[:gj]ખીરસરા પાસે જીઆઈડીસી બની, મેડિકલ ડિવાઈ માટે પાર્ક બનશે[:]

[:gj]રાજકોટ પાસે ખીરસરા ખાતે ગુજરાત ઔદ્યોગિક વસાહત – જીઆઇડીસીમાં ઊદ્યોગકારોને પ્લોટના ડ્રો કરવામાં આવ્યા હતા. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના અધ્યક્ષ બળવંત રાજપુતે રાજકોટના ખીરસરા ખાતે નિર્માણ પામનાર જીઆઇડીસીમાં આજરોજ ૪૭૧ પ્લોટોની ખાસ સોફ્ટવેરની મદદથી ફાળવણી કરવામાં આવી હતી.

રાજ્યના દરેક જિલ્લા પોતાના સ્કીલ સાથે ઔદ્યોગિક ઓળખ ઊભી કરે અને સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખાકીય સુવિધાઓ પુરી પાડે છે.

કેન્દ્ર સરકારની રૂ. ૧૨૫ કરોડની સહાય થકી ગુજરાતમાં ફાર્માસ્યૂટિકલ ઈન્ડસ્ટ્રીઝ માટે રાજકોટ ખાતે મેડિકલ ડિવાઇસ ઉત્પાદન અને અંકલેશ્વરમાં જથ્થાબંધ ડ્રગ્સના ઉત્પાદન માટે ખાસ પાર્કનું નિર્માણ કરવામાં આવશે.

એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા સરકારે અગત્યના ત્રણ નિર્ણયો કર્યા છે. જેમાં રાજ્યમાં વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં સ્થાપિત થનારા એમ.એસ.એમ.ઇ એકમોને ૩ હજાર મીટર સુધીની જમીન ફાળવણીની કિંમતમાં 50% સુધી સબસીડી અપાશે.

મહત્તમ રોજગારી પૂરી પાડતા ૩૬ લાખ જેટલા એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગો છે. સોલાર વીજ ઉત્પાદન પર કેપ્ટીવ ચાર્જ નાબૂદ કર્યો છે. ઉત્પાદન શરૂ કરીને ત્રણ વર્ષ સુધીમાં જરૂરી પરવાનગી આવા એકમો મેળવી  શકશે.

રાજ્ય સરકારે બેન્ક ઓફ બરોડા સાથે એમ.ઓ.યુ કરીને એમ.એસ.એમ.ઇ ઉદ્યોગકારોને માત્ર સાત દિવસમાં રૂપિયા પાંચ કરોડ સુધીની લોન અને તેથી વધુ રકમની લોન ર૧ દિવસમાં બેન્ક દ્વારા આપવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવી છે

મુખ્ય પ્રધાન વિજય રૂપાણે કહ્યું કે, વિદેશી મૂડીરોકાણના ૪૦ ટકા અને દેશની કુલ નિકાસમાં ર૧ ટકા ફાળો ગુજરાત આપી રહ્યું છે.

રાજ્યમાં સ્માર્ટ જીઆઇડીસીના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા ૧૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.

૫૪૦ થી વધુ એમ.એસ.એમ.ઈ. એકમોને કેપીટલ સબસીડી, તથા વ્યાજ સહાય ગુણવત્તા પ્રમાણપત્રો માટેની સહાય, ૧૦૦ એકમોને સહાય અંગે મંજુરી પત્રો અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ૩૦ યુનિટોને સી.ટી.ઇ. તથા સી.સી.એના મંજુરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

જી.આઇ.ડી.સીના ઉપાધ્યક્ષ એન. થેનારસને સ્વાગત પ્રવચનમાં ગુજરાતમાં નવી ૧૬ જી.આઇ.ડી.સી. નિમાર્ણની રૂપરેખા પુરી પાડી હતી.[:]