Tag: Sabarkantha
વડાલીમાં વાહનચાલકોને રોકી પૈસા પડાવતી 9 યુવતીઓ ઝબ્બે
વડાલી, તા.૨૯
વડાલી- ખેડબ્રહ્મા માર્ગ પર આવેલા રેલવેફાટક નજીક પોલીસની ટ્રાફિક ડ્રાઈવ હતી. તે દરમિયાન અજાણી નવેક યુવતીઓ પેન્ટ શર્ટ પહેરી શાકમાર્કેટમાં આંટાફેરા મારતી હોવાની માહિતી મળતા મહિલા પોલીસને સાથે રાખી શાકમાર્કેટમાં પહોંચી યુવતીઓને ઝડપી પાડી હતી અને પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા મહિલાઓની ગતિવિધીઓ શંકાસ્પદ લાગતા તમામ વિરુદ્ધ ગુનો નોંધવામા...
અરવલ્લી જીલ્લા ખાણખનીજ અધિકારીને સસ્પેન્ડ કરાયા : આખરે એન.પી. સંઘવીનું...
મોડાસા, તા.૨૦ અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે. અરવલ્લી જીલ્લામાં કેટલાક ખનીજ માફિયાઓ તો જીલ્લા ખાણ ખનીજ અધિકારીની છત્રછાયા નીચે રેતી અને કાંકરાની ચોરી કરી નદીઓના પાટ સાફ કરી નાખ્યા હતા. ડુંગરો-ડુંગરીઓના અસ્તિત્વ સામે ખતરો પેદા થયો હોય તેમ ડુંગરો જમીનદોસ્ત કરી મોટા પ્રમાણમાં પથ્થરો સહીત ખનીજ ચોરી કરી રહ્યા હોવાનું રોયલ્ટી ...
સાત દિવસ બાદ મહેસાણા-જોટાણામાં પોણા કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો
મહેસાણા, તા.૧૯
મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં બુધવારે અસહ્ય બફારા બાદ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. જેમાં સાત દિવસ બાદ મહેસાણા અને જોટાણામાં પોણા કલાકમાં એક ઇંચ તેમજ ઊંઝામાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વિજાપુર અને વિસનગરમાં ઝાપટાં પડ્યાં હતાં. સાબરકાંઠાના વિજયનગર વિસ્તારમાં પણ ગાજવીજ સાથે ...
સાબરડેરીએ દૂધના ભાવમાં ફેટ દીઠ રૂ. 20નો વધારો કર્યો
હિમતનગર, તા.૧૮
સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકો માટે ખુશીના સમાચાર છે. સાબરડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. ડેરીએ ભેંસના દૂધના ભાવમાં ફેટ દીઠ રૂપિયા 20નો વધારો કર્યો છે. જ્યારે ગાયના દૂધના ભાવમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કર્યો છે. ભેંસના દૂધનો જૂનો ભાવ 680 રૂપિયા હતો, જેમાં 20 રૂપિયાનો વધારો થતા 700 રૂપિયા થયો હતો. જ્યારે ગાયના દૂધનો જૂ...
ઈડરના સાબલવાડા ગામમાં જૂથ અથડામણ સંદર્ભે 28ની અટકાયત
ઈડર, તા.૧૮
ઈડર તાલુકાના સાબલવાડ ગામે જૂથ અથડામણ બાદ ગામના માહોલમાં ગભરાવો આવી ગયો છે. પોલીસ દ્વારા કોમ્બિગ કરી બે દિવસમાં કુલ 28ની અટકાયત કરવામાં આવી છે. આ સાથે પરિસ્થિતિ જોતા એક અઠવાડિયા સુધી પોલીસના ધામા રહેશે એમ લાગે છે.
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સાબલવાડ ગામે બે જૂથ વચ્ચે ધિંગાણું થયું હતું. આથી તાત્કાલિક અસરથી પોલીસે કાર્યવાહી હાથ ધ...
મોડાસાના “ગગા” નામના બુટલેગરે મંગાવેલ ૩૮ હજારનો વિદેશી દારૂ રીક્ષામાંથ...
મોડાસા, તા.૧૫ અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં વિદેશી દારૂના શોખીનો મોટા પ્રમાણમાં દારૂ ગટગટાવી જતા હોવાથી બંને જીલ્લામાં સ્થાનિક બુટલેગરો રાજસ્થાનના ઠેકાઓ પરથી અને બુટલેગરો પાસેથી વિદેશી દારૂ-બિયર મંગાવી દારૂબંધીના ઓથ હેઠળ તગડો નફો રળી રહ્યા છે. બંને જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં માંગો તે બ્રાન્ડનો શરાબ ગણતરીના કલાકમાં બુટલેગરો પહોંચાડી રહ્યા...
મોડાસામાં રઝળતા ઢોરની ઇતરડી થી કોંગો ફીવરનો મંડરાતો મોટો ખતરો
મોડાસા, તા.૧૦
હાલ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કોંગો ફીવર નામની મહામારી બીમારીએ હાહાકાર મચાવ્યો છે. અરવલ્લી જીલ્લાના મોડાસા શહેર સહીત શહેરી વિસ્તારોમાં રઝળતા ઢોરની ચામડી પર જોવા મળતી ઇતરડી નામની જીવાત થી જીલ્લામાં કોંગો ફીવર નામની બીમારીને પગપેસારો તેમજ ફેલાવી શકે છે. તદઉપરાંત સૌરાષ્ટ્રની કોંગો ફીવરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ પરત ફરેલા અરવલ્લી...
હિંમતનગર પોલીસનું સરાહનીય કાર્ય : એક અજાણ્યા નવજાત બાળકની સારવાર
સાબરકાંઠા, તા.૦૯
સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યારેક પોલીસની છબીને હાની પહોંચાડવામાં આવે છે. પરંતુ સોશિયલ મીડિયામાં જે કંઈ આવે છે તે સત્ય છે તેની કોઈ પુષ્ઠી કરી શકતુ નથી. પરંતુ હિંમતનગર શહેર પોલીસે કંઇક આવુ જ સરાહનીય કામ એક નવજાત અજાણ્યા બાળકની સારવાર માટે કરી રહી છે. હોસ્પિટલના બિછાના પર સારવાર લેતી બાળકીને આ ધરતી પર આવ્યાના માત્ર ૭ દિવસ થયા છે અન...
ખાનગી શાળાઓને ટક્કર મારે એવી પરોયાની ડિઝીટલ શાળા
મોડાસા, તા.૦૬
અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે કુદરતના સૌંદયનો અખૂટ ભંડાર પ્રાપ્ત થયો તેવો સાબરકાંઠા જિલ્લાનો ખેડબ્રહ્મા તાલુકો છે. આમ તો આ તાલુકો મુખ્યત્વે આદિજાતિ વસ્તી ધરાવે છે. તાલુકા મથકથી નવ કિમીના અંતરે આવેલુ પરોયા ગામ જ્યાં એક સરકારી પ્રાથમિક શાળા આવેલી છે, પરંતુ તમને પ્રથમ નજરે આ સરકારી શાળા લાગે જ નહિ કેમ કે અન્ય ખાનગી શાળાઓને ટક્કર મારે એવી...
નાનકડા ગામની બહેનોનું સખી મંડળ માટીના ગણેશની મૂર્તિઓ બનાવે છે
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના નાનકડા ગામની બહેનોનું સખી મંડળ આજે સમગ્ર ગુજરાતમાં તેની ઇકોફ્રેન્ડલી ભગવાન ગણેશની મૂર્તિઓ માટે જાણીતું બન્યું છે. પર્યાવરણની સુરક્ષા માટે પ્લાસટર ઓફ પેરિસની મૂર્તિ નુકશાનકારક છે. જેથી આ સખી મંડળની બહેનો દ્વારા કુદરતી માટીમાંથી બનાવેલી મૂર્તિઓનું નિર્માણ કરી તેના પર નારિયેળના છોતરાઓમાંથી ઉત્પન્ન થતા રેસા, ઊન અને કાપડ...
ભિલોડાના રામેળા ગ્રામ પંચાયતના તલાટીએ યુવકને કુંવારાનું સર્ટિફિકેટ અપ...
ભિલોડા, તા. ૧
ભિલોડા તાલુકાના રામેળા ગ્રામ પંચાયતના તલાટીએ હિંમતનગર ખાતે લશ્કરી ભરતી મેળામાં ભાગ લેનાર અરજદારો માટે અપરણિત કે પરણિત અંગેનું સર્ટિફિકેટ રજુ કરવાનું હોય એક યુવકનું અપરણિત હોવા અંગેનું સર્ટિફિકેટ આપવામાં આવતા સર્ટિફિકેટમાં સ્પેલિંગમાં ભૂલ હોવાની સાથે ઉચ્ચારણમાં પણ ભૂલ જણાતા સમગ્ર મામલો સોશ્યલ મીડિયામાં ભારે રમૂજ ફેલાઈ છે. તલાટીએ મેર...