[:gj]જેટલાં ધાર્મિક સ્થાનો તેનાથી 3 ગણા ભિખારી, બિનસંવેદનશીલ સરકાર [:]

[:gj](દિલીપ પટેલ)

ગુજરાત સરકાર દ્વારા ભિખ માંગવા પર 1959થી પ્રતિબંધ મૂક્યો છે. ગુજરાતમાં કોઈ પણ સ્થાને ભિખ માંગી શકાતી નથી. તેમ છતાં સરકારે એક નવા આદેશ પ્રમાણે રાજ્યના યાત્રાધામની બહાર ભિક્ષુક ભિખ નહીં માંગી શકે. ડાકોર, પાલિતાણા, શામળાજી, જૂનાગઢ, સિધ્ધપુર, પાવાગઢ, બહુચરાજી મંદિર સહિતના યાત્રાધામમાં હવેથી  ભિખ નહીં માંગી શકે. ગુજરાતમાં ભિખારીઓ વધી રહ્યાં હોવાથી ભિખ માંગવા પર નવેસરથી પરિપત્ર કરવો પડ્યો છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહા નગરપાલિકામાં ભિખારી પુનઃસ્થાપન માટે ભિક્ષા પ્રતિબંધ ધારા 1959 છે. આ કાયદાથી અનુસાર ભિક્ષાવૃત્તિનો ગુન્હો સાબિત થયેથી ભિક્ષુક એક વર્ષથી ત્રણ વર્ષની સજાને પાત્ર બને છે. જેને સરકારના ભિક્ષુક ગૃહમાં અટકાયતી તરીકે આશ્રય આપવામાં આવે છે.

મુંબઇ ભિક્ષા પ્રતિબંધક ધારો 1959ની કલમ 14 હેઠળ દરેક ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર અને ભિક્ષુક ગૃહમાં મુલાકાત સમિતિઓની રચના કરવામાં આવે છે. વ્યાવસાયિક તાલીમ ઘ્વારા ભિક્ષુકોને આર્થિક રીતે પગભેર કરવાનો છે. પણ રૂપાણી સરકાર ભિખારીઓ માટે સંવેદનહીન છે.

358 હિંદુ ધર્મના સ્થાનો

પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડમાં 8 પવિત્ર સ્થાનો અને 358 જેટલા ધાર્મિક દેવ સ્થાનો હિંદુઓના સમાવવામાં આવ્યા છે. 8 પવિત્ર સ્થાનોમાં સોમનાથ, દ્વારકા, ગીરનાર, પાલીતાણાં, અંબાજી, ડાકોર, પાવાગઢ અને શામળાજી છે.

કેટલાં ધાર્મિક સ્થાનો ?

ગુજરાતમાં 2001ની વસતિ ગણતરી થઈ ત્યારે 1,42,135 ધાર્મિક સ્થાનો હતા. ગ્રામ્ય વિસ્તારોમાં 1,10,079, શહેરી વિસ્તારોમાં 32,057 ધાર્મિક સ્થાનો હતા.

2011ની વસતિ ગણતરી પ્રમાણે 1,81,854 ધાર્મિક સ્થળ હતા. 10 વર્ષમાં 39719 ધાર્મિક સ્થળ વધ્યા છે. ભારતમાં ધાર્મિક સ્થાનોમાં ગુજરાતનો હિસ્સો 6.04 ટકા છે. તેનો મતલબ એ થયો કે ભારતમાં સૌથી વધારે ધાર્મિક સ્થળો ગુજરાતમાં છે. 2011થી 2020 સુધીમાં બીજા 49 હજાર ધાર્મિક સ્થાનો ઉમેરાયેલા છે. આમ 2020માં 2.30 લાખ ધાર્મિક સ્થાનો છે.

કેટલા ભિખારી

ગુજરાતની 6.50 કરોડની વસતીના 16.76 ટકા લોકો ગરીબ છે. ગરીબોમાંથી 20 ટકા ભિક્ષા માંગવાનું કામ કરે છે. તે હિસાબે 20 લાખ લોકો ભિક્ષા પ્રવૃત્તિ સાથે જોડાયેલાં હોય એવો અંદાજ છે. તેઓ ભિખ ન માંગી શકે એવો કાયદો છે. હવે પરિપત્ર કેમ જાહેર કર્યો છે તે એક સવાલ છે.

ધાર્મિક સ્થાનની પાસે ભિખારી હોય છે. આવા 50 ટકા સ્થાનો એવા છે કે જ્યા સરેરાશ 1 ભિખારી હોય છે. જે 2 લાખ થાય છે. અને 30 હજાર પ્રખ્યાત સ્થાનો છે કે જ્યાં બહારના લોકો આવે છે ત્યાં સરેરાશ એક સ્થાને 10 ભિખારી હોય છે. આમ 5 લાખ ભિખારી અહીં હોઈ શકે છે. આમ કૂલ 7 લાખ ભિખારી તો માત્ર ધાર્મિક સ્થાનો પર છે અને રસ્તા પર અને ઘરેઘરે જઈને ભિખ માંગતા હોય એવા બીજા 13 લાખ ભિખારી ગુજરાતમાં હોઈ શકે છે.

ગુજરાતમાં સત્તાવાર ભિખારી

કેન્દ્ર સરકારે 20 માર્ચ, 2018ના રોજ જાહેર કરેલાં આંકડા મુજબ દેશમાં ભિખારીની સંખ્યા ભારતમાં કુલ 4,13,760 ભિખારી છે જેમાં 2,21,673 પુરૂષો અને 1,91,997 મહિલાઓનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં ગુજરાતમાં 13445 ભિખારી છે. 4896 ભિખારી કુટુંબો ગુજરાતમાં છે. ખરેખર તો એકલા ભાવનગરમાં આટલા ભિખારી છે. આ આંક તો સરકારના કેન્દ્રોનો છે. ખરેખર ભિખારીની સંખ્યા 5 લાખ કુટુંબોની જોઈ શકે છે. જેઓ ભિખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ કામ કરતાં લોકોની સંખ્યા સૌથી વધું છે. જેઓ ખાવાનું ઘરેઘરેફરીને માંગે છે. વળી સાધુના રૂપમાં ભિક્ષા માંગતા લોકોની સંખ્યા પણ વધું છે.

દેશમાં સત્તાવાર ભિખારી

ભિખારીઓની સંખ્યામાં પશ્ચિમ બંગાળ પહેલા નંબરે, બીજા નંબરે ઉત્તર પ્રદેશ અને ત્રીજા નંબરે બિહાર છે. સૌથી ઓછા ભિખારીઓની સંખ્યામાં લક્ષ્યદ્વીપ છે. જ્યાં માત્ર 2 જ ભિખારી છે. મણિપુર અને પશ્ચિમ બંગાળમાં મહિલા ભિખારીઓની સંખ્યા પુરૂષ ભિખારી કરતા વધારે છે.

પૂર્વોતરના રાજ્યમાં ભિખારીઓની સંખ્યા ખૂબ ઓછી છે. અરુણાચલ પ્રદેશમાં માત્ર 114 ભિખારી, નાગાલેન્ડમાં 124 અને મિઝોરમમાં માત્ર 53 ભિખારી છે. સંઘ શાસિત પ્રદેશ દમણ અને દિવમાં 22 ભિખારી અને લક્ષ્યદ્રીપમા માત્ર 2 જ ભિખારીની સંખ્યા છે.

ચેરિટી કમિશનર ૨ ટકા ફાળો વહીવટી ચાર્જ તરીકે ધાર્મિક સંસ્થા પાસેથી વસૂલે છે. ચેરિટી કમિશનર કચેરી પાસે રૂ.130 કરોડ પડેલા છે. જે રકમ ભિખારી પુનઃ નિર્માણ માટે કરવામાં આવતો નથી.

વર્ષે 4 હજાર ધાર્મિક સ્થાનો બને છે

ગુજરાતમાં દર વર્ષે 4 હજાર નવા ધાર્મિક સ્થાનો બની રહ્યાં છે. શાળા અને કોલેજનો ભારતમાં ગુજરાતનો હિસ્સો 4.42 ટકા છે. આમ આપણી સંપત્તિ ધાર્મિક સ્થળ તરફ વધી રહી છે. પણ શિક્ષણ આપતાં મકાનો એટલાં વધતાં નથી. તેથી ભિખારી વધી રહ્યાં છે.

ભિક્ષુક ની:સહાય તો હતા પરંતુ હવે નિરાધાર બનવા ગયા છે. ગરીબ ભિક્ષુક માટે કઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. સરકારે તેમને રહેવા જમવાની તેમજ કોઈ બીમાર હોય તો તેની સારવારની વ્યવસ્થા કરવી જોઈએ. જાતે મહેનત કરે તે માટે રોજગારી આપવી જોઈએ. allgujaratnews.in[:]