Sunday, August 3, 2025

Tag: scam

ગુજરાત યુનિવર્સિટીમાં કૌભાંડોની સીઝન

ગુજરાત યુનિવર્સિટીમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓના સગાં-સંબધીઓને જોબ ટ્રેઇની તરીકે ગોઠવવાનું કૌભાંડ યુનિવર્સિટીમા હાલ કાયમી કર્મચારીઓની સંખ્યા અંદાજે 320ની સામે જોબ ટ્રેઇનીની સંખ્યા 370 જેટલી થઇ ગઇ ભાજપ-કોંગ્રેસના નેતાઓ, સિન્ડીકેટ-સેનેટ સભ્યો, વિદ્યાર્થીનેતાઓ અને યુનિવર્સિટીના કર્મચારીઓ અને અધિકારીઓના સગાં-સંબંધીઓને પણ જોબ ટ્રેઇની તરીકે ગોઠવી ...

સેક્સપાવર SEX વધારતી કંપની સાથે અંસુ મેડીટેકના માલિક અનીરબનકુમાર દાસ સ...

અમદાવાદ : નાઈજીરીયામાં સેકસ પાવર વધારવાની દવા બનાવતી કંપનીને મશીન સપ્લાય કરવાના બહાને એક ગઠીયાએ 27 હજાર ડોલરનો ચૂનો લગાવી દીધો છે. નવરંગપુરા પોલીસે આ મામલે અન્સુ મેડીટેકના માલિક અનીરબનકુમાર દાસ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પૂણે ખાતે અભ્યાસ કરતા હેરીસન કીંગસ્લે નકીમે (ઉ.29 મૂળ રહે. નાઈજીરીયા) નાઈજીરીયન કંપનીમાં કામ કરતી અને યુ.કે. આયરલેન્ડ ...

381 ડમી એટીએમં કાર્ડ, બે ઈનકોડર મશીન પકડાયા, બેંકમાં વ્યાપક છેતરપીંડી

અમદાવાદ : વિદેશી બેંકોના ખાતેદારોનો ચોરાયેલો ડેટા ડમી એટીએમ કાર્ડમાં અપલોડ કરી જુદાજુદા એટીએમ સેન્ટર ખાતેથી રોકડ રૂપિયા ઉપાડી લેતી ટોળકીનો અમદાવાદની યુનિવર્સિટી પોલીસે પર્દાફાશ કર્યો છે. પાંજરાપોળ ખાતેની હોટલમાં રોકાયેલા બેંગ્લુરૂના બે શખ્સોને ઝડપી લઈ પોલીસે 381 ડમી એટીએમં કાર્ડ, બે ઈનકોડર મશીન, 1.02 લાખ રોકડ, ત્રણ મોંબાઈલ ફોન અને એક લેપટોપ કબ્...

ભાવનગર કલેક્ટર અને શિક્ષણ મંત્રી આમને સામને, જુઓ વિડિયો.

https://youtu.be/nRv2OMFdkcI પ્રજાના પ્રશ્ને કામ કરવાને બદલે લોકોને ઉત્સવમાં રાખવામાં માહિર સરકાર હવે ભાવનગરના ત્રણ દિવસ જન્માષ્ટમીનો મેળો કરવા જઈ રહી છે, જો કે મંત્રી વિભાવરી દવેનો દાવો છે કે આ મેળો ભાજપ દ્વારા આયોજીત છે પરંતુ શહેરમાં લાગેલા હોર્ડીંગમાં યુવક સેવા અને સાંસ્કુતિક વિભાગના નામનો ઉલ્લેખ જોવા મળે છે, જો કે શનિવારે આ અંગે જાણકારી આપવા...

સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીના 51 લાખ રૂપિયા લઈ કર્મચારી ફરાર, બિ...

ઓઢવ રીંગ રોડ પર આવેલી સૂર્યમ એલિગન્સ નામની સાઈટ પર કામ કરતો કર્મચારી બિલ્ડરને 51 લાખ રૂપિયાનો ચૂનો લગાવી ફરાર થઈ ગયો છે. ઓઢવ પોલીસે લાખો રૂપિયાની છેતરપિંડી કરનારા ઉમંગ વિષ્ણુભાઈ પ્રજાપતિ સામે ગુનો નોંધી તેની તપાસ શરૂ કરી છે. સિંધુ ભવન રોડ વૃંદાવન બંગ્લોઝ વિભાગ-4માં રહેતા અશોક કાંતિભાઈ પટેલ તેમના અન્ય ભાગીદારો સાથે ઓઢવ રીંગ રોડ પર સૂર્યમ એલિગન્સ ...

આરટીઓ બોગસ લાયસન્સ રેકેટમાં મહિલા જુનિયર કલાર્ક સહિત 4 લોકોની ધરપકડ

વસ્ત્રાલ આરટીઓમાં બેકલોગ એન્ટ્રી કરી બોગસ લાયસન્સ ઈસ્યુ કરવાના રેકેટમાં મહિલા કર્મચારી સહિત ચાર લોકોની ધરપકડ થતા આરોપીઓનો આંકડો 9 પર પહોંચ્યો છે. જુનિયર કલાર્ક તરીકે નોકરી કરતી દિપ્તી સોલંકીએ આ રેકેટના મુખ્ય સૂત્રધાર અને આરટીઓ એજન્ટ જીજ્ઞેશ મોદીને સારથી-4 સોફટવેરના આઈડી આપ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં પરચૂરણ કામ કરતો એક યુવક પ...

ફેસબૂક યૂઝરોની ઓડિયો ચેટની ‘જાસૂસી’ કરતો ખૂલાસો બહાર આવ્યો...

વિશ્વની સૌથી મોટી ગણાતી સોશિયલ મીડિયા કંપનીએ  ફેસબુકમાં તમારો ડેટા ગુપ્ત નથી. એક મોટા ખુલાસામાં એવી વિગતો બહાર આવી છે કે ફેસબૂકે તેના લાખો યૂઝરોની ઓડિયો ચેટની સ્ક્રિપ્ટ તૈયાર કરાવેલ  છે.કોન્ટ્રાક્ટ પર કામે રાખેલા નોકરિયાતોએ ફેસબૂકની જાસૂસીનું આ કામ કર્યુ હોવાનો પણ ખુલાસો થયો છે. ફેસુબુકે પણ સ્વીકાર્યુ છે કે કંપનીએ  ઓડિયો ડેટાની સ્ક્રિપ્ટ તૈયાર ક...

મહેસાણા-બહુચરાજીને જોડતા રસ્તાઓ બેહાલ, ઠેર-ઠેર ગાબડાં

જિલ્લા મથક મહેસાણા અને તીર્થધામ બહુચરાજીને જોડતાં પાલાવાસણા ત્રણ રસ્તાથી કાલરીને જોડતા 32 કિલોમીટર રોડની હાલત એ હદે ખખડી ગઇ છે કે જો અહીંથી વાહનો લઇને પસાર થવા દરમિયાન થોડાક બેદરકાર રહે તો વાહનચાલક ખાડામાં પટકાઈ પડે. એમાંય પાલાવાસણાથી હેડુવા, સામેત્રાથી મીઠા, બલોલથી નદાસા-આસજોલ, અને ચડાસણાથી કાલરી વચ્ચે સંખ્યાબંધ ગાબડાં પડી ગયાં છે. નદાસાથી આસજો...

28 હજાર કરોડના કૌભાંડી સાંડેસરાએ ધોલેરામાં રૂ. 30 હજાર કરોડનું રોકાણ ન...

વાઈબ્રન્ટ ગુજરાત 2009માં 1,653 મોટા પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. જેમાં નરેન્દ્ર મોદીની હાજરીમાં ગુજરાત વડોદરાના સૌથી મોટા રૂ. 28 હજાર કરોડના કૌભાંડી સાંડેસરા ગ્રૂપે રૂ. 30 હજાર કરોડનું રોકાણ કરવા માટે સમજૂતી કરારો કર્યા હતા. સાંડેસરા જૂથ ધોલેરામાં રૂ. 30 હજાર કરોડનું રોકાણ કરવાના હોવાની જાહેરાત નરેદ્ર મોદીની સરકારે કરી હતી. આજે ત્યા...

રાજયમાં કેરોસીનની જરૂરિયાત સામે ૨.૮૦ લાખ લિટર ઓછો જથ્થો ફાળવાયો

રાજયમાં કેરોસીનના જથ્થાની જરૂરિયાત સામે કેન્દ્ર સરકાર દ્વારા ૨.૮૦ લાખ લિટર ઓછો જથ્થો ફાળવવામાં આવ્યો હોવાનું રાજ્ય સરકારના અન્ન, નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ વિધાનસભામાં લેખિતમાં માહિતી આપીને જણાવ્યુ હતું. રાજ્યમાં કેરોસીનના જથ્થાની જરૂરિયાત અંગે કોંગ્રેસનાં ભીખાભાઈ જોશીએ વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નોતરી દરમિયાન સવાલ કર્યો હતો કે તા. ૩૦-૦૯...

ખાલી પડેલો પ્લોટ ભાડા કરારથી બારોબાર આપી ગઠીયાઓએ 7.61 લાખ પડાવી લીધા

સિંધુભવન રોડ પર ખાલી પડેલો 3800 વારનો પ્લોટ બારોબાર ભાડે આપી દઈને કરાર કરી ડિપોઝીટ તેમજ ભાડા સહિત 7.61 લાખ વસૂલનારા બે ગઠીયાઓ ફરિયાદ નોંધાઈ  છે. મૂળ માલિકે જમીનનો કબ્જો લેતા સમગ્ર છેતરપિંડીનો ભાંડો ફૂટતા વસ્ત્રાપુર પોલીસે મેમનગરના રમેશ દેસાઈ અને પરાગ ગણાત્રા (રહે. ઈન્દ્રપ્રસ્થ ટાવર, ડ્રાઈવઈન રોડ) સામે ગુનો નોંધી દસ્તાવેજો કબ્જે લઈ તપાસ શરૂ કરી છે. ...

હીરાના વેપારીને બંધક બનાવી લાખોની ખંડણી વસૂલવાના ષડયંત્રમાં મહિલા સહિત...

અમરેલીના હિરા વેપારીને ડાયમંડ ખરીદવાના બહાને આણંદ ખાતે બોલાવી માર મારી લૂંટ ચલાવ્યા બાદ બંધક બનાવી પાંચ લાખની ખંડણી વસૂલવાનું ષડયંત્ર રચનારી ટોળકીનો બાપુનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. હીરાના વેપારી સાથે આણંદ ખાતે બિભત્સ વર્તન કરી જાળમાં ફસાવનાર મહિલા તેમજ બાપુનગરની આંગડીયા પેઢીમાં પાંચ લાખ લેવા આવનાર શખ્સની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલી ...

નાગરિકોની મદદ માટે ખડેપગે રહેતા ફાયરબ્રિગેડના કર્મચારીઓની દયનીય સ્થિતિ...

કોઈપણ પ્રકારની માનવસર્જિત કે કુદરતી આપદા હોય નાગરિકોની મદદ કરવામાં ફાયરબ્રિગેડ સૌથી મોખરે હોય છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અણઘડ આયોજનને કરોડો રૂપિયા ખર્ચીને બનાવેલા હલકી કક્ષાના સરકારી કવાટર્સને કારણે ફાયરબ્રિગેડના કર્મચારીઓના પોતાના જ  પરિવારજનો કફોડી સ્થિતિ માં મૂકાયા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ મ્યુનિસિપલ...

મહેસાણા સહકારી બેંકમાં નીતીન પટેલના પ્રભાવ ખતમ કરવા ભાજપના નેતાઓ મેદાન...

ઉત્તર ગુજરાતના ભાજપ અને કોંગેસના પાટીદારોને એક પછી એકને ખતમ કરી દેવા માટે અમિત શાહ, જીતેન્દ્ર વાઘાણી અને પ્રદીપ જાડેજા છેલ્લાં 4 વર્ષથી કામ કરી રહ્યાં છે. અગાઉ નરેન્દ્ર મોદીએ કાવાદાવા કરીને આત્મરામ પટેલ, એ કે પટેલ, નારણ પટેલને રાજકીય અને સહકારી ક્ષેત્રે ખતમ કરી દીધા બાદ હવે નીતિન પટેલને પણ એક પછી એક પદ પરથી અને પકડ પરથી પ્રભાવ ઓછો કરવાનું શરૂં કરી ...

એલ-વનની લાહ્યમાં શહેરમાં છ માસ અગાઉ બનેલા રસ્તા પર સામાન્ય વરસાદમાં જ ...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા, ગટર અને સ્ટ્રોમ વોટરના કામો ત્રીસથી પાંત્રીસ ટકા ઓછા ભાવથી આપવાની પ્રથા શરૂ થઈ છે. આ પ્રથાને કારણે છ માસ પહેલા જ બનાવવામાં આવેલા અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે, રોડ પર ગાબડાં દેખાય છે. આ કારણે જે તે વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરોને લોકોના આક્રોશનો ભોગ બનવું પડે અમદાવાદ શહેરના ઝડપી વિકાસના નામે અમ...