[:gj]નરેન્દ્ર મોદીએ અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલભાઇ બારોટના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું[:]

[:gj]પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલભાઇ બારોટના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે અને પરિવારજનો માટે સાંત્વના પાઠવી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે,

“અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટના અવસાનથી દુઃખ અનુભવું છું. અમદાવાદના વિકાસ કાર્યોમાં તેઓનું યોગદાન સદાયે એમની યાદ અપાવતું રહેશે. મારી સાંત્વના આ શોકની ઘડીમાં પરિવાર અને શુભેચ્છકોની સાથે છે. ઓમ શાંતિ..!”

 [:]