Tag: Women Police
બાળ લગ્નનો ભાંડો ફૂટતા સગીરાને સંરક્ષણ ગૃહમાં મોકલી અપાઈ
અમદાવાદ, તા.15
બનાસકાંઠાના ખેરમાળ ગામની 17 વર્ષની સગીરાને દોઢ લાખ રૂપિયા લઈને અમદાવાદના યુવક સાથે પરણાવી દેવાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. બાળ લગ્નની માહિતીના પગલે મહિલા પોલીસે બાળ સુરક્ષા અધિકારી સાથે મળીને સગીરાને શોધી કાઢી તેને ઓઢવ નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી છે. બીજી તરફ મહિલા ક્રાઈમ બ્રાંચમાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અન...