Tag: Sujalam Sufalam water harvesting campaign
ગુજરાત જમીન વિકાસ નિગમ બન્યું જમીન કૌભાંડ નિગમ
અમદાવાદ, તા. 03
ગુજરાત જમીન વિકાસ નિગમમાં એક વર્ષથી ભ્રષ્ટાચારના પોપડા ઊખડી રહ્યાં છે. રોજ નવો ભ્રષ્ટાચાર બહાર આવે છે અને ઢંકાઈ જાય છે. છોટાઉદેપુર ખાતે નિગમના ફિલ્ડ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા આદિજાતિ સમાજના જયંતિ પટેલ પાસેથી એસીબીને એક વર્ષની તપાસના અંતે રૂ.2.81 કરોડની અપ્રમાણસર મિલ્કત શોધી છે. 36 વર્ષથી ભ્રષ્ટાચાર કરતો હતો. તપાસ દરમિયાન તેની પત...