[:gj]ગેરકાયદે ચાલતી પવનચક્કીથી પક્ષીઓના મોત[:]

[:gj]સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે પવન ઉર્જાથી વીજળી પેદા કરવા માટે અનેક કંપનીઓને કાયદેસર અને ગેરકાયદેસર પવન ચક્કીઓ આવેલી છે. જેમા વિદેશથી આવતાં પક્ષીઓ અથડાઈને મોતને ભેટી રહ્યાં છે. પવનચકકીઓના કારણે દરરોજ સેંકડોની સંખ્‍યામાં શેડયુલ વનની શ્રેણીમાં લુપ્ત થવાના આરે આવતા હોય એવા પક્ષીઓ મરી રહ્યાં છે.

પર્યાવરણ બચાવ સમિતિના પ્રમુખ રજાક બ્‍લોચે વન વિભાગને આવી ફરિયાદ કરી છે. તેમણે વન વિભાગને જણાવ્યું છે કે, મહુવા તાલુકાનાં દરિયા કિનારા વિસ્‍તારના ગામોમાં આવેલ કે.પી. એનર્જી લિમિટેડના પ્રોઝેકટ સાઈડમાં કોઈપણ પ્રકારની સુરક્ષાઓનું પાલન કરવામાં આવતું નથી. તેથી અતિલુપ્‍ત થતી પ્રજાતિના અનેક પક્ષીઓ મરી રહ્યાં છે. પ્રોજેકટ સાઈડમાં આવેલી પાવનચકકી પોલ નંબર 27નાં પંખમાં પેઈન્‍ટેડ સ્‍ટોક નામના પક્ષી આવી જતાં માત્ર બે દિવસના ગાળામાં બે પક્ષીના મૃત્‍યુ થયેલા છે. અગાઉ પણ આ કંપનીમાં શેડયુલ વનની શ્રેણીમાં આવતા અનેક પક્ષીઓના મૃત્‍યુ થયેલા છે.

શિયાળાની સીઝનમાં કંપનીઓના અસરગ્રસ્‍ત વિસ્‍તારમાં મોટી સંખ્‍યામાં પ્રજનન માટે આવે છે. કંપનીના આજુબાજુમાં આવેલા વૃક્ષોમાં કે જમીન પર માળા કરે છે. તેથી  શિયાળાની સિઝન દરમિયાન તમામ પ્‍લાન્‍ટની પવનચકકીઓ બંધ રાખવા માટે સરકારે આદેશ કરવો જોઈએ. કંપનીની સામે વાઈલ્‍ડ લાઈફ પ્રોટેક્ષન એકટ હેઠળ ગુનોદાખલ કરવા માંગણી કરી છે.

કે.પી. એનર્જી તથા બીજી કંપની દ્વારા પ્રોઝેકટ સાઈડ વિસ્‍તારના એન્‍વાયરોમેન્‍ટ કલિયરન્‍સ અને વાઈલ્‍ડ લાઈફ અને ફોરેસ્‍ટ વિભાગના એનઓસી લેવામાં આવેલી નથી. પક્ષીઓની સુરક્ષા બાબતે જવાબદાર કંપની અને સરકારી વિભાગો સામે નામદાર નેશનલ ગ્રીન ટ્રીબ્‍યુનલ કોર્ટમાં પીટીશન દાખલ કરવાની તૈયારી ચાલી રહી છે.

 [:]