Tag: VOTERS
3 વર્ષનું શાસન : 104 કલંકિત નેતાઓ સામે રૂપાણી મૌન
ગુજરાતના લઘુમતિ કોમના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતાના તખ્તનશીન થયાને 3 વર્ષની ઉજવાણી 8 સપ્ટેમ્બર 2019માં ગાંધીનગર ખાતે ભવ્ય ઊજવણી કરી હતી. તેઓ પોતાની સફળતા ગણાવીને નાગરિકો સમક્ષ વિગતો મૂકી રહ્યાં છે. પણ તેમના પક્ષના 104 નેતાઓ ગુનાખોરીમાં સંડોવાયેલા છે જેમની સામે રૂપાણીએ કોઈ પગલાં ભર્યા નથી.
3 ઑક્ટોબર 2017ના દિવસે કોંગ્રેસે ભાજપના કલંકિત નેતાઓની ...
16 હજાર કર્મચારીઓની ભરતી આ વર્ષે થશે
રાજ્ય સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર તૈયાર કરાયું છે અને તે મુજબ પ્રતિવર્ષ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આગામી ત્રણ વર્ષમાં ૬૦,૦૦૦ થી વધુ જગ્યાઓ ભરવાનું અમારૂ આયોજન છે. આ વર્ષે ૧૬,૫૦૦ જગ્યાઓ ભરવાની મંજૂરી પણ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મળી ગઇ છે.
અંદાજપત્ર સત્ર દરમિયાન થયેલી જાહેરાત અનુસાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ...
ઈ ફાર્મસીનો વિરોધ ચાલુ, ધંધો બંધ થઈ રહ્યો છે
એસોસિયેશનના સુભાષ શાહ, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર સહિતના રાજ્યભરના વિવિધ શહેરોના ફાર્માસીસ્ટોઓ રૂબરૂ તેમજ કાઉન્સિલને પત્રો પાઠવીને ઓનલાઈન ફાર્મસીથી ઊભા થનારા સંભવિત જોખમો વિશેના મંતવ્યો રજૂ કર્યા હતા અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી બેઠકમાં ગુજરાત ફાર્મસી કાઉન્સિલ તરફથી આપવામાં આવેલા પ્રેઝન્ટેશનના મુખ્ય મુદ્દાઓ ...
કાયદાનો ભંગ કરી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પક્ષાંતર કરાવ્યું, 7 સસ્પેન્...
ડભોઇનું પ્રાચિન નામ દર્ભાવતિ નગર હતું. દર્ભ નામનું ઉચ્ચ પ્રકારનું ઘાસ અહીં ઉગતું હોવાથી તેનું નામ દર્ભાવતિ પડ્યુ હતું. હવે અહીં રાજકીય પક્ષો પક્ષાંતર કરીને ઘાસ ખાઈ રહ્યાં છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતે ડભોઈમાં કૌમુદી હોલ ખાતે કાયદો તોડ્યો હતો. તેમણે પક્ષાંતર વિરોધી કાયદો તોડીને અહીં પક્ષાંતર કરાલેવું હતું. કોંગ્રેસના નગરપાલિકાના પ્રમુખ સહિત કોંગ...
85 ટકા ગુજરાતીઓને નોકરી આપવાની વાત ભૂલી રાજકારણ રમતો અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોર યુવાનોની સમસ્યા ભૂલી જઈને ગંદુ રાકજારણ રમવાનું શરૂં કરી દીધું છે. તેમણે ગુજરાતના બેકાર યુવાનોને સ્થાનિક કંપનીઓમાં 85 ટકા સ્થાનિક લોકોને નોકરીએ રાખવા માટે આંદોલન શરૂં કર્યું હતું. તે આંદોલન અને તેના મુદ્દા ભૂલી જઈને એ યુવાનોના નામ પર ધારાસભ્ય બની ગયા બાદ બેકાર યુવાનોની વાત ભૂલી જઈને અને 85 ટકા સ્થાનિક લોકોને નોકરીએ રાખવા માટે શરૂં કરેલા...
અમિત શાહને જીતાડવા અલ્પેશ અને ખોડાજીએ ષડયંત્ર રચ્યું, હવે ફોટો જાહેર ક...
અમદાવાદ જિલ્લા કોંગ્રેસની મળેલી બેઠકમાં અલ્પેશ ઠાકોર અને તેમના પિતા ખોડાજી ઠાકોર કે જે અમદાવાદ જિલ્લાના પ્રમુખ હતા, તેમણે સાથે મળીને ગાંધીનગર લોકસભા બેઠકના ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને જીતાડવા માટે ષડયંત્ર કર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ભાજપના નેતા 7 લાખની લીડથી જીતવા માંગતા હોવાથી અલ્પેશ ઠાકોર સાથે ઉત્તર ગુજરાતમાં ...
તાપી-નર્મદા લીંક યોજનાથી આદિવાસીઓની 10 હજાર હેક્ટર જમીન આંચકી લેવાશે
આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા - AKSMના યુવા નેતા રોમેલ સુતરીયા દ્રારા આજે પ્રથમ વાર પાર તાપી-નર્મદા લિંક યોજનાની વિગતો લોકજાગ્રુતિ અને આદિવાસી સમાજ ના લોકો પર મંડરાય રહેલા જોખમ ને સામે સાવચેતી ના પગલા ભરી શકાય તેના ભાગ રુપે જાહેર કરી રહેલ છે.
તાપી-નર્મદા લિંક યોજના છે શું ?
ગુજરાત-મહારાષ્ટ્રના 6 બંધ ઝેરી, પૈખડ,ચાસમંડવા, ચિક્કાર ,દાબદર, કેલવાનની...
માંડ મળેલી એસી કારમાંથી બાવળિયા બહાર નિકળતા નથી
જસદણમાં મત આપ્યા નથી તેથી તમારા કામ નહીં કરું એવું કહેનારા પાણી પૂરવઠા પ્રધાન વારંવાર વિવાદમાં આવી રહ્યાં છે. ભલે તેઓ કોંગ્રેસને દગો કરીને પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયાને 2 કલામાં પાણી પુરવઠા પ્રધાન બની ગયા હોય પણ તેઓએ જ્યારથી પ્રધાન તરીકેનો હવાલો સંભાળ્યો ત્યારથી ગુજરાતની પ્રજા પાણીથી પીડાવા લાગી છે. તેથી તેમની પાસે વધું અપેક્ષા રાખે છે. પણ તેઓ પ્...
2000 ગામ ભૂતિયા બની ગયા, ગામના પાદરે વિકાસ ન પહોંચ્યો
ગુજરાત સરકારની શહેરીકરણની નીતિ અને ગામડાં વિરોધી નીતિના કારણે આખા ગામો નેસ્ત નાબૂદ થઈ ગયા છે. 2001થી 2011 વર્ષના ભાજપના શાસનમાં 2000 સુધીની વસતી ધરાવતાં 1009 ગામ તૂટીને ભૂત બની ગયા છે. આ રફતાર હજુ ચાલુ છે. તેથી 2021 સુધી ભાજપનું શાસન રહેવાનું છે ત્યાં સુધીમાં બીજા 1000 ગામ તૂટી જશે. આમ 20 વર્ષના શાસનમાં 2000 ગામ નેસ્તનાબૂદ થઈ ગયા છે.
2001માં 129...
રાજકોટને AIIMS બાદ વડોદરાને ફરી એક વખત ઠેંગો, અમદાવાદ સુરતને નવી હોસ્પ...
સૌરાષ્ટ્રને રૂ.1250ના ખર્ચે AIIMS (ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન) આપ્યા બાદ હવે સુરત અને અમદાવાદને રૂ.820 કરોડની હોસ્પિટલ આપવાની જાહેરાત ગુજરાત સરકારે કરી છે. પણ વડોદરાને ફરી એક પખટ ઠેંગો બતાવવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે અમદાવાદની જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ સાથે જોડાયેલી સોલા સિવિલ હોસ્પિટલને રૂ.242 કરોડ અને સુરતની સિવિલ હોસ્પિટલમાં 560 કરોડના ખર...
ભાજપ સામે, હાર્દિક સાથે રહેવાનું પરિણામ, ગઢડાના સ્વામીની ધરકપડ
31 ઑગસ્ટ 2018માં હાર્દિક પટેલના ઉપવાસના સાતમા દિવસે ગઢડાના સ્વામિનારાયણ મંદિરના મહંત એસ.પી. સ્વામીએ હાર્દિકની મુલાકાતે પહોંચ્યા હતા. હાર્દિકે તેમની આ મુલાકાતના ફોટો ફેસબુક પર શેર કર્યો હતો. તેમાં હાર્દિકે લખ્યું કે તેમણે તેને પાણી પીવા માટે ખૂબ આગ્રહ કર્યો હતો. સ્વામીએ હાર્દિકને પાણી પીવડાવ્યું હતું. તેઓ હાર્દિક પટેલ સાથે ઊભા રહ્યા હતા. તેનો સીધો મ...
રાજ્યપાલે ધારાસભ્ય ખાંટને ગેરલાયક ઠેરવ્યા
પંચમહાલ જિલ્લાની મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ભૂપેન્દ્ર ખાંટને બરતરફ કર્યા છે. જાતિના પ્રમાણપત્રને લઇને અદાલતમાં કેસ ચાલી રહ્યો હતો. વિધાનસભાના અધ્યક્ષે જાહેર કર્યું કે, ભૂપેન્દ્રસિંહ ખાંટનું જાતિનું પ્રમાણપત્ર એ શિડ્યૂલ ટ્રાઇબની વિધાનસભા બેઠક ઉપર ચાલે એમ નથી. જેથી રાજ્યપાલે જાતિના પ્રમાણપત...
વલસાડમાં મહિલા કોંગ્રેસની નેતી જયશ્રીએ ચૂંટણીમાં ફરી ગાળો બોલી
લોસભાની ચૂંટણીમાં ભાજપના કાર્યકરો 100 મીટરની મર્યાદામાં રહેવાના બદલે ત્યાં પ્રચાર કરતાં હોવાથી તેનો વિરોધ કરાતાં ગાળા ગાળી થઈ હતી. કોંગ્રેસના મહિલા મોરચાના પ્રમુખ અને વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય જયશ્રી હરીશ પટેલે સેગવા ગામના સરપંચ રમીલાબેન પટેલ અને માજી સરપંચ સુલેમાન શેખ સહિત ના ભાજપ ના કાર્યકર્તાઓ સાથે ગાળાગાળી પર ઉતરી પડ્યા હતા. મહિલા કોંગી અગ્રણ...
અમદાવાદમાં ચૂંટણી કંટ્રોલરૂમમાં 1300 ફરિયાદો આવી
લોકસભાની અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ એમ બે બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન સાથે અંદાજિત 61.32 ટકા મતદાન થયું છે, તેમ જિલ્લા ચુંટણી અધિકારીએ જણાવ્યું છે. જિલ્લા કલેકટર કચેરી ખાતેના ફરિયાદ સંબંધિત કન્ટ્રોલ રૂમમાં 1300થી વધુ કોલ મતદાર યાદી સંબંધી બાબતોની જાણકારી માટે તેમજ 34 ફરિયાદો મતદાન સંબંધિત બાબતોની આવતા તમામનો સમયસર નિકાલ કરવામાં આવ્યો છે. સાથોસાથ મુખ્...
107વર્ષના હબીબકાકાએ તમામ ચૂંટણીઓમાં મતદાન કર્યું
પાટણ લોકસભા બેઠકના વડગામ મત વિસ્તારમાં આવેલા મજાદર ગામના 107 વર્ષના મતદાર હબીબભાઈ અલીભાઈ સુણસરાએ મતદાન કર્યું હતું. હબીબકાકા ઘરેથી ચાલતા નીકળી મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું. ઉંમરના કારણે શાભળવામાં થોડી તકલીફ પડે છે. પોતાનું નિત્ય તમામ કામ પોતાની જાતે કરે છે. તંદુરસ્ત જીવન જીવે છે. અખબાર વાંચવાનો ખુબ શોખ છે. રોજ સવારે અખબાર લેવા જાતે જાય છે. 1...