદ્ય પદાર્થોનાં ધંધાર્થીને ત્યાં ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં  વિવિધ વિસ્તારમાં પીઝા પાર્લરોમાં તપાસ કરી ૧૪ નમૂના લેવામાં આવ્યા છે. જયારે મેજીક શુધ્ધ આયોડાઇઝ સોલ્ટનો નમૂનો નાપાસ થતા ટી. ટી. સોલ્ટ સપ્લાયર્સને રૂ. ૩૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ અંગે...

રાજકોટના તમામ ફટાકડા બજારમાં ખરીદી માટે ઉમટી પડી રહી છે ભીડ

રાજકોટ,તા.22 પ્રકાશના પર્વ દિવાળીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજકોટમાં રોજ સાંજ પડતાં જ  લોકો ખરીદી કરવામાં વ્યસ્ત બની જાય છે. શહેરના સદર બજાર સહીતના વિસ્તારોમાં રોજ લોકોની ભીડ જામે છે અને મંદીના માર વચ્ચે પણ  મન મુકીને ખરીદી કરે છે. ત્યારે આ વર્ષે ફટાકડાની વાત કરીએ તો ડ્રોન ફટાકડાનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. ગ્રીન ફટાકડાના ભાવમાં 20 ટકા...

કુંવરજી બાવળિયાએ હોસ્પિટલમાં લીધી સારવાર, કેબિનેટ મિનિસ્ટર પણ ડેન્ગ્યૂ...

રાજકોટમાં કોર્પોરેશનની બેદરકારીનો ભોગ લાખો લોકો બની રહ્યા છે, પરંતુ હવે ખુદ જસદણ-વીંછિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ડેન્ગ્યૂના ડંખનો ભોગ બન્યા છે. કુંવરજી બાવળિયાને સામાન્ય તાવ આવતાં તેમણે તાત્કાલિક નિદાન કરાવ્યું હતું, જેમાં ડેન્ગ્યૂની અસર જણાતાં તેમને રાજકોટની સદભાવના હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ડોક્ટર્સ દ્વારા તેમને આરામ ...

સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસો. દ્વારા અંદાજ જાહેર, મગફળીનું ઉત્પાદન ગયા વર્ષ ક...

રવિવારે સોરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસિએશનના ઉપક્રમે દર વર્ષે જાહેર કરવામા આવતા પાક પાણીના ચિત્રમાં ચાલુ સાલ ગુજરાતમાં સરેરાશ વીઘે ૧૫.૩૩ મણનો ઉતારો આવવાની અને વર્ષ દરમિયાન ૩૦.૧૯ લાખ ટન મગફળીનો પાક થવાનો અંદાજ રજુ કરવામાં આવ્યો હતો. આ વર્ષે મગફળીના ઉત્પાદન થકી દેશમાં ૧૩૫ અબજની રેવન્યૂ જનરેટ થશે. લોકો સાઈડ તેલનો વપરાશ ઘટાડીને મગફળીના તેલનો વધુ વપરાશ કરી ફ...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે રહેતો ભાજપનો ભાવિત દારૂની મહેફિલમાં પકડા...

અમદાવાદ : અમદાવાદથી 40 કિલોમીટર દૂર બાવળા-આદરોડા રોડ પર આવેલા કિંગ્સ વિલામાં આવેલા 100 નંબરના બંગલામાં ગ્રામ્ય પોલીસે દરોડો પાડી 10 નબીરાઓને મહેફિલ માણતા ઝડપી લીધા છે. ભાજપના કાર્યકર ભાવિત પારેખ જન્મદિવસ નિમિતે મિત્રો માટે કિંગ્સ વીલામાં શરાબની મહેફિલ ગોઠવી હતી. પોલીસે રેડ દરમિયાન સ્કોચ વ્હીસ્કીની બોટલો, 6 કાર, મોબાઈલ ફોન સહિત એકાદ કરોડનો મુદ્દામાલ...

મગફળીના બમ્પર ઉત્પાદનની આશાએ સીંગતેલનું ઉત્પાદન વધશે

રાજકોટ,તા.20 સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનની આજે બેઠક મળી હતી. આ બેઠકમાં ચાલુ વર્ષે મગફળીના પાકના ઉત્પાદનનો અંદાજ રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં આ વર્ષે 31 લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ છે. સારા વરસાદને કારણે મગફળીનું બમ્પર ઉત્પાદન થશે. તેમજ સીંગતેલનું ઉત્પાદન વધશે અને ભાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી. એકબાજુ મગફળીના ઓપન હરાજીમાં દરોજ ભાવ ઘટી ર...

દારૂની પરમીટના મુદ્દે શાસક-વિપક્ષ આમને સામનેઃઆરોપોના મારા વચ્ચે બેઠક મ...

રાજકોટ,તા. 19 રાજકોટ મહાનગરપાલિકામાં હાકલા દેકારા અને પડકારાનો માહોલ સર્જાયો હતો.મનપાની આજે સવારે યોજાયેલી જનરલ બોર્ડની બેઠક આરોપબાજી અને એકબીજા ઉપર કિચડ ઉછાળવાનું સમરાંગણ બની ગયું હતું. શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે જોરદાર બબાલ થઇ ગઇ હતી.સામાન્ય સભામાં લોકપ્રશ્નોની ચર્ચા એક બાજુ પર રહી ગઇ હતી અને તેના બદલે વાકયુદ્ધ છેડાયું ગયું હતું....

ભાવનગરના વેપારીનું અપહરણ કરી ખંડણી માંગનારા ખંડણીખોરની ધરપકડઃ ચાર અપહર...

રાજકોટ, તા. ૧૭ :. ભાવનગરના ખોજા વેપારીનું અમદાવાદમાંથી અપહરણ કરી ખંડણી માંગવાના ગુન્હામાં પકડાયેલ રાજકોટના રમીઝ સેતાને કોર્ટે ૩ દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. અપહરણ અને ખંડણી પ્રકરણના મુખ્ય સૂત્રધાર વસીમ કથીરી સહિત પાંચ ષડયંત્રકારોની જસદણ પોલીસે શોધ શરૂ કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે જસદણના પાંચ ટોબરા તરીકે ઓળખાતા ડુંગર વિસ્તારમાં એક ...

રાજકોટ સિવિલમાં ડેન્ગ્યૂના કેસના પગલે ડોક્ટર્સ-મીડિયા કર્મચારીઓ આમનેસા...

રાજકોટ,તા:૧૭ સૌરાષ્ટ્રભરમાં ડેન્ગ્યૂના કારણે સ્થિતિ વણસી રહી છે. જામનગરમાં તો સ્થિતિ એટલી વિકટ બની છે કે હોસ્પિટલમાં ઊભરાતા દર્દીઓના કારણે પલંગ પણ ઓછા પડી રહ્યા છે, જેથી દર્દીઓને નીચે સૂવડાવવાનો વારો આવી રહ્યો છે. જામનગરની આ સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલથી બેડ મગાવવાની ફરજ પડી છે. તો બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ ડેન્ગ્ય...