[:gj]ભાજપના જવાહરે કહ્યું તેને કોંગ્રેસના નેતાએ ટિકિટ આપી [:]

[:gj]ગુજરાત કોંગ્રેસના નેતાઓ કેવા ખરીદી શકાય છે તેનું જીવતું ઉદાહરણ જૂનાગઢના ભીખાભાઈ જોશી છે. તેમણે જાહેર કર્યું છે કે, કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા જવાહર ચાવડા કે જે 24 કલાકમાં રૂપાણી સરકારમાં પ્રધાન બની ગયા હતા તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેથી માણાવદરની બેઠક પર પેટા ચૂંટણી થવાની હતી. જેમાં જીતી શકે એવા ઉમેદવારનું નામ ભીખાભાઈ જોષીએ આપ્યું હતું. પણ તે નામ ફગાવી દઈને જવાબહ ચાવડાએ હારે એવા ઉમેદવારનું નામ કોંગ્રેસના નેતાને આપ્યું અને જવાહર ચાવડા ભાજપમાંતી ચૂંટાઈ આવ્યા હતા. આમ કોંગ્રેસના નેતાઓએ ભાજપના જવાહર ચાવડા સાથે શોદાબાજી કરી લીધી હતી. જેને ખરીદી પણ કહી શક્યા છે. ભાજપના ઉમેદવાર જવાહરે કહ્યું તે ઉમેદવારને કોંગ્રેસે ટિકિટ આપી હતી.

હવે આ આરોપો સીધા અમિત ચાવડા અને અર્જુન મોઢવાડિયા પર લાગુ પડે છે. કોંગ્રેસના નેતાઓ કેવા ખૂટલ અને ફૂટલ છે તે આ ઘટના કહી જાય છે. કોંગ્રેસના સંનિષ્ઠ ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ આરોપ મૂક્યો તે કોંગ્રેસના અમિત ચાવડા માટે આકરો છે. પણ મગરની ચામડી જેવા નેતાઓને તેની કોઈ અસર થવાની નથી.

ભીખાભાઈએ પોતાન વિસ્તારમાં ચાવડાને ઓછા મત મળે તે માટે નક્કી કરી લીધું હતું. તેથી જવાહરે તેમના વિસ્તારમાં 100 કાર અને ફોજ ઉતારી દીધી હતી. તેમ છતાં તેમણે કોંગ્રેસને આ વિસ્તારમાં વધું મત અપાવ્યા હતા.

આમ ભાજપ સંનિષ્ઠ ધારાસભ્ય ખરીદી કરી ન શક્યા ત્યારે કોંગ્રેસના ઉપરના નેતાઓને ફોડી નાંખવામાં આવ્યા અને જવાહર ચાવડા જીતે તે માટે ટિકિટ આપવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્યએ જાહેરમાં મૂકેલો આરોપ ગુજરાત કોંગ્રેસના નેતાઓ માટે શરમજનક છે. આ અંગે અમિત ચાવડાએ તુરંત જાહેરમાં સ્પષ્ટતા કરવી જોઈએ.

જે અગાઉ થયું તે હવે જુનાગઢમાં થઈ રહ્યું છે. જુનાગઢમાં કોગ્રેસના હારે એવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. તે અંગે નાગરિકો કોંગ્રેસને કોષી રહ્યાં છે.[:]