[:gj]હાર્દિક પટેલ માટે તમામની સહાનુભૂતિ, દિનેશ મદદે દોડી આવ્યા [:]

[:gj]હુમલા બાદ હાર્દિક પટેલે કહ્યું હતું કે, પૈસા દઇને કોઇ ભાજપના લોકો આવ્યા હોય અને મારી પર આવું કર્યું છે, કોઇ ચિંતા નથી. અમે તેને ના પાડી અને ગામના લોકોને પણ અમે કહ્યું રહેવા દો, આવા લોકો તો ગુજરાતમાં છે ઘણા બધા, જે ભાજપના કહેવાથી પૈસા લઇને આવતા હોય છે.

હું પોલીસને પણ કહું છું અને ગામના લોકોને પણ કહું છું કે, આવા લોકો જોડે તમે કોઇ બબાલ ન કરો. આવા લોકોને છોડી દો, તેમને માફ કરી દો. જો ખરેખર તે વ્યક્તિ દિલથી આવ્યો હોય તો સવાલ કરે ને ભાઇ, આ તો આતંકવાદી જેવું કર્યું, ભાજપ જેવું કૃત્ય કર્યું છે, જે હુમલા કરવા. આ તો સારું છે કે, એ બંદૂક લઇને નથી આવ્યો, નહિતર મને લાગે છે મને ગોળી મારવા આયો હોત. મારી હત્યા કરવા માટે તે આવ્યો હોય એવું તેનું વર્તન હતું.

આ ઘટના બાદ ગામવાસીઓએ થપ્પડ મારનાર વ્યક્તિની ધોલાઇ કરી હતી, પરંતુ હાર્દિકે કહ્યું કે એણે જે કર્યું તેને માફ કરી દેવો જોઇએ. આવા લોકો જોડે બબાલ કરશો નહીં. મારી ઇચ્છા છે કે, તેના પર કોઇ કાર્યવાહી કરવી નથી. પરંતુ હું જાણ ચોક્કસ કરીશ કે કાલે આવીને મને કોઇ ગોળી આવીને મારી દે તો જવાબદારી કોની રહેશે.

પોલીસનું ગુનેગારની તરફેણમાં નિવેદન

હાર્દિક પટેલને સુરેન્દ્રનગરના બદલાણા ગામે સભા દરમિયાન એક વ્યક્તિએ સ્ટેજ પર ચડીને લાફો માર્યો હતો. ત્યારબાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મહિલાઓએ લાફો મારનાર તરુણ ગજ્જર નામના ઇસમને ઢોર માર માર્યો હતો. ગજ્જરને લોકોથી છોડાવીને સારવાર મારે હોસ્પિટલ ખસેડ્યો હતો. ઘટના બાદ હાર્દિક પટેલે વઢવાણ પોલીસ સ્ટેશનમાં તરુણ ગજ્જર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.

સુરેન્દ્રનગરના SP મહેન્દ્ર બગડાએ જણાવ્યું હતું કે, કડી તાલુકાના તરુણ મનુ ગજ્જર નામના આરોપીએ હાર્દિક પટેલને લાફો માર્યો હતો. એમની પ્રારંભિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, એ કહે છે કે, જ્યારે પાટીદાર અંદોલન ચાલતું હતું ત્યારે 14 પાટીદાર શહિદ થયા તેમનો તમે ભોગ લઈ લીધો અને તમે પાછા હેલિકોપ્ટરમાં ફરો છો, કોંગ્રેસમાં જોડાય ગયા છો. જ્યારે પાટીદાર આંદોલન ચાલતું હતું, ત્યારે મારી વાઈફ પ્રેગનેન્ટ હતી અને અમને અગવડતા પડી, જ્યારે અમે તેને કલોક હોસ્પિટલમાં લઇ જતા હતા ત્યારે એક-બે કલાક રોકવાના કારણે મારી પત્નીને ખૂબ જ પેઈન થયું અને બીજું કે, જ્યારે એમનો દીકરોબીમાર હતો ત્યારે એને લઇ જતા હતા ત્યારે પણ અગવડતા પડી હતી. હું કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો નથી અને આ ખરેખર અમારો વ્યક્તિગત મામલો છે. તેને બે વાર અગાઉ પણ પ્રયાસ કર્યા હતા.

હાર્દિકના સમર્થનમાં દિનેશ બાંભણીયા

હાર્દિક પટેલના એક સમયના સાથિદાર દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે, આ હુમલાને હું વખોડું છું, આવી રીતે કોઈ પણ વ્યક્તિ પર હુમલો કરવોએ વ્યાજબી નથી. તમારા વિચારોને મતભેદ હોઈ શકે પરંતુ કોઈની સાથે વ્યક્તિગત દુશ્મનાવટનો જાહેર મંચ પરથી લેવો બિલકુલ ખોટી વાત છે. પરંતુ પાટીદાર સમાજના આગેવાન તરીકે અને પૂર્વ મારા સાથી મિત્ર તરીકે હાર્દિક પટેલના સમર્થનમાં છીએ. આજે જે વિરોધ કરવામાં આવ્યો છે, તે ફક્ત કોંગ્રેસના મંચ પરથી કરવામાં આવ્યો છે. એટલા માટે આ રાજકીય કિન્નાખોરી હોય શકે છે. યુવકના કપડા પણ ફાડી નાખ્યા હતા.

લાલજી પટેલે ધટનાને વખોડી

કડી કલોલના નિવાસી અને સરદાર પટેલ ગ્રુપ(SPG)ના લાલજી પટેલે કહ્યું હતું કે, અમારા આંદોલનકારીઓએ કહેલું કે અમે કોઇ પાર્ટી સાથે જોડાઇશું નહીં, એટલે જ્યારે હાર્દિક કોંગ્રેસની અંદર જોડાયો એટલે, સ્વાભાવિક છે કે, સામેની પાર્ટી તરફથી વિરોધનો સામનો કરવો પડે. જ્યારે કોઇ બીજા કોઇ પક્ષમાં જોડાય ત્યારે સામેવાળી પાર્ટી વિરોધનો સામનો કરવો પડે. મને એવું લાગે છે કે, રાજકીય રીતે થયું હોય, તેવું લાગે છે. પરંતુ આખા સમાજની અંદર આનું દુખ થાય. પાટીદારના કોઇપણ આગેવાનને આવી રીતે જાહેરમાં મંચ પર લાફો મારવામાં આવે, એટલે સમગ્ર પાટીદાર સમાજનું આ રીતે અપમાન થયું હોય તેવું મને લાગે છે.

વરુણ પટેલે શું કહ્યું

કેટલાક નેતાઓ આ ઘટના પાછળ ભાજપનો હાથ ગણાવી રહ્યા છે. ભાજપમાં નેતા વરુણ પટેલે જણાવ્યું હતું કે, પહેલા તો હું આવા હુમલાને વખોડું છું. ગુજરાતની રાજનીતિમાં આવી હિંસા કે, આવા વિરોધનો ક્યાય અવકાશ છે જ નહીં. આ બાબતે મારી લાગણી પૂરેપૂરી હાર્દિક સાથે જોડાયેલી છે. પણ ફરીથી એક વાત હું સ્પષ્ટ કરું છું કે, ગુજરાતની રાજનીતિમાં આવી હિંસાને કોઈ અવકાશ નથી. ચાહે એ હાર્દિક હોય ભાજપ હોય કે, કોંગ્રેસ હોય. આ વાતમાં કોંગ્રેસે પણ કોઈ રાજનીતિ કરવી ન જોઈએ.

સલામતી આપો

કોંગ્રેસે આ ઘટનાને વખોડી નાખી હતી અને ભાજપ પર આરોપ લગાવ્યા હતા. આ ઘટનાને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીએ ગુજરાતના ચીફ ઇલેક્ટોરલ ઓફિસરને પત્ર લખીને ઇલેક્શન કમિશનને ડિમાન્ડ કરી છે કે, હાર્દિક પટેલની Y+ સિક્યોરિટી હતી, તેને પાછી લાગુ કરી દેવામાં આવે.

અલ્પેશ ઠાકોર

અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, જે ઘટના બની છે તેની કડકમાં કડક શબ્દોમાં આલોચના કરું છું અને વખોડું છું. રાજકારણનું સ્તર નિમ્ન દિશા તરફ જઈ રહ્યું છે. ખૂબ નીચી કક્ષાએ રાજનીતિ જઈ રહી છે. આવી રાજનીતિને હું કડકમાં કડક શબ્દોમાં વખોડું છું અને આવા જે બનાવ બની રહ્યા છે તે ગુજરાતની સભ્યતા નથી. 14 પાટીદારોવાળી ઘટના આજે 3 વર્ષ થયા છતાં લોકો ભૂલી નથી શકતા, 50 હજાર કરતા વધારે લોકો પર કેસ થાય એ ભૂલી નથી શકતા.[:]