Tag: Reserve Bank of India
ગોલ્ડ લોન હવે આકર્ષક બની હવે 90% સુધીની લોન મળશે
કોરોના સંકટ વચ્ચે ગોલ્ડ લોનની માંગમાં ખૂબ જ વધારો થયો છે. રિઝર્વ બેંકના આ બદલાયેલા ટ્રેન્ડને ધ્યાનમાં લીધો છે અને ગોલ્ડ લોન લેનારાઓને ખૂબ જ મોટી ભેટ મળી છે. RBIએ ગોલ્ડ લોનને વધુ આકર્ષક બનાવી છે. પહેલા સોનાનું કુલ કિંમતની સરખામણીએ 75% રકમની લોન મળતી હતી. હવે તેને 90% સુધી વધારવામાં આવી છે. આ સુવિધા 31 માર્ચ 2021 સુધી જ છે. કોરોના સંકટમાં લોકોએ ગોલ્ડ...
ભારતીય અર્થવ્યવસ્થાને કોરોનાથી બહાર આવવામાં લાંબો સમય લાગશેઃ રઘુરામ રા...
ભારતીય રીઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતીય ઈકોનોમી પર કોરોના સંકટની અસરને લઈને કહ્યુ છે કે તેમાથી બહાર આવવામાં ઘણો સમય લાગશેઃ તેમણે કહ્યુ હતુ કે અર્થવ્યવસ્થામાં સુધારાની સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ હજુ પણ ઘણુ કરવાનું બાકી છેઃ અર્થતંત્રને સંપૂર્ણ રીકવર થવામાં ઘણો લાંબો સમય લાગશેઃ કોરોનામાં નિયંત્રણ, વેકસીન મળવા, ટેસ્ટીંગનો દાયરો વધારવા ...
કંપનીઓમાં ડિપોઝિટ મૂકતા પહેલા આટલું જરૂર ધ્યાનમાં લેજો
અમદાવાદ,તા:10
બેન્કોના વ્યાજના દર ઘટી રહ્યા છે. સવા છથી સાડા છ ટકાની સપાટીએ આવી ગયા છે. આ સ્થિતિમાં વધુ વ્યાજ આપતા વિકલ્પોની ઇન્વેસ્ટર્સ તલાશ કરતો રહે છે. સ્ટેટ બેન્કના બોન્ડમાં 9.56 ટકા વ્યાજ મળે છે. તેમ જ બેન્ક ઓફ બરોડાના બોન્ડમાં 10.49 ટકા વ્યાજ મળે છે. પરંતુ તેમાં રૂા. 10 લાખનું મિનિમમ રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. એક સામટા રૂા. 10 લ...
ખોટી વ્યક્તિને લોન આપવામાં આવી તો કર્મચારીના બોનસ, ઇન્સેન્ટિવ કપાઈ જશે...
અમદાવાદ,મંગળવાર
અધિકારીએ મંજૂર કરેલી લોન બેડ લોનમાં કે એનપીએમાં રૂપાંતરિત થશે તો વર્ષ દરમિયાન સારી લોન આપવા બદલ અને સારી કામગીરી કરવા બદલ તેમને આપવામાં આવતા ઇન્સેન્ટિવ કાપી લેવામાં આવશે. સીઈઓની નિમણૂક કરતી વખતે તેમને કેટલો વેરિયેબલ પે એટલે કે બોનસ અને ઇન્સેન્ટિવ આપવામાં આવે છે તેના કરાર પણ કરવામાં આવે છે. આ કરાર હેઠળના તમામ લાભથી તેમને વંચિત કરી...
સેબીએ તમામ બેન્કોને 24 કલાકમાં એનપીએના આંકડાઓ રજૂ કરવા આદેશ કર્યો
અમદાવાદ,તા.02
શેરબજારમાં લિસ્ટ થયેલી તમામ બેન્કોને તેમની નોન પરફોર્મિંગ એસેટ્સ-એનપીએની વિગતો 24 કલાકમાં જ જાહેર કરી દેવા આદેશ કર્યો છે. એનપીએ સામે કેટલી જોગવાઈ કરી છે અને પ્રોવિઝન કરવામાં નિશ્ચિત મર્યાદાથી ઉપર ગયા છે કે નહિ તેની વિગતો માત્ર 24 કલાકમાં જ રજૂ કરી દેવા આદેશ કર્યો છે. રિસ્ક એસેસમેન્ટ રિપોર્ટ રજૂ કરવા માટે રિઝર્વ બેન્કે માગણી કરી તેન...
ગુજરાતની બેન્કોમાં નાના દરની નવી ચલણી નોટોના ધૂમ કાળાબજાર થયા
ગાંધીનગર, તા. 26
ગુજરાતની બેન્કોમાં નવી ચલણી નોટોના ઘૂમ કાળાબજાર થયાં છે. બેન્ક કર્મચારીઓ તેમના ગ્રાહકોને સાઇડ પર રાખીને ઉદ્યોગજૂથો અને વ્યાપારી પ્રતિનિધિઓના ઘરમાં જઇને નવી નોટો આપી આવ્યા છે. રાજ્યની ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કોએ તો વિચિત્ર ફતવો કર્યો હતો અને કહ્યું હતું કે તમારૂં આ બેન્કમાં ખાતું હોય તો રૂપિયા ઉપાડવાનો ચેક રજૂ કરો પછી તમને માત...
અસંખ્ય બિલ્ડર/ડેવલપરોએ હેસિયત બહાર બેંક લોન લઇ રાખી છે તેનું શુ થશે?
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૭: ભારતીય બજારોના દિવાળી પહેલાના નબળા ખરીદ અહેવાલ, રાજકીય ગતિવિધિઓ, જીડીપી, બેરોજગારી, ધીમી પડી રહેલી ઈકોનોમી, વધતો ફુગાવો અને વૈશ્વિક વ્યાપારના વલણો આ બધાજ સાથે મળીને ભારતીય કરન્સી વેપાર પર બાહ્ય દબાણ સર્જ્યું છે. આ બધાજ મુદ્દાઓ સમયાંતરે બદલાતા રહે છે, તેમ તેનુ પ્રતિબિંબ કરન્સી વેપારની ઉથલપાથલમાં જોવાય છે. જીડીપીનો લક્ષ...
લિસ્ટેડ 22 પીએસયુ બેંક્સમાંથી 14 બેંક શેરો આશરે દાયકાના તળિયે
અમદાવાદ,03
સ્થાનિક શેરબજારોમાં સતત ચોથા દિવસે ઘટાડો થયો હતો. અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને લીધે અમેરિકાને ભારે આર્થિક નુકસાન થયું છે, જેને લીધે વૈશ્વિક બજારોમાં મંદીમય હતાં. આ સાથે યુરોપની કંપનીઓના નફામાં પણ નોંધપાત્ર ઘટાડો થવાની આશંકાને પગલે પણ યુરોપનાં માર્કેટ નરમ હતાં. આમ નરમ વૈશ્વિક પ્રતિકૂળ સંકેતોનો પગલે સ્થાનિક શેરબજારમાં પણ ઘટ...
અપરાધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા બેન્કના ટોચના અધિકારીઓ સામે પગલાં લેવાન...
અમદાવાદ, તા.26
અર્થતંત્ર મંદીની પકડમાં સપડાઈ રહ્યું છે અને બેન્કો નબળી પડવા માંડી છે ત્યારે બેન્કના થાપણદારોને દંડ કરવાને બદલે બેન્કને નબળી પાડવા માટે જવાબદાર અને અપરાધી પ્રવૃત્તિ કરતાં બેન્કના ટોચના મેનેજમેન્ટને સજા કરવાની માગણી ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશનના જનરલ સેક્રેટરી સી.એચ. વેંકટ ચલમે માગણી કરી છે. આ સાથે જ તેમણે પંજાબ અને મહારાષ...
ખાતામાંથી નાણાં ડેબિટ કર્યા પછી સામી પાર્ટીને ક્રેડિટ આપવામાં વિલંબ કર...
અમદાવાદ,તા:૨૧
તમે ઓટોમેટેડ ટેલરિંગ મશીનમાં કાર્ડ નાખીને પૈસા ઉપાડવા માટે ટ્રાન્ઝેક્શન કરો અને તમારા ખાતામાંથી નાણાં ડેબિટ થયા હોય, પરંતુ એટીએમમાંથી પૈસા જ બહાર ન આવ્યા હોય તો તે નાણાંની એન્ટ્રી જે તે બેન્કે ટ્રાન્ઝેક્શનના દિવસ ઉપરાંતના પાંચ એટલે કે કુલ છ દિવસમાં ઉલટાવીને ખાતેદારના ખાતામાં તે રકમ જમા કરાવી દેવાના નિયમનું પાલન ન કરનારી બેન્કને વિલ...
વિજાપુર નાગરિક બેંકના એક ડિરેક્ટર સસ્પેન્ડ, એકનું રાજીનામું મંજૂર
મહેસાણા, તા.૦8
વિજાપુર સ્થિત નાગરિક સહકારી બેન્કમાં ચુંટાયેલા એક ડિરેક્ટરોને રવિવારે મળેલી બેન્કની સાધારણસભામાં તેમના હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય કરાયો હતો. જેમાં કથિત હવાલાને મુદ્દો બનાવી બેન્કની ઈમેજને નુકશાન પહોંચાડયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક ડિરેક્ટરે અગાઉ આપેલા રાજીનામાને મંજૂર કરવામાં આવ્યું હતું.
વર્ષ ૨૦૧૬માં ...
ટ્રેડ વોરનો સ્વીકૃત સમજુતી નહિ થાય તો રૂપિયો ૭૨ પાર કરી જશે
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૨૦: જો ચીન અને અમેરિકા વચ્ચે વેપાર ઝઘડાનો વર્ષાંત સુધીમાં સ્વીકૃત અંત નહિ આવે તો ડોલર સામે રૂપિયો ૭૨ વટાવી જશે, પણ ટૂંકાગાળામાં ૭૦.૫૦ અને ૭૧.૫૦ વચ્ચે અથડાયા કરશે. આ સિવાય વૈશ્વિક અર્થતંત્રોમાં ગતિશીલતાનો અભાવ, બ્રેક્ઝીટની અચોક્કસતા તેમજ વૈશ્વિક કરન્સીઓની ઉથલપાથલ અને ક્રુડ ઓઇલના ભાવ જેવા વિદેશી કારણો રૂપિયાની સ્થિતિ આસમાન...
એટીએમના ઉપયોગ પર આડેધડ ચાર્જ વસૂલવા પર રિઝર્વ બેન્કે બ્રેક મારી
અમદાવાદ,તા.19
ઓટોમેટેડ ટેલરિંગ મશીનના માધ્યમથી નાણાંકીય વહેવારો કરનારાઓ પાસેથી રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેન્કો દ્વારા આડેધડ વસૂલવામાં આવતા ચાર્જ પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બ્રેક લગાવી છે. એટીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અને નાણાંકીય વહેવાર ન થયા હોય તો પણ તે ખાતેદારે એક એટીએમ ટ્રાન્ઝેક્શન કર્યું હોવાનું ગણી લઈને તેમની પાસેથી ચાર્જ વસૂલવામાં આવતા હ...
સોનામાં ટૂંકા ગાળા માટેનું રોકાણ જોખમી, લાંબે ગાળે લાભ કરાવી શકે
સોનામાં અત્યારે ફાટફાટ તેજી જોવા મળી રહી છે. સોનું જુલાઈમાં રૂા.38300નું મથાળું જોઈ આવ્યું. અત્યારે રૂા. 37000થી 38000 (દસ ગ્રામ)ની રેન્જમાં અથડાઈ રહ્યું છે. આ ભાવ જોઈને અને સોનાના ભાવ વિશ્વબજારના ઓલ ટાઈમ હાઈ 1921 ડોલરના મથાળાને પણ આંબી જશે તેવી વહેતી થયેલી વાતોથી ઘણાં ઇન્વેસ્ટર્સ સોનામાં રોકાણ કરવા માટે લલચાયા છે. પરંતુ સોનાના બજારને સમજનારાઓનું ક...