[:gj]અમદાવાદમાં સૌથી વધુ મિલકત વેરો, મિલકત દીઠ સરેરાશ રૂ.5000 [:]

[:gj]અમદાવાદ મહાનગર પાલિકા વેરા વિભાગને ર૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષમાં વિક્રમી આવક થઈ હતી. ગત નાણાંકીય વર્ષની સરખામણીમાં વર્તમાન નાણાંકીય વર્ષમાં મિલકત વેરા પેટે 20.46 તથા વ્યવસાય વેરા વેરામાં 11.41 ટકા વધુ આવક થઈ છે. જ્યારે બજારમાં મંદીના કારણે વાહન વેરાની આવકમાં 7 ટકાનો ઘટાડો થયો છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ 9 મહિનામાં જ વેરા ખાતાએ રૂ.1003 કરોડથી વધું આવક કરી છે. 2018 ડીસેમ્બરના અંત સુધીમાં થયેલ આવક કરતા 82 ટકા વધુ છે.

મહાનગર વેરા વિભાગને મિલકત વેરા પેટે રૂ.954 કરોડ તથા તમામ વેરા મળીને રૂ.1200 કરોડ કરતા પણ વધુ આવક થઈ છે. ચાલુ નાણાંકીય વરસે પણ મનપાને વેરા પેટે નોંધપાત્ર આવક થઈ છે. તથા પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં જ વેરા પેટે રૂ.1000 કરોડ કરતા વધુ આવક થઈ છે. નાણાંકીય વર્ષાંન્તે તંત્રને વેરા પેટે રૂ.1300 કરોડ કરતા પણ વધુ આવક થવાની શક્યતાઓ છે. 60 લાખની વસતી ગણતા માથાદીઠ રૂ.2166 વેરો આવે છે. 25 લાખ મિલકત ગણતાં તે મિલકત દીઠ રૂ. 5200 થવા જાય છે. ગુજરાતમાં સૌથી વધું મિલકત વેરો અમદાવાદના લોકો ભરી રહ્યાં છે.

શહેરમાં ઓકટ્રોય દર શૂન્ય થયા બાદ મનપાની આવકનો મુખ્ય આધાર મિલકત વેરા અને વ્યવસાય  વેરા રહ્યો છે. અમપાએ 2018-19ના વર્ષમાં મિલકત વેરા પેટે રૂ.951 કરોડ, વ્યવસાય વેરા પેટે રૂ.174  કરોડ તથા વાહન વેરા પેટે રૂ.92 કરોડ મળી કુલ રૂ.1217 કરોડની આવક થઈ હતી.

મહાનગર કોર્પોરેશન દ્વારા નાણાંકીય વર્ષની શરૂઆતમાં એડવાન્સ વેરા રીબેટ યોજના જાહેર કરવામાં આવે છે. 2018-19માં રૂ.367 કરોડની આવક થઈ હતી. તેની સામે 2019-20માં રૂ.427 કરોડની આવક થઈ છે.

મહાનગર કમિશ્નરે વ્યાજમાં રીબેટ યોજના તથા બંધ મિલકતો માટે ‘ખાલી બંધ’ ના 1500 મિલકતોને લાભ બંધ કરી દીધા હોવા છતાં મિલકત વેરાની આવકમા વધારો થઈ રહ્યો છે.

મિલકતોની સંખ્યામાં થયેલો વધારો તથા સ્વચ્છતા ઉપકરના નામે રૂ.85 કરોડનું ભારણ નાંખવામાં આવતાં આવક વધી છે.

નાના વેપારીઓ સામે જે રીતે કાર્યવાહી કરવામાં આવે છે તેવી સરકારી કચેરીઓ સામે કાર્યવાહી થાય તો રૂ.100 કરોડ કરતા પણ વધુ રકમની આવક થઈ શકે છે.[:]