[:gj]ચોખા કે છાણથી હ્યુમિક એસિડ ઘરે બનાવી લાખો રૂપિયાનું ખેત ઉત્પાદન વધારતાં ખેડૂતો[:]

[:gj]ગાંધીનગર, 22 જૂન 2021
સજીવ ખેતીમાં હ્યુમિક એસિડનો ઉપયોગ થાય છે. ખેડૂતોએ રાસાયણિક ખાતરો, ઝેરી જંતુનાશક દવાઓનો ઉપયોગ શરૂ કર્યો છે. હ્યુમિક એસિડ એ ખાણમાંથી ઉત્પન્ન થયેલ બહુમુખી ખનિજ છે. ઉજ્જડ જમીનને ફળદ્રુપ પણ બનાવે છે. પોટેશિયમ હ્યુમેટ છે. કોસ્ટિક પોટાશની ક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. પોટેશ્યમ હ્યુમેટ પણ કહે છે. ચીનથી મોટા પ્રમાણમાં આવે છે. બજારનું મોંઘું આવતું હોવાથી ખેડૂતો ઘરે બનાવીને ગ્રોથ મટીરીયલ બનાવવા લાવ્યા છે. 58 લાખ ખેડૂતોમાંથી 3 લાખ ખેડૂતો હ્યુમિક એસિડ ઘરે બનાવે છે.

લિગ્નાઇટ અને કોલસામાં પણ હ્યુમિક એસિડ હોય છે. એમોનિયમ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ ધરાવતા પદાર્થો સાથે કાળા ઘન કે પ્રવાહી ખાતર બને છે.

જૈવિક પદ્ધતિઓનો ઉપયોગ કરવા લાગ્યા છે. સજીવ ખેતીમાં હ્યુમિક એસિડનો ઉપયોગ ટોચ પર છે. હ્યુમિક એસિડ એટલે કોઈ કેમિકલ અથવા એસિડ હશે જે આપણા પાકને નુકસાન પહોંચાડશે એવું લોકો માને છે, પરંતુ તે કાર્બનિક છે.

30 ટકા ઉત્પાદન વધારી આપતું હ્યુમિક એસિડ
કંપનીઓ જે રૂપિયા 400માં મળે છે તે ખેડૂતો ઘરે 2થી 4 રૂપિયામાં બનાવવા લાગ્યા છે. છીણ્યા વગરના ચોખાને ચૂલા પર પકવીને તેને માટલામાં ભરી જમીનમાં 3 દિવસ સુધી દાટી દેવામાં આવે છે.

ચોથા દિવસે બહાર કાંઢીને 50 લિટર પાણીમાં તેને ભેળવી એકરે 10 લિટર જમીનમાં આપવામાં આવે છે.  તેને છોડના મૂળમાં 30-45 દિવસે આપવામા આવે છે. ફૂલ આવે તે પહેલાં મૂળના વિકાસમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. માત્રા વધારે ન આપવી. 30 દિવસ તેની અસર રહે છે. તુરંત પાણી આપવું જરૂરી છે. જંતુનાશક સાથે પણ ઉપયોગ કરી શકાય છે.

છોડનો 12થી 32 ટકા વિકાસ કરે છે. ક્ષારની જમીનમાં ફાયદો કરે છે. નાઈટ્રોજન શોષવામાં મદદ કરે છે. જમીનના શુક્ષ્મ જીવોની વૃધ્ધિ અને પ્રજનનમાં મદદ કરે છે. છોડની અંદર જઈને તે જમીનમાંથી પોષક તત્વો ખેંચવામાં મદદ કરે છે.

હ્યુમિક એસિડ શું છે?
હ્યુમિક એસિડ એ ખાણમાંથી ઉત્પન્ન થયેલ બહુમુખી ખનિજ છે. તેને સામાન્ય ભાષામાં માટી કન્ડિશનર કહી શકાય. જે ઉજ્જડ જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. જમીનની રચનામાં સુધારો કરી નવું જીવન આપે છે. પાણીમાં અદ્રાવ્ય છે. બજારમાં ઉપલબ્ધ હ્યુમિક એસિડ એ પોટેશિયમ હ્યુમેટ છે. જે હ્યુમિક એસિડ પરના કોસ્ટિક પોટાશની ક્રિયા દ્વારા બનાવવામાં આવે છે.

હ્યુમિક એસિડનું 70% કામ જમીનમાં અને 30% કામ પાંદડા પર થાય છે.
સામગ્રી

કઈ રીતે બની શકે
1. ગાયના બે વર્ષ જના છાણ કેક અથવા છાણના કેકને ડ્રમમાં ભરો.
2. લગભગ 25-30 લિટર પાણી ડ્રમમાં પાણી મૂકો
3. આ પછી ડ્રમ સાત દિવસ સુધી ઢાંકીને રાખો.
4. સાત દિવસ પછી પાણીનો રંગ લાલ ભુરો થઈ જશે.
5. ડ્રમમાંથી કાઢી સૂકવો. કાંતો સીધો ઉપયોગ કરો.
6. કપડાથી પાણીને બે વાર ગાળો.

પ્રયોગ
જમીનમં કે છોડ પર છાંટી શકાય છે. બી કે છોડને રોપતી વખતે તેમાં બોળવામાં આવે છે. ટપક સિંચાઈ અથવા કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર સાથે ભેળવી શકાય છે.

હ્યુમિક એસિડના ફાયદા
1. માટીને લચીલી ફળદ્રુપ બનાવે છે.
2. પ્રકાશસંશ્લેષણ વધારી છોડને લીલોછમ બનાવે છે. શાખાઓમાં વધારો કરે છે.
3. મૂળનો વિકાસ કરી જમીનમાંથી પોષક તત્ત્વો છોડ વધારે લે છે.
4. છોડની મેટાબોલિક પ્રવૃત્તિઓમાં વધારો કરીને જમીનની ફળદ્રુપતા વધે છે.
5. છોડમાં ફળો અને ફૂલો વધારીને પાકની ઉપજ વધારવામાં મદદગાર છે.
6. બીજની અંકુરણ ક્ષમતામાં વધારો થાય છે અને છોડને પ્રતિકૂળ વાતાવરણથી પણ સુરક્ષિત કરે છે.[:]