[:gj]અમદાવાદના બિલ્ડર દિનેશ શાહનું બોગસ ખેડૂતનું રૂ.2000 કરોડનું કૌભાંડ છતાં પગલાં નહીં[:]

[:gj]અમદાવાદમાં પણ રૂ.2000 કરોડનું બિલ્ડર દેવાંગ દિનેશ શાહે ખોટું પેઢીનામું બનાવીને બોગસ ખેડૂત બન્યા હોવાનું કૌભાંડ 3 મે 2018માં બહાર આવ્યું છે. ભાજપની રાજકીય વગ અને ભ્રષ્ટાચારના જોરે દેવાંગ કેન્દ્ર સરકારનો વેરો ન ભરવો પડે તે માટે બોગસ ખેડૂત બની ગયો હતો. તે પ્રકરણને એક વર્ષ થવા આવ્યું છતાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલે 24 ફેબ્રુઆરી 2019 સુધીમાં કોઈ પગલાં ન લેવાતાં હવે વિજય રૂપાણી પર આંગળી ચિંધવામાં આવી રહી છે. વિજય રૂપાણીએ પોતાની સરકારના મહેસૂલ વિભાગ સામે ભ્રષ્ટાચારની આંગળી ચીંધી હતી તેમાં આ જમીન કૌભાંડ સૌથી વધું જવાબદાર માનવામાં આવી રહ્યું છે.

સમગ્ર ગુજરાતમાં એક એવું વ્યાપક કૌભાંડ ચાલી રહ્યું છે કે, જે ખેડૂત નથી તેમને ખેડૂત બનાવી દેવા. આવા હજારો વેપારીઓ કે ઉદ્યોગપતિઓ પાસે ખેતીની જમીન ન હતી તેમ છતાં તેઓ ખેડૂત બનીને કરોડો રૂપિયાનો વેરો બચાવી લઈને પ્રજાના પૈસાની લૂંટ ચલાવે છે. તે પૈકીનું આ સૌથી મોટું કૌભાંડ બહાર આવ્યું હોવા છતાં સરકારે જોઈએ એવા પગલાં લીધા ન હતી.

શાહ પોતે પરમાર બની ગયા

અમદાવાદના એક બિલ્ડર દેવાંગ શાહ દ્વારા સદંતર ખોટું પેઢીનામું ઊભું કરીને ફતાજી ગગાજી પરમારના વારસદાર બની ગયા હતા. પોતાની અટક છુપાવી દીધી હતી. તે મહેમદાવાદ તાલુકાના ગોકળપુર ગામના સર્વે નંબર 92 માં ખેડૂત તરીકે દાખલ થઈ ગયા હતા. પછી વેરા ચોરી કરીને લૂંટ ચલાવવાનું શરૂ કર્યું હતું.

બાવળામાં જમીન ખરીદી

વારસાઈ એન્ટ્રી મંજુર થાય તે પહેલા ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવી લીધું હતું. તેમણે બાવળા અને  સાણંદ તથા બીજા સ્થળોએ રૂ.2,000 કરોડની જમીન ખરીદી હતી.

પછી જમીન પરથી હિસ્સો ઉઠાવી લીધો

ખોટું પ્રમાણપત્ર મેળવી લીધા બાદ કલેક્ટર કચેરી દ્વારા ચકાસણી થાય અને પોતાની એન્ટ્રી રદ થાય તે પહેલા દેવાંગ શાહે ફતાજી ગગાજીની જમીનમાંથી પોતાનો હિસ્સો ઉઠાવી લીધો હતો. જેથી પોતાનું ખેડૂત તરીકેનું ખોટું પ્રમાણ પત્ર પકડાયુ નહીં.

જમીન જપ્તી કરવા કહેવાયું

દેવાંગ શાહ સામે ફોજદારી ગુનો દાખલ કરવા તેમજ મહેસૂલી કાયદા હેઠળ કામ ચલાવવા તેમની જમીનો જપ્ત કરવા ખેડા જિલ્લા કલેકટર, મહેમદાવાદ મામલતદાર, RCD ખેડાને આદેશ તો કરાયો પણ તે લાંબી પ્રક્રિયામાં અટવાઈ ગઈ છે.  ભાજપના એક નેતાની મદદથી હવે તે બચી રહ્યા છે. શરૂઆતમાં તો તેમની સામે પોલીસ ફરિયાદ પણ થઈ ન હતી.  પ્રકરણ બહાર આવ્યા પછી લાંબો સમય સુધી ફોજદારી ફરિયાદ પણ દાખલ થઈ ન હતી. ખરેખર તો જમીન ખાલસા કરીને સરકાર ખાતે ચડાવવામાં આવે છે.[:]