[:gj]અમદાવાદના ઠક્કરે ઈન્દોરમાં રૂ.200 કરોડનું GSTનું કૌભાંડ [:]

[:gj]અમદાવાદના રાજુ ખરૈયા ઉર્ફે રાજુ ઠક્કરે રૂ.1,200 કરોડનું CGSTનું મસમોટું કૌભાંડ આચર્યું છે, જે ધ્યાને આવતા સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓની ઈન્દોરની ટીમે અમદાવાદના અધિકારીઓને સાથે રાખી તે શખ્સની ધરપકડ કરી છે. 1,200 કરોડના બોગસ બિલ બનાવીને રૂ.150થી 200 કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ લેનાર રાજુ ઠક્કર નામના આરોપીને સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓની એક ટીમ ગઈકાલે અમદાવાદના નેહરુનગર વિસ્તારમાંથી સાંજે ચાર વાગ્યાના અરસામાં પકડીને ઇન્દોર લઈ ગઈ હતી.

ઇન્દોરના સીજીએસટીના અધિકારીઓની ટીમે અમદાવાદની CGSTના અધિકારીઓની ટીમની આ કેસમાં મદદ લીધી હતી. આ કૌભાંડ બહાર આવતા રાજુ ઠક્કર ઇન્દોરથી ભાગીને અમદાવાદ આવી ગયો હતો. તેને પકડવા ઇન્દોરથી એક ટીમ અમદાવાદ આવી હતી. તેણે 30થી વધુ ડીલરો સાથે મળીના બોગસ બિલનું આ કૌભાંડ કર્યું છે. અધિકારીઓને મળેલી બાતમી પ્રમાણેની હોટેલની આસપાસ વોચ રાખીને તેઓ બેસી ગયા હતા. રાજુ ઠક્કર વારંવાર લોકેશન બદલતો હોવાથી તે પકડાતો નહોતો. આખરે ગઈકાલે તે ઝડપાઈ ગયો હતો. રૂ.1,200 કરોડના કૌભાંડમાં ઘણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પણ સંડોવાયેલા હોવાનું બહાર આવી રહ્યું છે. મેહૂલ ખારૈયા અને જગદીશ કાનાણી નામના બે અન્ય આરોપીઓની પૂછપરછ દરમિયાન રાજુ ઠક્કરનું નામ ખૂલ્યું હતું. રાજુ ઠક્કરે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને 30 ડીલરો સામે મળીને રૂ150થી 200 કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હોવાનું જાણવા મળ્યું છે.[:]