[:gj]કૃષિ મંત્રીના જિલ્લાને પહેલાં પાક વીમો અપાયો, લોકસભાની ચૂંટણીની અસર [:]

[:gj]સમગ્ર સૌરાષ્ટ્રમાં કપાસનો વીમો આપવાની જગ્યાએ કેન્દ્રીય કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલાએ પોતાના વિસ્તાર અમરેલીને વિમો આપ્યો છે. જ્યારે બીજા વિસ્તારો કે જ્યાં કપાસનો પાક નિષ્ફળ ગયો હતો ત્યાં આવો કોઈ વીમો આપવાનું શરૂં કરાયું નથી. ગુજરાતના કૃષિ પ્રધાન પણછોડ ફળદુના મત વિસ્તાર જામનગરમાં કપાસનો વીમો મંજૂર કરાયો નથી. અમરેલીમાં 2017માં કપાસનો પાક નિષ્‍ફળ જતાં વીમા કંપની ઘ્‍વારા જિલ્‍લાનાં ખેડૂતો માટે રૂ.218 કરોડ રકમ ફાળવી છે. ખેડૂતોએ ખરીફ પાક ગત વર્ષે નિષ્‍ફળ જતાં રાજય સરકાર સમક્ષ પાકવીમો મંજુર કરવા રજુઆત કરતાં અમરેલી જિલ્‍લા માટે રૂ.218 કરોડ મંજુર કરવામાં આવી છે. કૃષિ અર્થતંત્રનીે મોટો ફાયદો થશે. કૃષિ પાકવીમાની રકમ 9 થી 10 મહિનામાં જ મંજુર થઈ જતાં ખેડૂતોને આશ્ચર્ય થયું છે. લોકસભાની ચૂંટણી આવી રહી હોવાતી અમરેલીની બેઠક ભાજપ કોઈ પણ હિસાબે જીતવા માંગે છે. અમરેલી જિલ્તેલાાં ભાજપને વિધાનસભામાં બેઠકો મળી નથી. તેથી આ વખતે ઝડપથી મોટી રકમ મંજૂર કરી છે. વિધાનસભાની ચૂંટણીમાં ખેડૂતોને વીમો આપવામાં ન આવતાં ગ્રામ્ય વિસ્તારોએ ભાજપને મત આપ્યા ન હતા.

ખેડૂતો માટે પાકવીમાની રૂપિયા ર18 ની રકમ રાજય સરકારે મંજૂર કરી તે માટે કોંગ્રેસ પક્ષનું આંદોલન જવાબદાર છે, તેમ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું. ચાલુ વર્ષમાં 6-7-8 જૂનનાં રોજ કોંગ્રેસ પક્ષે પાકવીમો, દેવામાફી વિગેરે ખેડૂતોનાં પ્રશ્‍ને સમગ્ર રાજયમાં જનઆંદોલન કરતાં રાજય સરકારને ખરીફ- 2017નો પાકવીમો મંજૂર કરવા મજબુર થવું પડયું છે અને સત્તાધારી પક્ષનાં અનેક કહેવાતા ખેડૂત આગેવાનો લાજ કાઢી રહૃાા હતા અને કોંગ્રેસ પક્ષ હંમેશા ખેડૂતોનાં પ્રશ્‍ને ભાજપ સરકાર સામે લડત ચલાવીને ખેડૂતોને પોતાનો હક્ક અપાવી રહી છે તેમ અંતમાં જણાવેલ છે.[:]