Tag: SARS-CoV-2
અમદાવાદમાં કોરોના બેકાબુ, અમદાવાદના ન્યુ કલોથ માર્કેટમાં નવા 60 કેસ
અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રોજ એક હજાર કરતા વધારે રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. શહેરના તમામ વિસ્તારોની સોસાયટી- ચાલીઓમાં જઈને ટેસ્ટ થઈ રહયા છે તથા કોન્ટેકટ ટ્રેસીંગ કરવામાં આવી રહયા છે.
જેના કારણે જુલાઈ મહીનામાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો જાેવા મળ...
કોરોના ઈફેક્ટ: દુનિયાભરના 150 કરોડ બાળકો હવે સ્કૂલે નથી જતા
સમગ્ર દુનિયામાં સ્કૂલો ખોલવા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા સહિત દ્યણા દેશોમાં સરકાર હવે દબાણ કરી રહી છે કે દરેક પરિસ્થિતિમાં સ્કૂલો ખોલવી જોઈએ. આ સંદર્ભે સરકારો સામે બે ગંભીર પડકારો ઊભા થયા છે. પહેલો પડકાર એ છે કે, અત્યાર સુધી વિદ્યાર્થીઓના નુકસાનની ભરપાઇ કેવી રીતે કરવી અને બીજો એ છે કે, જો સરકાર સ્કૂલો ખોલે છે તો શું માતા-પિત...
ભારત વગર કોરોના વેક્સીન વિશ્વભરમાં પહોંચાડવી અશક્ય: એક્સપર્ટ્સ
દુનિયાભરમાં સૌથી વધુ વેક્સીનનું ઉત્પાદન કરી રહેલા ભારત દેશ માટે મેડિકલ એક્સપર્ટ્સનુ માનવુ છે કે કોઇપણ વેક્સીનેશન પ્રોગ્રામને સમગ્ર દુનિયામાં ચલાવવો હોય તો આ પ્રોજેક્ટ ભારત વગર સંભવ નથી. નિષ્ણાંતો મુજબ ભારત દેશ આટલા મોટા પ્રમાણમાં વેક્સીન તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે.
વધુ વાંચો: કોરોના સામેની લડતનું ગુજરાત મોડેલ સમગ્ર દેશમાં પ્રચલિત કરવાના પ્રયત્...
ઓક્સફોર્ડ યુનિ.એ તૈયાર નવી એન્ટિબોડી ટેસ્ટ કિટ 98.6 % પરિણામ આપશે 20 મ...
કોરોના મામલે ઓક્સફોર્ડ યુનિવર્સિટીને મોટી સફળતા મળી છે. ઓક્સફોર્ડ યુનિ.એ ગેમ ચેન્જિંગ એન્ટિબોડી ટેસ્ટ કિટ તૈયાર કરી હતી. એન્ટિબોડી ટેસ્ટ કિટથી લોકો ઘરે જ ટેસ્ટ કરી શકશે અને તે માત્ર 20 મિનિટમાં રીઝલ્ટ પણ આપશે. ઓછા સમયમાં વધારે લોકોના ટેસ્ટિંગ માટે આ કીટ મદદ કરશે. એન્ટિબોડી ટેસ્ટ કિટના ટ્રાયલમાં 98.6 % પરિણામ મળી રહે છે. ઓક્સફર્ડ યુનિ. એ બ્રિટનની ફર...
દેશના 10 રાજ્યોમાં રોજના કુલ 10 લાખ ટેસ્ટ જરૂરી
ભારતમાં કોરોનાના દર્દીઓનો આંક તાજેતરમાં ૧૦ લાખને પાર થઈ ચૂક્યો છે. ત્યારે તજજ્ઞો દ્વારા આશંકા વ્યકત કરાઈ રહી છે કે જો સંક્રમણ વધવાની ગતિ આ જ પ્રમાણેની રહી તો બ્રાઝીલ અને અમેરિકા જેવી સ્થિતિ નિર્માણ પામી શકે છે. દેશના કુલ ૬૪૦ જિલ્લામાંથી ૬૨૭ ખતરનાક વાયરસની લપેટમાં આવી ચૂક્યા છે. દેશ અને આંતરરાર્ષ્ટ્રીય નિષ્ણાતોના મત મુજબ સરકારે સંક્રમણની ગતિને રોકવા...
સેનેટાઇઝર કૌભાંડ: કોરોના વોરીયર્સ માટે હલકી ગુણવત્તાના સેનીટાઈઝર ખરીદા...
ગુજરાત મેડીકલ કોર્પોરેશન ધ્વારા સરકારી હોસ્પિટલોમાં બે કંપનીઓના સેનેટાઈઝર મોકલવામાં આવ્યા હતા તેના વધુ 21 સેમ્પલ હલકી ગુણવત્તાવાળા નીકળતા તેના સેમ્પલ નિષ્ફળ નિવડયા છે. સેમ્પલમાં આલ્કોહોલનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે.
કેન્દ્ર સરકારની એક વેબસાઈટ પર આ પ્રકારની માહિતી હોવાની વાત માધ્યમોમાં પ્રસિધ્ધ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે...
અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં કોરોના બેફામ, કેસમાં ૩૦૦ ટકાનો વધારો
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ અને મરણની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મ્યુનિ. કોર્પોરેશને “કેચ વાયરસ” ની નીતિ અપનાવી છે તથા તમામ સોસાયટી- ચાલીમાં જઈને શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહયા છે. જેના કારણે વાયરસનો વ્યાપ ઘટી રહયો છે. પરંતુ આ નીતિ પૂર્વ પટ્ટામાં જ સફળ થઈ છે. જયારે પશ્ચિમ વિસ્તારમાં રેપીડ ટેસ્ટ બાદ કોરોના કેસની સંખ્યામ...
કોરોનાના વધતા સંક્રમણને લીધે બિહારમાં 17 દિવસનું લોકડાઉન
કોરોના મહામારી વચ્ચે બિહાર સરકારે મોટો નિર્ણય કર્યો છે. ઊચ્ચ અધિકારીઓ સાથે બેઠક બાદ નીતિશ કુમાર સરકારે બિહારમાં ફરી એક વખત લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોનાની રફતાર રોકવા માટે સરકારે ફરી એકવાર રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે બિહારમાં આગામી 16મી જુલાઈથી 31મી જુલાઇ સુધી સંપૂર્ણ લૉકડાઉન રહેશે. જોકે, આ દરમિયાન તમ...
મીની લોકડાઉનથી કોઈ ફાયદો નહીં થાય, ૧૪ દિવસ જરૂરી: રણદીપ ગુલેરિયા
દેશમાં ફરીથી વધી રહેલા કોરોના વાયરસના કેસને પગલે મોટાભાગના રાજ્યો ફરીથી લોકડાઉન લગાવી રહ્યા છે. જોકે, વિવિધ રાજ્ય તરફથી લગાવવામાં આવેલા લોકડાઉન પર દિલ્હીની એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ પોતાની અસહમતી દર્શાવી છે.
ડોક્ટર ગુલેરિયાનું કહેવું છે કે થોડા સમય માટે લગાવવામાં આવેલું લોકડાઉનથી કોરોનાનું સંક્રમણ ઓછું કરવામાં કોઈ મદદ નહીં મળે. જો ક...
બિહાર મુખ્યમંત્રી આવાસના ખળભળાટ: 80થી વધારે કર્મી કોરોના પોઝિટિવ
બિહારમાં કોરોના વાયરસના સંક્રમણમાં અનેક કોરોના વોરિયર્સ પણ સપડાયા છે. આ જ ક્રમમાં પ્રદેશની સૌથી મોટી હોસ્પિટલ પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ફરીથી ત્રણ ડોક્ટર કોવિડ પોઝિટિવ આવ્યા છે. બે નર્સનો કોરોના પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ પીએમસીએચમાં કોવિડ પોઝિટિવ કર્મીઓની સંખ્યા વધીને 44 થઈ છે. જ્યારે પટના એઇમ્સમાં પણ એક નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આ...
અમેરિકામાં ત્રણ દિવસથી 60,000 થી વધુ કોરોના કેસ નોંધાય છે
વિશ્વભરમાં કોરોનાના અત્યાર સુધીમાં 1 કરોડ 26 લાખ 46 હજાર કેસ નોંધાઈ યુક્યા છે. 5.63 લાખ લોકોના મોત તયાં છે જ્યારે 73.81 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં ચેપ ફરી ઝડપતી ફેલાઈ રહ્યો છે. સતત ત્રીજા દિવસે 60 હજારતી વધારે કેસ નોંધાયા છે. અમેરિકામાં 32 લાખ 91 હજાર કેસ નોંધાયા છે. જેમાં 1 લાખ 36 હજાર લોકોના મોત તયાં છે. 14.61 લાખ લોકોને સારવાર...
કોરોનાના ઈન્જેકશનના કાળાબજારના ષડયંત્રમાં સાત લોકો સામે ફરિયાદ નોંધાઈ
કોરોનાના દર્દીઓને સારવારમાં જરૂરી ઈન્જેકશનના કાળાબજારના ષડયંત્રનો પર્દાફાશ થયા પછી આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા મનાતા સાત લોકો સામે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેના અનુસંધાને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરવા તજવીજ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના દર્દીઓને સારવારમાં અત્યંત મહત્વના ઈન્જેકશનના કાળાબજારનો વેપલો ચાલતો હતો....
દેશની સૌથી મોટી ઝુંપડપટ્ટી ધારાવીને કોરોના મુક્ત જાહેર
સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસોની સંખ્યામાં દેશની આર્થિક રાજધાની મુંબઈ શહેર પ્રથમ સ્થાને આવી ગયું છે પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે મુંબઈની અને વિશ્વની સૌથી મોટી ધારાવી ઝુંપડપટ્ટીમાં કોરોનાના કેસો નોંધાયા બાદ સક્રિય રીતે કામગીરી કરવામાં આવતા આજે આ ઝુપડપટ્ટીને કોરોના મુકત જાહેર કરી દેવામાં આવી છે.
વિશ્વભરમાં કોરનાના કેસની સંખ્યા ૧ કરોડને પાર પહોંચી છ...
અમદાવાદ – સુરત જતી એસ.ટી. બસો બંધ કરાઈ
અમદાવાદ શહેર સહિત રાજયના મોટા શહેરોમાં અનલોક-ર માં અપાયેલી છુટછાટોના કારણે કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે ગઈકાલે કોરોનાના કેસોની સંખ્યા ૮૦૦ને પાર થઈ જતાં સરકારી તંત્ર ચોંકી ઉઠયું છે રાજયમાં સૌથી વધુ સુરત શહેરમાં પરિસ્થિતિ ખૂબ જ વિસ્ફોટક બની રહી છે
જેના પગલે સુરત શહેરમાં કેટલીક દુકાનો અને બજારો બંધ કરાવી દેવામાં આવી છે આ દરમિયાનમા...
લાંભાની સોસાયટીમાં એક જ પરિવારના 6 સભ્ય કોરોના પોસેટિવ
ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે. જો કે અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસો ઘટી રહ્યાં છે, પરંતુ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા શુક્રવારે વધુ 17 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા શરૂ કરવામાં આવેલા એન્ટીજન ટેસ્ટમાં...