Tag: Shah and Mot
નર્મદામાં ઠલવાતાં મળ, મૂત્ર અને ગટરનું પાણી પીતું આખું ગુજરાત
દિલીપ પટેલ
ગુજરાતના 5 કરોડ લોકોના જીવ સામેં ચેંડા કરી રહેલી ભાજપની વિજય રૂપાણી સરકાર
ગાંધીનગર, 24 માર્ચ 2020
15 જાન્યુઆરી, 1961 ના રોજ, તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ એક બટન દબાવતા અને નદીની બીજી બાજુમાં વિસ્ફોટ કરીને નર્મદાનું કામ શરૂં કર્યું હતું. 57 વર્ષ બાદ પણ આ પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી. ગુજરાતની પ્રજાએ આ યોજના પાછળ રૂ1 લાખ કરો...