Tag: SBR
ખાલી પડેલો પ્લોટ ભાડા કરારથી બારોબાર આપી ગઠીયાઓએ 7.61 લાખ પડાવી લીધા
સિંધુભવન રોડ પર ખાલી પડેલો 3800 વારનો પ્લોટ બારોબાર ભાડે આપી દઈને કરાર કરી ડિપોઝીટ તેમજ ભાડા સહિત 7.61 લાખ વસૂલનારા બે ગઠીયાઓ ફરિયાદ નોંધાઈ છે. મૂળ માલિકે જમીનનો કબ્જો લેતા સમગ્ર છેતરપિંડીનો ભાંડો ફૂટતા વસ્ત્રાપુર પોલીસે મેમનગરના રમેશ દેસાઈ અને પરાગ ગણાત્રા (રહે. ઈન્દ્રપ્રસ્થ ટાવર, ડ્રાઈવઈન રોડ) સામે ગુનો નોંધી દસ્તાવેજો કબ્જે લઈ તપાસ શરૂ કરી છે.
...