Saturday, September 27, 2025

Tag: Rajakot

108 ઈમર્જન્સી એમ્બુલન્સ મોડી આવતાં સીએમના ભાઈનું મોત

રાજકોટઃતા:૦૯  108 ઈમર્જન્સી સેવાના કારણે અનેક લોકોના જીવ બચવાના દાખલા આપણે જોયા છે, તો 108ની બેદરકારીના કારણે મોતના કિસ્સા પણ આપણે જોયા છે. જો કે આ વખતે 108ની બેદરકારીનો પરચો ખુદ મુખ્યમંત્રીને જ થઈ ગયો છે. 108ને કોલ કર્યા બાદ 45 મિનિટ મોડી પડતાં તેમના માસિયારા ભાઈ અનિલભાઈનું અવસાન થયું છે. સમગ્ર ઘટના જાણમાં આવતાં જ મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશ આપ...

રાજકોટમાં ધમધમતું નકલી આરટીઓ ઝડપાયુઃ મેમો ની રકમ ઓછી કરીને લોકોને નકલી...

રાજકોટ તા. ૮ ટ્રાફિકના બદલાયેલા નિયમો અને દંડની વધુ રકમનો લાભ લઇને લોકોને નકલી મેમોની રશીદ આપતાં કૌંભાડ કારીઓની  શહેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.  વાહન ચાલકોને નિયમોના ભંગ બદલ અપાતા આરટીઓના મેમો ભરવા આવતાં વાહન ચાલકોને દંડની રકમ ઓછી કરવાની લાલચ આપીને તેમને ભોળવીને છેતરી લેવાતાં હતાં.  દંડની રકમમાં ઘટાડો કરી ઓછો દંડ કરી દેવાના બહાને આવા વાહન ...

આસુરી શક્તિના નાશના તહેવાર એવા દશેરાની ઉલ્લાસપૂર્વક ઉજવણીઃરાજ્યના સૌથી...

રાજકોટ, તા.08 અસત્ય પર સત્યનો, અધર્મ પર ધર્મનો વિજય એવા વિજયા દશમીના પર્વની  આજે સૌરાષ્ટ્રમાં દશેરાની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. જલેબી અને ગરમાગરમ ફાફડાં સાથેની જયાફત સાથે પરંપરાગત રીતે દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. આજે રાવણ દહન, શસ્ત્રપૂજન, શૌર્યરેલી, શોભાયાત્રા સાથે વિજયા દશમીના પર્વની ઉજવણી તેમજ આ પાવન પર્વ પર લોકોએ સોનુ-ચાંદીની ખરીદી અને ...

રાજકોટમાં ભાજપ સામે કોંગ્રેસે હેલમેટવાળા રાવણનું દહન કરી વિરોધ નોંધાવ્...

રાજકોટ,તા:૦૮  કોંગ્રેસ દ્વારા ભાજપ સામે ફરી હેલમેટના કાયદાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે, જેના ભાગરૂપે કોંગ્રેસ કાર્યકરોએ ત્રિકોણબાગ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું છે. વાહન વ્યવહારના કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમોનો કોંગ્રેસ દ્વારા અગાઉ પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, ત્યારે દશેરાના પ્રસંગને આનુસંગિક કોંગ્રેસે હેલમેટ પહેરેલા રાવણના પૂતળાનું દહન કર્યુ...

ઓનલાઇન જુગાર રમવાની આદતે જીવ ગુમાવ્યોઃ 78 લાખ હારી જનારા યુવકનો આપઘાત

રાજકોટ, તા.૦૭ ગુજરાતના રાજકોટ જિલ્લામાં કૃણાલ મહેતા નામની વ્યક્તિએ બુધવારે રાત્રે મોટા માવામાં કુવામાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ઓનલાઈન જુગાર  રમીને ૭૮ લાખ રૂપિયા હારી ગયા બાદ યુકવે આત્મહત્યા કરી લીધી હતી. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ  કૃણાલ મહેતાનો  મૃતદેહ સવારે મળી આવ્યો હતો. તપાસમાં જા...

મગફળીના ભાવમાં ઉછાળો આવતાં ખેડૂતો ખુશખુશાલ

રાજકોટ,તા.04 જેની રાહ જોવાતી હતી તેવી મગફળી માર્કેટમાં આવવા માંડી છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં નવી મગફળીની ધૂમ આવક શરૂ થઇ ગઇ છે. ત્યારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે નવી મગફળીનો ભાવ એક મણે 1400થી 1500 સુધીનો  બોલાયો હતો. આટલો ભાવ મળતા મગફળી વેચનારા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. બીજી તરફ સરકારે ટેકાના ભાવે ખરીદી પર 1018 રૂપિયા નક્કી કર્યા...

ભાજપ દ્વારા મૂકાયેલી અવિશ્વાસની દરખાસ્ત સામે કોંગ્રેસની હાઇકોર્ટમાં રી...

રાજકોટ તા. ૪ રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસી પ્રમુખ અને ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચી ગયો છે.  ભાજપ પ્રેરિત સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરતા શાસક જુથે હાઇકોર્ટમાં ધા નાખી એજન્ડા રદ કરવા માગણી કરી છે. અર્જુન ખાટરિયાએ જણાવેલુ કે ૧૧ સભ્યોના પક્ષાંતર ધારાનો મામલો હાઇકોર્ટમાં પડતર છે. જે તે વખતે પાર્ટીના આદેશ વિરૂ...

મ્યુનિ. કમિશનરના આદેશને ઘોળીને પી ગયા પૅ એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર્સ

રાજકોટ,તા:05 કોર્પોરેશન દ્વારા હાલમાં જ શહેરની ટ્રાફિકની સમસ્યાના નિરાકરણરૂપે પૅ એન્ડ પાર્કની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેના નિયમ પ્રમાણે એક કલાક મુજબ ટુ-વ્હીલર માટે રૂ.2 અને કાર માટે રૂ.5નો દર નક્કી કરવામાં આવ્યો છે. જો કે રાજકોટ કોર્પોરેશનના આ આદેશને કોન્ટ્રાક્ટર્સ જાણે ઘોળીને જ પી ગયા હોય તેમ પૅ એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર્સ બાઈકચાલક પાસેથી એક ...

ગોંડલમાં પુત્રના ગળે ચાકુ રાખીને મહિલા સાથે દુષ્કર્મ

રાજકોટઃ05  ગોંડલમાં એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી, જેમાં એક નરાધમ દ્વારા પુત્રના ગળે છરી રાખીને તેની માતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. આટલું જ નહીં મહિલા પાસેથી રૂ.1.20 લાખ જેટલી રકમ અને ઘરેણાં પણ લૂંટી લેવામાં આવ્યાં.

રાજકોટમાં ડેન્ગ્યૂએ લીધો ભરડો, બે વર્ષની બાળકીનું તાવ બાદ મોત

રાજકોટ,તા:૦૩ શહેરમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ ઠેરઠેર ગંદકીના ઢગ અને મચ્છરના ઉપદ્રવના કારણે ડેન્ગ્યૂ સહિતના મચ્છરજન્ય રોગચાળાના કેસમાં ભારે ઉછાળો નોંધાયો છે. વરસાદ બાદ શહેરમાં કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અંગે કોઈ પગલાં ભરાયાં હોય તેવું દેખાઈ રહ્યું નથી. વરસાદ બંધ થયો હોવા છતાં લગભગ બધા વિસ્તારમાં પાણીનાં ખાબોચિયાં ભરાયેલાં જોવા મળે છે. કોર્પોરે...

રાજકોટ કોર્પોરેશન 33 સ્થળે પૅ એન્ડ પાર્ક માટેના કોન્ટ્રાક્ટ આપશે

રાજકોટ,તા:૦૩  કોર્પોરેશને પાર્કિંગના પ્રશ્નને હલ કરવા માટે શહેરના વિવિધ વિસ્તારમાં 33 સ્થળે પૅ એન્ડ પાર્કની વ્યવસ્થા ઊભી કરવા નિર્ણય કર્યો છે, જેના માટે કોર્પોરેશન દ્વારા રિ-ટેન્ડર બહાર પડાયા છે. અગાઉ પણ આ અંગે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં સારી અને નબળી બંને સાઈટ ફરજિયાત રાખવાનો અને અનુભવી લોકો દ્વારા જ ટેન્ડર ભરવા અંગેની શરત રાખવામ...

ખુલ્લા પીજી રૂમમાંથી બે મહિલાઓ ચાર મોબાઈલ ફોન ચોરીને ફરાર

અમદાવાદ, તા.2 વસ્ત્રાપુર નહેરૂપાર્ક વિસ્તારમાં આવેલા જલારામ પીજીના ખુલ્લા ફલેટમાંથી બે અજાણી મહિલાઓ ચાર મોબાઈલ ફોન ચોરી કરીને ફરાર થઈ ગઈ છે. ફલેટમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં બંને આરોપી મહિલાઓ કેદ થઈ જતા વસ્ત્રાપુર પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી છે. મૂળ રાજકોટના રહિશ અને અમદાવાદમાં એસ.જી.હાઈ-વે પર ખાનગી કંપનીમાં નોકરી કરતા અમ...

પ્લાસ્ટિક મુક્ત રાજકોટ બનાવવાની નેમ સાથે રાજકોટમાં વિશાળ રેલી

રાજકોટ,તા.02 સમગ્ર દેશની સાથેસાથે રાજકોટમાં પણ રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીજન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્લોગીંગ રન, પ્રભાત ફેરી, શ્રમદાનના યોજાયાં હતા. વિવિધ થીમ સાથે વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાઇ હતી.  બાળકોએ  સ્વચ્છ રાજકોટ અને પ્લાસ્ટિકમુકત રાજકોટનો સંદેશો ...

હિરાના વેપારીઓની કાર આંતરીને પંદર લાખ કરતા વધુની લૂંટ કરનારા આઠ લૂંટાર...

રાજકોટ, તા., 0૨ જસદણની સરદાર ડાયમંડ માર્કેટમાં હિરાના વેપારીઓને ધોળે દિવસે કાર આંતરી લાખોની લૂંટ કરનારા આઠ લૂંટારૂઓને પોલીસે ઝડપી પાડ્યાં છે. લાખોની કિંમતના હિરા અને રોકડની લુંટનો ભેદ જીલ્લા પોલીસ વડાના સુપરવિઝન હેઠળ જીલ્લા એલસીબી અને જસદણ પોલીસે ૪૮ કલાકમાં જ ઉકેલી નાંખ્યો હતો.  રૂરલ એસપી કચેરી ખાતે યોજાયેલી પત્રકાર પરીષદમાં વિગતો આપતા રૂરલ એસપી બલ...

પ્લાસ્ટિક મુક્ત રાજકોટ બનાવવાની નેમ સાથે રાજકોટમાં વિશાળ રેલી

રાજકોટ,તા.02 સમગ્ર દેશની સાથેસાથે રાજકોટમાં પણ રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીજન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્લોગીંગ રન, પ્રભાત ફેરી, શ્રમદાનના યોજાયાં હતા.