[:gj]મારી છાતીમાં હાથ નાંખી મારી છેડતી કરી – લોકસભાના ઉમેદવાર રેશ્મા પટેલ [:]

[:gj]ગુજરાતનું રાજકીય વાતાવરણ અત્યંત નીમ્ન કક્ષાએ જઈ પહોંચ્યું છે. ભાજપને હાર જણાતાં તેમણે હુમલાઓ તો કરાવ્યા પણ એક મહિલા ઉમેદવારની છાતીમાં હાથ નાંખીને તેની છેડતી કરવામાં આવી હતી. જ્યારે સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલ પર હુમલો કરાયો હતો. આ બન્ને ઘટનામાં ભાજપનો હાથ હોવાનું માનવામાં આવે છે.

એવા સમયે હુમલો થયો કે જ્યારે કોંગ્રેસના કપીલ છીબ્બલ અમદાવાદમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદીના કૌભાંડો જાહેર કરી રહ્યાં હતા. તેથી તેમના કૌભાંડો કોઈ ટીવીમાં બતાવાય નહીં અને મુદ્દો હુમલા અને છેડતી તરફ ડાયવર્ટ થાય તો લોકો સુધી એ વાત ન પહોંચે કે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ કેવા કૌભાંડો કર્યા હતા. નોટબંધીમાં વિદેશથી રૂ.1 લાખ કરોડની નકલી નોટો છાપીને દેશમાં ઘુસાડી દેવાનો અને અબજો રૂપિયા જુની નોટો 40 ટકા કમીશન લઈને બદલી આપવાનો પર્દાફાશ કપીલ છીબલ્લે કર્યો હતો. તેની થોડી મિનિટો પહેલા રેશ્મા પર છેડતી કરી અને હાર્દિક પર હુમલો થયો હતો તે જ સમાચાર બધે જોવાયા પણ ભાજપના નેતાઓના કૌભાંડના સમાચાર દબાઈ ગયા હતા.

ગુજરાતની માણાવદર વિધાનસભાની બેઠક પરથી NCPમાંથી ચૂંટણી લડી રહેલા રેશમા પટેલ જૂનાગઢના વંથલી રોડ પર પ્રચાર કરતા હતા ત્યારે ભાજપના કાર્યકરો દ્વારા રેશમા પટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. રેશમા પટેલને પ્રચાર ન કરવાની ધમકી આપવામાં આવી હતી. હુમલો થયા બાદ રેશમા પટેલને સારવાર માટે હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન રેશમા પટેલે જણાવ્યું હતું કે, અમે પ્રચાર કરતા હતા ત્યારે ભાજપના કાર્યકર્તાઓ ત્યાં હતા. એને મારી સાથે પેલા છેડતી કરી છે બોલીને એટલે મેં કહ્યું ભાઈ અમે પ્રચાર માટે આવ્યા છીએ, તમે ભલે ભાજપના હોય તમે આવી રીતે ના બોલો એટલે તેને મારી બાજુમાં આવીને મારી છાતી પર હાથ માર્યો અને એની મુઠી મારા ગાળા પર વાગી અને મારી છાતી પર હાથ મારીને કહે કે, બોવ પાવર છે 200 જણાના લઇને હમણાં પતાવી દવ એમ કહીને હાથાપાઈ થઈ અને એવી રીતે એને મારા પર હુમલો કર્યો. પછી મારી ટીમ આવી ગઈ એટલે એ લોકોએ મારાથી પેલા ભાઈને દૂર કર્યા અને કહ્યું કે, તમે મહિલા પર હુમલો કેમ કરો છો. એ કોઈ દીપક વડાલીયા કરીને કોઈ ભાજપના હતા પછી એને ભાજપ વાળા લઇ ગયા

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસોની વાર છે, ત્યારે તમામ રાજકીય પક્ષ દ્વારા પ્રચાર અને પ્રસાર જોર શોરથી કરવામાં આવે છે. કેટલીક વાર નેતાઓને પ્રચાર સમયે કડવા અનુભવ પણ થાય છે. કેટલીક જગ્યા પર લોકો ડાયરામાંથી નેતાઓને ભગાડે છે, તો કેટલાક ગામડાઓમાં લોકો નેતાઓનો વિરોધ કરે છે. ત્યારે

 [:]