[:gj]વાયુ વાવાઝોડા અંગે સરકારે કરેલી કામગીરીની તમામ વિગતો [:]

[:gj]વાયુ વાવાઝોડું : સાંજે ૭-૦૦ કલાક સુધી
દશ હજારથી વધુ યાત્રાળુઓને
સૌરાષ્ટ્ર વિસ્તારના યાત્રાધામમાંથી
વતન તરફ સલામત રીતે પહોંચાડતું એસ.ટી.તંત્ર

.. .. .. .. .. ..

તા.૧૧/૬/૨૦૧૯ના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ‘વાયુ’ વાવાઝોડુ ત્રાટકવાની ભીતિને
ધ્યાને લઇ, તંત્ર સાબદુ કરવા માટે અપાયેલ સુચના અન્વયે સૌરાષ્ટ્ર વિસ્તારના પ્રવાસી સ્થળોના ડેપો
મેનેજરશ્રીઓ દ્વારા જાહેરાત કરી પ્રવાસી યાત્રાળુ સંઘોને તકેદારીના ભાગરૂપે પોતાના ગંતવ્ય સ્થાને જવા
માટે બસની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તે મુજબ બહોળા પ્રમાણમાં જાહેરાત કરવામાં આવેલ છે જે

અન્વયે યાત્રાળુઓ પોતાના વતનમાં જવા માટે એસ.ટી.નિગમ દ્વારા ૨૭૧ ટ્રીપો મારફતે કુલ ૧૦૪૧૯ જેટલા
પ્રવાસીઓને પોતાના વતન તરફ સલામત રીતે પહોંચાડવામાં આવેલ છે જેની વિગત નીચે મુજબ છે.
યાત્રાધામ દ્વારકાથી ૩૪ ટ્રીપો દ્વારા ૧૨૪૪ પ્રવાસીઓને સલામત રીતે અમદાવાદ, વડોદરા, સુરત,
રાજકોટ, અમરેલી, ભાવનગર, હિંમતનગર જેવા સ્થળે પહોંચાડેલ છે. એજ રીતે સોમનાથથી ૧૫૧ ટ્રીપો દ્વારા
૫૮૫૪ પ્રવાસીઓને તેમજ પોરબંદરથી ૩૬ ટ્રીપો દ્વારા ૧૩૬૪ અને દીવથી ૫૧ ટ્રીપો દ્વારા ૧૯૫૭
પ્રવાસીઓને અમદાવાદ, ભાવનગર, વડોદરા, જૂનાગઢ, જામનગર, રાજકોટ વગેરે સ્થળોએ પહોંચાડવામાં
આવલ છે.
રાજ્યના ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય પર “વાયુ” વાવાઝોડાની ત્રાટકવાની
સંભાવનાને ધ્યાનમાં લઈને, માનનીય મુખ્યમંત્રીશ્રીના આદેશ અનુસાર રાજ્યના ઊર્જા વિભાગે વાયુ
વાવાઝોડાને કારણે ઊભી થતી કોઈ પણ પ્રકારની પરિસ્તિથિને પહોંચી વળવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ
કરી દીધેલ છે.
રાજ્યના ઊર્જા વિભાગ દ્વારા વાવાઝોડાને કારણે ઊભી થતી કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી
વળવા માટે રાજ્યના ઊર્જા વિભાગ દ્વારા કરવામાં આવેલ તૈયારીઓ અંગે વિગતો આપતા ઊર્જા મંત્રીશ્રીએ
જણાવ્યું હતું કે, રાજ્યની તમામ વીજ કંપનીઓની કોર્પોરેટ કચેરીઓ તેમજ વર્તુળ કચેરીઓ ખાતે ૨૪ કલાક
કાર્યરત આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર શરૂ કરી દેવામાં આવેલ છે. એટલુજ નહીં પરંતુ તમામ કોર્પોરેટ કચેરીઓ
તેમજ વર્તુળ કચેરીઓ ખાતેથી નોડલ અધિકારીઓ પરિસ્થિતિ પર પળે પળ ચાંપતી નજર રાખીરહ્યા છે.
મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં સંભવિત અસરગ્રસ્ત દરિયાકાંઠાના
વિસ્તારોમાં આવેલી વિભાગીય કચેરીઓ ખાતે સ્પેશિયલ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે.જેમાં ખંભાળિયા,

દ્વારકા, પોરબંદર, માંગરોળ, વેરાવળ, નખત્રાણા, માંડવી, ભુજ અને ગાંધીધામનો સમાવેશ થાય છે.તે જ
રીતે દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં આવેલી વિભાગીય કચેરીઓ ખાતે પણ સ્પેશિયલ કંટ્રોલ
રૂમ શરૂ કરવામાં આવેલ છે. મટીરીયલની જરૂરિયાતની આપૂર્તિ તાત્કાલિક કરી શકાય તે માટે રાજ્યની
તમામ વીજ કંપનીઓની કોર્પોરેટ કચેરીઓ તેમજ વર્તુળ કચેરીઓ ખાતે આવેલ માલસામાન માટેના સ્ટોરને
૨૪ કલાક માટે કાર્યરત કરી દેવામાં આવેલ છે તેમજ વીજ લાઇન કે ટ્રાન્સફોર્મરને નુકસાન થાય તો સત્વરે
વીજ પુરવઠો ચાલુ કરવા માટે જરૂરી તમામ માલસામાનનો પૂરતો સ્ટોક રાખવામાં આવેલ છે .માલસામાનને
સ્ટોરથી જરૂરિયાતવાળી જગ્યાએ તાકીદે પહોચાડવા માટે ટ્રક તેમજ અન્ય વેહિકલ સ્ટોર ઓફિસ પર તૈયાર

ઊર્જા વિભાગની સજ્જતા અંગે જણાવતા ઊર્જા રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે,
રાજ્યની ચારેય વીજ કંપનીઓની તમામ પેટા વિભાગીય કચેરીઓ ખાતે વાવાઝોડાને કારણે ઊભી થતી
કોઈપણ પરિસ્તિથિને પહોંચી વળવા માટે જુનિયર ઇજનેર સાથેની ટેકનિકલ કર્મચારીઓની વેહિકલ સાથેની
ટીમ તૈયાર રાખવામાં આવેલ છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત વીજ કંપનીમાંથી ૨૬, મધ્ય ગુજરાત વીજ
કંપનીમાંથી ૧૮ અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાંથી ૫ એમ કુલ ૪૯ ટીમ જેમાં પ્રત્યેક ટીમમાં એક
નાયબ/જૂનિયર ઇજનેર, ૩ ટેકનિકલ કર્મચારી અને પાંચ ટેકનિકલ કારીગરોનો વેહિકલ સાથે સમાવેશ થાય
છે તે તમામ ટીમ રાજકોટ ખાતે પહોંચી ગયેલ છે. આ ઉપરાંત તમામ વીજ કંપનીઓને ઇજનેરો અને
ટેકનિકલ કર્મચારીઓની અન્ય ૨૯૪ ટીમો તૈયાર રાખવામાં આવેલ છે. જેથી આવશ્યક્તા અનુસાર
જરૂરિયાતવાળી જગ્યાએ મોકલી શકાય.વીજ પુરવઠો ખોરવાઇ જવાના સંજોગોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત
કરવામાં વારિ-ગૃહો, દવાખાનાઓ, અગત્યની સરકારી કચેરીઓ, વાવાઝોડાના અસરગ્રસ્તોના આશ્રય સ્થાનો,
ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ જેવા સ્થળોને પ્રાથમિકતા આપવાની સૂચના પાઠવવામાં આવેલ છે. દરેક મહત્વના
સ્થળોએ ડીજી સેટની વ્યવસ્થા ઉપરાંત તમામ પ્રકારની કમ્યુનિકેશન સિસ્ટમ જેમકે પી એન્ડ ટી ફોન,
પી.એલ.સી.સી , વાયરલેસ. વગેરે તૈયાર રાખવામાં આવેલ છે .રાજ્યના તમામ પાવર સ્ટેશન ખાતે આગ
અને આકસ્મિક બનાવ ને પહોંચી વળવા અગ્નિશામક ટુકડીઓ જરૂરી સંશાધનો સાથે તૈયાર રાખવામાં

વાયુ વાવાઝોડું : રાત્રે ૮.૦૦ કલાક સુધી
વાયુ વાવાઝોડાને પહોંચી વળવા ઊર્જા વિભાગ સજ્જ :
ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે સજ્જતાની સમીક્ષા કરી

.. .. .. .. .. ..

ગમે તેવા સંજોગોને પહોંચી વળવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ

.. .. .. .. .. ..

૨૩ હજાર કિ.મી. કંડકટર્સ, ૨૭ હજાર ટ્રાન્સફોર્મસ, ૧૦ લાખ ઇન્સ્યુલેટર્સ, ૩૨ હજાર કોઇલ
સર્વિસ કેબલ સાથે વીજ કંપનીઓ વાવાઝોડાની સ્થિતિનો સામનો કરવા સજ્જ

રાજ્ય પર વાયુ વાવાઝોડાની ત્રાટકવાની સંભાવનાને ધ્યાનમાં લઈને, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ
રૂપાણીના માર્ગદર્શન અનુસાર અને ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલની સીધી દેખરેખ હેઠળ રાજ્યના ઊર્જા
વિભાગે ‘વાયુ’ વાવાઝોડાને કારણે ઊભી થતી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે
પીજીવીસીએલ તથા જેટકોના અધિકારીઓની સમીક્ષા બેઠક બોલાવી હતી.
આ બેઠકમાં કરવામાં આવેલી સમીક્ષા અનુસાર રાજ્યની તમામ વીજ કંપનીઓની કોર્પોરેટ કચેરીઓ
તેમજ વર્તુળ કચેરીઓ ખાતે ૨૪ કલાક કાર્યરત આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ચાલુ કરી દેવામાં આવેલ છે.
તમામ કોર્પોરેટ કચેરીઓ તેમજ વર્તુળ કચેરીઓ ખાતે નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવેલ
છે.તેમજ તમામ નોડલ અધિકારીઓ જિલ્લા અને તાલુકા લેવલના સત્તાધિકારીઓ સંકલન રાખીને તેમજ
કંટ્રોલ રૂમ સાથે સંપર્કમાં રહીને કોઈપણ પ્રકારના સંજોગોને પહોંચી વળવા ત્વરિત કાર્યવાહી હાથ ધરવા
સક્ષમ છે.પીજીવીસીએલ હેઠળ કુલ ૧૨ જિલ્લાઓમાં કુલ ૪૫ વિભાગીય કચેરીઓ તથા ૨૪૬ પેટા-વિભાગીય
કચેરી છે. તે પૈકી કુલ ૬ જિલ્લાઓમાં ૧૪ વિભાગીય કચેરીઓ હેઠળ ૭૦ પેટાવિભાગીય કચેરીઓ સંભવિત
અસરગ્રસ્ત થશે તેવી સંભાવના છે. જ્યારે ડીજીવીસીએલ હેઠળ કુલ ૦૭ જિલ્લાઓમાં કુલ ૧૯ વિભાગીય
કચેરીઓ તથા ૧૩૨ પેટા-વિભાગીય કચેરી છે. તે પૈકી કુલ ૪ જિલ્લાઓમાં ૯ વિભાગીય કચેરીઓ હેઠળ ૨3
પેટાવિભાગીય કચેરીઓ સંભવિત અસરગ્રસ્ત થશે તેવી સંભાવના છે.

તદુપરાંત સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલી વિભાગીય કચેરીઓ
ખાતે સ્પેશિયલ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. રાજ્યની તમામ વીજ કંપનીઓની કોર્પોરેટ કચેરીઓ
તેમજ વર્તુળ કચેરીઓ ખાતે આવેલ માલસામાન માટેના સ્ટોરને ૨૪ કલાક માટે કાર્યરત કરી દેવામાં
આવેલ છે તેમજ વીજ લાઇન કે ટ્રાન્સફોર્મરને નુકસાન થાય તો સત્વરે વીજ પુરવઠો ચાલુ કરવા માટે જરૂરી
તમામ માલસામાનનો પૂરતો સ્ટોક રાખવામાં આવેલ છે.
આ બેઠકમાં કરાયેલી સમીક્ષા સંદર્ભે મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, કુલ ૬૩૪ ટીમો
શક્યતાગ્રસ્ત વિસ્તારના ડિવિઝનોમાં રવાના કરેલ છે, જેમાં ૧૪૦ જે-તે વિસ્તારની ટીમો છે. જ્યાર ૧૫૦જે-તે
ડિવિઝનની કોન્ટ્રાક્ટર ટીમો છે. આ ઉપરાંત ૨૯૪ અન્ય વિસ્તારની કોન્ટ્રાક્ટર તથા ડીપાર્ટમેન્ટ ટીમો છે. અને
૪૯ અન્ય ડિસ્કોમની ટીમો છે.
રાજ્યમાં મરામત માટે ચાવી રૂપ માલસામાનની પુરતા પ્રમાણમાં ઉપલબ્ધી છે. તેની વિગતો
આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, હાલ વીજ કંપનીઓ પાસે કંડકટર – ૨૩૦૦૦ કી.મી., ટ્રાન્સફોર્મર –
૨૭૦૦૦ નંગ, ઇન્સ્યુલેટર – ૧૦ લાખ નંગ, જુદી-જુદી સાઈઝના ટ્રાન્સફોર્મર કેબલ – ૫૨૫ કી.મી., તેમજ
જુદી-જુદી સાઈઝના સર્વિસ કેબલ – ૩૨૦૦૦ કોઈલ અને પીએસસી પોલ: ૮૫૦૦ વિવિધ સાઈટ ઉપર

ઉપલબ્ધ છે. આ ઉપરાંત ૧૨૫૦૦ અલગ-અલગ પોલ ઝડપથી ઉપલબ્ધ થઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવાઇ
છે.
રાજ્યની ચારેય વીજ કંપનીઓની તમામ પેટા વિભાગીય કચેરીઓ ખાતે વાવાઝોડાને કારણે ઊભી
થતી કોઈપણ પરિસ્તિથિને પહોંચી વળવા માટે જુનિયર ઇજનેર સાથેની ટેકનિકલ કર્મચારીઓની વેહિકલ
સાથેની ટીમ તૈયાર રાખવામાં આવેલ છે. તદુપરાંત વધારાની ૪૯ ટીમ ટૂલ-ટેકલ તથા દરેક સાધનો સાથે
પણ તૈયાર રાખવામાં આવેલ છે. આ ઉપરાંત તમામ વીજ કંપનીઓને ઇજનેરો અને ટેકનિકલ કર્મચારીઓની
અન્ય ટીમો તૈયાર રાખવાની સૂચના પાઠવવામાં આવેલ છે. જેથી આવશ્યક્તા અનુસાર જરૂરિયાતવાળી
જગ્યાએ મોકલી શકાય.
વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં વારિ-ગૃહો, દવાખાનાઓ, અગત્યની સરકારી કચેરીઓ,
વાવાઝોડાના અસરગ્રસ્તોના આશ્રય સ્થાનો , ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ જેવા સ્થળોને પ્રાથમિકતા આપવાની
સૂચના પાઠવવામાં આવેલ છે. બધાજ વીજ ઉત્પાદક કરતાં પાવર સ્ટેશનોને તેઓના મશીન આકસ્મિક
સંજોગોમાં તુરંત ચાલુ થાય તેવી સ્થિતિ રાખવા સૂચના પાઠવવામા આવેલ છે, તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું
હતું.

'વાયુ' વાવાઝોડું:૨૦૧૯ : સાંજે ૬.૦૦ કલાકની સ્થિતિ

સંભવિત કોઇપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ

.. .. .. .. .. ..

રાજ્યના ૧૦ સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં
પ્રભારી મંત્રીશ્રીઓ અને પ્રભારી સચિવશ્રીઓ ખડેપગે

.. .. .. .. .. ..

 ૫૦૦ ગામડાઓમાંથી ૨.૧૫ લાખ નાગરિકોનું સ્થળાંતર : ૨૦૦૦ આશ્રયસ્થાનો કાર્યરત
 એન.ડી.આર.એફ.ની ૩૩ ટીમો કાર્યરત, એસ.ડી.આર.એફ.ની ૯ ટીમો, આર્મીની ૧૧
કોલમ, બી.એસ.એફ.ની ૨ કંપની, એસ.આર.પી.ની ૧૨ કંપની તથા ૩૦૦ મરીન કમાન્ડો
સ્ટેન્ડબાય

 તા.૧૩-૧૪ દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારમાં અવરજવર ન કરવા અપીલ : બહારથી
લોકોએ ત્યાં જવું નહીં.
 સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાંપતી નજર રાજ્ય સરકાર રાખી રહી છે : કોઇ જાન
માલને નુકશાન ન થાય તેવી પ્રતિબદ્ધતા
 વીજ પુરવઠો, માર્ગોને જો નુકશાન થાય તો યુદ્ધના ધોરણે પૂર્વવત કરાશે.
 ૧૦ હજારથી વધુ પ્રવાસીઓને પ્રવાસન સ્થળેથી પરત ખસેડાયા

.. .. .. .. .. ..

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રવેશી રહેલ વાયુ
વાવાઝોડાની ઝડપમાં વધારો થયો છે અને વેરાવળથી દ્વારકા વચ્ચે કલ્યાણપુરથી પ્રવેશે તેવી શક્યતા છે.
વાવાઝોડાની તીવ્રતા ૧૫૦ થી ૧૬૫ કિ.મી.ની રહેવાની સંભાવના છે જેને ધ્યાને લઇને રાજ્યના સમગ્ર
દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાંપતી નજર રાખીને સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. વાવાઝોડાની
ગંભીરતાને ધ્યાને લઇને આ દિવસો દરમિયાન નાગરિકોએ બહાર અવરજવર ન કરવા બહારથી નાગરિકોને
આ વિસ્તારોમાં ન જવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા અપીલ કરાઇ છે.

શ્રી પંકજ કુમારે વધુ વિગતો આપતા ઉમર્યું કે, આજે સવારથી વાયુ વાવાઝોડા સંદર્ભે રાજ્ય સરકારે
ઘનિષ્ઠ કામગીરી શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ
પટેલ, મુખ્ય સચિવ શ્રી ડૉ. જે.એન.સિંઘ સહિત ઉચ્ચ અધિકારીઓએ સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના
વહીવટી તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરીને પૂરતી તકેદારી રાખવા સૂચનાઓ આપી હતી.
રાજ્યના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં પ્રભારી મંત્રી અને પ્રભારી સચિવશ્રીઓ ખડેપગે તૈનાત છે.
તેમણે ઉમેર્યું કે, અસરગ્રસ્ત જિલ્લાઓમાં સ્થળાંતરની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સાંજે
૬.૦૦ કલાક સુધીમાં ૫૦૦ ગામડાઓમાંથી ૨.૧૫ લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવામાં
આવ્યા છે અને ૨૦૦૦ આશ્રય સ્થાનોમાં તેમના માટે રહેવાની, જમવાની અને પીવાના પાણીની પૂરતી
વ્યવસ્થા કરી દેવાઇ છે. રાત્રીના સમયે પોલીસ વિભાગ દ્વારા કોમ્બિંગ નાઇટ કરવામાં આવશે. જેમાં
નાગરિકોને સલામત સ્થળે ખસી જવા પણ અપીલ કરાશે. સ્થાનિક સ્વૈચ્છિક સંથાઓ અને વહીવટી તંત્ર દ્વારા
આશ્રયસ્થાનો પર પૂરતી વ્યવસ્થાઓ પણ કરાઇ છે.
શ્રી પંકજકુમારે કહ્યું કે, સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં જાનમાલને નૂકસાન ન થાય તે માટે
NDRFની ૩૩ ટીમો, SDRFની નવ ટીમો, (જેમાં એક ટીમમાં ૯૦ થી ૧૦૦ વ્યક્તિ હોય છે.) આર્મીની ૧૧
કોલમ, BSFની બે કંપની, SRPની ૧૪ કંપની તથા મરીન ૩૦૦થી વધુ કમાન્ડો તહેનાત કરી દેવાયા છે. તે

ઉપરાંત એરફોર્સ દ્વારા ૯ હેલિકોપ્ટરની ટીમો પણ પુરી પાડવામાં આવનાર છે. સાથે સાથે આ વિસ્તારમાં
વીજપુરવઠો ખોરવાય તો PGVCL કંપની દ્વારા પણ ઉર્જા મંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ યુદ્ધના ધોરણે
પૂરતી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે અને તેના પરિણામે યુદ્ધના ધોરણે વીજપુરવઠો પૂર્વવત કરી દેવાશે.
આ ઉપરાંત માર્ગોને પણ જો નૂકસાન થાય તો તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ સાધનો સહિત
પૂરતી વ્યવસ્થાઓ થકી ૫૦ ટીમો કાર્યાન્વીત કરી દેવાઇ છે. રસ્તા પરથી મોટા જોખમી હોર્ડિંગ્ઝ પણ ઉતારી
દેવાયા છે.
તેમણે કહ્યું કે આ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતાને લઇને ડી-વોટરીંગ પંપની પણ પૂરતી
વ્યવસ્થાઓ કરી દેવાઇ છે. સાથે સાથે વાવાઝોડાને પરિણામે ટેલિકોમ કોમ્યુનિકેશન ખોટવાય તો જે કંપનીનું
નેટવર્ક ખોટવાઇ જાય તે સમયે અન્ય કંપની પર સ્વીચ ઓવર કરી દેવાશે જેનો કોઇ અલગથી ચાર્જ
નાગરિકોને લાગશે નહિ.
તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આગામી ત્રણ દિવસ સુધી સમગ્ર વહીવટીતંત્ર કોઇપણ પ્રકારની
કેઝ્યુલીટી થાય નહીં તે માટે સજ્જ કરી દેવાયુ છે જેનાથી નાગરિકોએ કોઇપણ પરિસ્થિતિમાં ગભરાવાની
જરૂર નથી તેમ તેમણે ઉમેર્યુ હતું.

‘વાયુ’ વાવાઝોડાને લઇ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારો માટે

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે લાખ ફુડ પેકેટ તૈયાર કરાયા

…………….

‘વાયુ’ વાવાઝોડાને લઈ ગુજરાતના સૌરાષ્ટ્ર – કચ્છ વિસ્તારની સંભવિત સ્થિતિમાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડેના માર્ગદર્શન હેઠળ બે લાખ ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.

આ બે લાખ ફુડ પેકેટ લાંબા સમય સુધી રહી શકે અને બગડે નહી તેવા સૂકા નાસ્તાથી તૈયાર કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાત મુજબ ઝડપથી પહોંચે તેનું આયોજન જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

‘વાયુ’સામે વહિવટી તંત્ર સાબદું, સંભવિત વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોમાંથી 1
લાખથી વધુનું સ્થળાંતર
સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનાર તરફ 140થી 150 કિલોમીટર ઝડપે વધે છે: એસટી
બસો અને ખાનગી વાહનો દ્વારા સ્થળાંતર કરાઈ રહ્યું છે: લોકોને મંદિરો, સામાજીક
સંસ્થાઓ અને સેલ્ટર હોમમાં ખસેડાઈ રહ્યા છે
જૂનાગઢ
નવાયુથવાવાઝોડું રૌદ્ર રૂપ ધારણ કરીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને
140થી 150 કિલોમીટરની ઝડપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું પહોંચશે ત્યારે તેની
ઝડપ 165 કિમી થવાની સંભાવના છે. વાવાઝોડું વેરાવળથી 340 કિલોમીટર દૂર છે
અને તેની તીવ્રતા વધી રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છના પ્રભાવિત થનાર જિલ્લામાંથી
મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવાની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા આરંભી
દેવાઈ છે. અંદાજે એક લાખથી વધુ લોકોનું સ્થળાંતર શરૂ થઈ ગયું છે. સાથે જ
એનડીઆરએફની 51 ટીમને તહેનાત કરાઈ છે. ત્યારે વાવાઝોડાની અસર તળે
સુસવાટા મારતો પવન ફૂંકાવા લાગ્યો છે અને વરસાદ પણ પડી રહ્યો છે. વાયુ
વાવાઝોડાને લઈને વેરાવળમાં નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપતી ગાડી ફરી
રહી છે અને તાકીદે વિસ્તાર છોડી દેવાની સૂચનાઓ આપી રહી છે.
રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સવારે 10 વાગ્યા સુધીમાં 1786 લોકોનું સ્થળાંતર
કરાયું હતું. જેમાં ગોંડલમાંથી 106, જેતપુરમાંથી 271, ધોરાજીમાંથી 672 અને
ઉપલેટામાંથી 425 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતાજૂનાગઢ જિલ્લાના માંગરોળ
તાલુકાના સેરિયાઝ બારામાંથી 400થી વધુ લોકોને એસટી બસમાં શારદાગ્રામ
સ્થળાંતર કરાઈ રહ્યું છે. એસટી પોરબંદર જિલ્લામાં લોકોને સલામત સ્થળે ખસેડવા
માટે 130 શેલ્ટર હોમ બનાવાયા 35 હજાર લોકોનું સ્થળાંતર કરાશે.
ઉનાના 50 ગામના 6665 લોકોનું સ્થળાંતર
વાયુ વાવાઝોડાને લઇને તંત્ર સજ્જ થયું છે. ઉનામાં એનડીઆરએફની ટીમ પહોંચી
ગઇ છે સાથોસાથે સ્થાનિક પ્રાશાસન પણ કામે લાગ્યું છે. પોલીસ અને

એનડીઆરએફની ટીમે ઉનાના 50 ગામના 6665 લોકોનું સ્થળાંતર કરવાની
કામગીરી આરંભી દીધી છે. તેમજ જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં પોલીસ દ્વારા
150થી વધુ લોકોનું સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડ્યા છે. ઉનામાં
એનડીઆરએફની ટીમ દરિયા વિસ્તારના ગામોમાં જઇ લોકોને સલામત સ્થળે ખસેડી
રહ્યા છે. દિવના નીચાણવાળા વિસ્તારોમાં પણ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું
છે.
વેરાવળના 630 લોકોનું સ્થળાંતર કરાવાયું: મામલતદાર
ઉનાના મામલતદાર દેવકુમાર આંબલીયાએ ઉશદુફઇવફતસફિ સાથેની વાતચીતમાં
જણાવ્યું હતું કે, હાલ હું દરિયાકાંઠાના ગામડાઓમાં ફરી રહ્યો છું. જેમાં કાચા મકાન
અને ઝુપડપટ્ટીમાં રહેતા હોય તેવા લોકોનું સ્થળાંતર હાથ ધર્યું છે. મારા અન્ડરમાં
વેરાવળના 17 ગામો છે. જેમાં અત્યાર સુધીમાં 11 ગામના 630 લોકોનું સ્થળાંતર
કરી પ્રાથમિક શાળામાં સલામત સ્થળે ખસેડી દીધા છે. મધ્યાહન ભોજનના સંચાલકો
આ લોકોને ફૂડ પેકેટ આપશે તેમજ 10 હજાર ફૂડ પેકેટ સામાજીક સંસ્થામાંથી આવશે
જે બપોરે અમે લોકોને આપીશું અને સાંજ મધ્યાહન ભોજનના રસોડામાં ગરમાગરમ
ભોજન બનાવી લોકોને જમાડીશું.વાયુ વાવાઝોડાને લઈને વેરાવળમાં નીચાણવાળા
વિસ્તારમાં એલર્ટ આપતી ગાડી ફરી રહી છે અને તાકીદે વિસ્તાર છોડી દેવાની
સૂચનાઓ આપી રહી છે.
જામનગરના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ સ્થળાંતર શરૂ
જામનગરના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા ગામડાઓમાંથી લોકોનું સ્થળાંતર
કરવામાં આવી રહ્યું છે. દરિયાકાંઠાના 25 ગામોના 13,300 લોકોનું સલામત સ્થળે
શહેરમાં શાળાઓ, કોમ્યનિટી હોલ અને વાડીમાં સ્થળાંતર કરવામાં આવયું છે. આખો
દિવસ સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે.

વાયુ વાવાઝોડા સામે આરોગ્ય વિભાગ પણ સજ્જ, 29 પીએચસીના ડોક્ટરો વાહનો
સાથે તૈનાત રહેશે
દરેક તાલુકા મથકમાં એક રેપીડ એક રેપીડ રિસ્પોન્સ ટીમ તૈનાત કરી દેવાઇ
વેરાવળ
વાયુ વાવાઝોડાની દહેશત વર્તાઇ રહી છે ત્યારે ગમે તે ઘડીમાં આરોગ્ય વિભાગ પણ
સજ્જ બન્યું છે. આ અંગે ગીરસોમનાથ જિલ્લા આરોગ્ય અધિકારી આચાર્યએ વાયુ
વાવાઝોડા બાદ શું કામગીરી કરવાની છે તે અંગે ઉશદુફઇવફતસફિ સાથે વાતચીત
કરી હતી. તેણે જણાવ્યું હતું કે, જિલ્લાના 29 ઙઇંઈ સેન્ટરના તમામ ડોક્ટરો વાહનો
સાથે અસરગ્રસ્ત વિસ્તારમાં તૈનાત રહેશે.
23 આરબીએસકેની ટીમ સાથે રહેશે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દર વર્ષે ચોમાસુ શરૂ થાય તે પહેલા 1 જુનથી જ
દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 173 પેટા કેન્દ્રો અને 200 આશાવર્કર બહેનો પાસે દવા
પહોંચી જ જતી હોય છે. પરંતુ વાયુ વાવાઝોડાને ધ્યાને લઇને સાંજે 29 પીએચસી
કેન્દ્રોના ડોક્ટરો મેડિકલ કિટો સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી જશે. સાથે 23
આરબીએસકેની ટીમ સાથે રહેશે.દરેક તાલુકા મથકમાં એક રેપીડ એક રેપીડ
રિસ્પોન્સ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. જેથી ઝડપથી સ્થળ પર પહોંચી શકે.
મેડિકલની કંઇ કંઇ વસ્તુઓ રાખવામાં આવી છે
મેડિકલની કંઇ વસ્તુઓ સાથે રખાઇ છે તેવા સવાલના જવામાં તેઓએ જણાવ્યું હતું
કે, ખાસ કરીને વાવાઝોડામાં લોકોને ઇન્જરી વધુ થતી હોય છે તેથી ડ્રેસીંગ કિટ,
પાણી પ્રદૂષિત થતું હોય એટલા માટે ક્લોરીનની ગોળીઓ, તમામ રોગોની પ્રાથમિક
દવાઓ, ટેથોસ્કોપ, બીપની ગોળીઓ તેમજ તમામ ઇન્સ્ટ્રુમેન્ટ પણ વાહનોમાં
રાખવામાં આવ્યા છે. 110 જગ્યાએ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યાં દરેક
જગ્યાએ મેડિકલ ઓફિસર જશે જેને સેલ્ટર હોમ કહેવાય.

મોદી-ક્રિષ્ના-પાઠક સ્કુલો સીલ: ભરાડ-ઉત્કર્ષ સ્કુલમાં ‘ડોમ’નો કચ્ચરધાણ
આખરે રાજકોટ મ્યુ.કોર્પોરેશન દ્વારા હથોડા વાળી: મોતનાં માચડાસમા ડોમ વાળી
સુરતની ઘટના અને ‘વાયુ’ વાવાઝોડાને પગલે સરકારની લાલ આંખ
મુખ્ય સમાચાર, રાજકોટ
સુરતની ઘટના અને ‘વાયુ’ વાવાઝોડાને પગલે મ્યુ.કોર્પોરેશન દ્વારા ફાયરના સાધનો
નહિ રાખનાર અને છાપરા બનાવેલ સ્કુલને સીલ લગાવવાની કાર્યવાહી આજ
સવારથી મ્યુ.કોર્પોરેશનની ટી.પી શાખા દ્વારા કરવામાં આવી રહી છે. જે અન્વેય
મોદી, પાઠક તથા ક્રિષ્ના સ્કુલનાં ડોમ વાળા બિલ્ડીંગ સીલ કરવામાં આવ્યા છે.
જયારે અકિલા ભરાડ-ઉત્કર્ષ સ્કુલનાં છાપરા હટાવવામાં આવ્યા હતા. આ અંગેની
પ્રાપ્ત માહિતી મુજબ આવતી કાલે તા.13નાં વાવાઝોડાની સૌથી વધુ અસર રહેવાની
સંભાવના હોઈ આ દિવસે તમામ શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવા અને આ
ઉપરાંત વ્રુક્ષોને કારણે કોઈ અકસ્માત નાં થાય તેવા આશયથી શહેરના તમામ
બગીચાઓ પણ બંધ રાખવામાં આવ્યા છે.
જયારે શહેરમાં જે શાળાઓ અને ટયુશન કલાસીસમાં છાપરા બનાવેલા હોય અને
ફાયર બ્રિગેડના સાધનોનુ ચેકીંગ કરી અને નિયમ મુજબના ફાયર સેફટીના સાધનો
નહિ રાખનાર સ્કૂલ, કોલેજ, ટયુશન કલાસને સીલ કરી દેવા મ્યુ.કમિશ્નર બંછાનિધિ
પાની દ્વારા સૂચના આપવામાં કનિદૈ લાકિઅ આવી છે. જે અન્વેય આજે સવારે
મ્યુ.કોર્પોરેશનની ટી.પી શાખા અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શહેરનાં ઇન્દ્રપ્રસ્થ
વિસ્તારમાં આવેલ મોદી સ્કુલની ત્રણ બિલ્ડીંગ, ક્રિષ્ના હાયર સેક્ધડરી હાઇસ્કુલ,
પાઠક સ્કુલનાં છાપરાવાળા સ્થળો સીલ કરી દેવામાં આવ્યા છે. જયારે ઉત્કર્ષ સ્કુલ
અને ભરાડ સ્કુલના છાપરાઓ હટાવવામાં આવ્યા હતા. મ્યુ.કોર્પોરેશન દ્વારા હજુ
કાર્યવાહી ચાલુ છે.મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે,
શહેરમાં કાર્યરત્ત્મ સ્કૂલ્સ અને કલાસીસમાં અભ્યાસ કરતા છાત્રોની સુરક્ષા અને
સલામતી અંગે કોઈ બાંધછોડ કરવામાં નહિ આવે અને રાજકોટ મહાનગરપાલિકાના

વિવિધ ડીપાર્ટમેન્ટ સાથે સંલગ્ન એવા આવશ્યક તમામ ધારાધોરણોનું કલાસ અને
સ્કૂલ સંચાલકોએ પાલન કરવું પડશે.

રાજકોટમાં કાલે વહેલી સવારે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકશે, આજે સાંજ સુધીમાં 55
ગામના 3599 લોકોનું સ્થળાંતર
તમામ સરકારી કર્મચારીઓની રજા રદ કરાઈ, સ્ટેન્ડ ટુ રહેવા આદેશ: રાજકોટ
જિલ્લામાં વાવાઝોડું ધોરાજી કે ગોંડલ પંથકમાંથી પ્રવેશ કરશે: કોલેજોમાં ચાલતી
પરીક્ષા પણ નહીં લેવાય: સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટની તૈયારી
મુખ્ય સમાચાર, રાજકોટ
શહેર-જિલ્લામાં નવાયુથ વાવાઝોડું ત્રાટકવાના ભયે વહીવટી તંત્ર એલર્ટ થયું છે અને
સંભવત: નવાયુથ વાવાઝોડું રાજકોટ જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે 3.30 થી
4.30 વાગ્યા વચ્ચે ગોંડલ અથવા ધોરાજી પંથકમાંથી પ્રવેશે તેવી શક્યતા વ્યક્ત
થઇ રહી છે.
દરેક સ્કૂલોમાં એક-એક કર્મચારીને 24 કલાક હાજર રહેવાના હુકમ કરાયા
વાવાઝોડું ત્રાટકવાના ભયે બુધવારે સાંજ સુધીમાં ગોંડલ, જેતપુર, ઉપલેટા, ધોરાજી
અને જામકંડોરણા તાલુકાના 55 ગામોમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા 3599
લોકોને સલામત સ્થળે ખસેડવા તંત્રએ કવાયત આદરી છે. તેમજ ગાંધીનગરથી
આવેલા આદેશના પગલે 2 લાખથી વધુ ફૂડ પેકેટો તૈયાર કરવા વિવિધ સંસ્થાઓને
જવાબદારી સોંપાઈ છે.
સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળા-કોલેજોમાં બે દિવસની રજા જાહેર
વાવાઝોડાં ત્રાટકવાના ભયે રાજકોટ શહેર-જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં
બુધવાર અને ગુરુવાર એમ બે દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે તેમ
ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના વડા પ્રિયાંક સિંઘે જણાવ્યું હતું.
એનડીઆરએફની ટીમ શહેરમાં રહેશે કે તાલુકામાં તેનો આજે નિર્ણય થશે

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયે પરિપત્ર જારી કરી વાવાઝોડાની
આગાહીના પગલે વિદ્યાર્થીઓની સલામતી ધ્યાનમાં રાખી આગામી બુધવાર અને
ગુરુવારના રોજ સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં રજા જાહેર કરી દીધી
છે. તેમજ દરેક શાળામાં એક કર્મચારીઓને રાઉન્ડ ધ કલોક હાજર રહેવા અને પ્રાંત
કચેરી, મામલતદાર કે જિલ્લા વહીવટી તંત્ર તરફથી જે સૂચના મળે તે અનુસાર
સલામતી માટે સહયોગ આપવા આદેશ કર્યો છે.
પીજીવીસીએલની ટેક્નિકલ ટીમને એલર્ટ રહેવાના આદેશ જારી થયા
આ ઉપરાંત રાજકોટ શહેરમાંથી 150 જેટલા હોર્ડિંગ્સ ઉતારી લેવાયા હતા.
વીજપુરવઠો જાળવવા અને કોઈ વીજક્ષતિ જણાય તો નિવારણ કરવા
પીજીવીસીએલની ટેક્નિકલ ટીમને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કરાયા છે.
એનડીઆરએફના જવાનોને બોટ, લાઇફ જેકેટ, લાઇફ રિંગ, વોલ કટર, બ્રિધિંગ
એપ્રેટસ સેટ, ટેલી કટર, જીએમ સર્વેમીટર, માઇક્રો સર્વે મીટર, ઓટો ઇન્જેક્ટર સેટ,
એનબીસી ઓવરબુટસ સહિત 33 આઇટમોની કિટ સાથે રેસ્ક્યૂ કામગીરી માટે આવી
છે.
સૌરાષ્ટ્રના તમામ યાર્ડમાં એલર્ટ, બેડીમાં ગુરુ-શુક્ર આવક બંધ રહેશે
સૌરાષ્ટ્રના તમામ યાર્ડોમાં એલર્ટ જાહેર કરાતા ખેડૂતો સવારથી જ પોતાનો માલ
સલામત સ્થળે ખસેડવામાં લાગી ગયા હતા. બેડી યાર્ડમાં પૂરતી વ્યવસ્થા ન હોવાને
કારણે મગફળી, તલી, ઘઉં, એરંડા વગેરે વેપારીઓને ખુલ્લામાં રાખવા પડ્યા છે.
મંગળવારથી જ ખેડૂતોનો માલ પ્લેટફોર્મ પર ઉતારાઈ રહ્યો છે. બેડી યાર્ડના ચેરમને
ડી.કે.સખિયાએ કહ્યું કે, માલને કોઇ નુકસાન ન થાય તે માટે વાવાઝોડાની આગાહીને
કારણે યાર્ડમાં ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ માલની આવક બંધ જ રખાશે.
શહેરમાં જ્યાં જ્યાં ખાડા ખોદ્યા છે ત્યાં-ત્યાં બેરિકેડ કરવા આદેશ
શહેરમાં જુદા જુદા કામ અર્થે જ્યાં જ્યાં ખાડા ખોદવામાં આવ્યા છે ત્યાં બેરિકેડ કરવા
મ્યુનિસિપલ કમિશનરે આદેશ આપ્યા છે. શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં
વિજિલન્સ ટીમ દેખરેખ રાખશે. ખાનગી બાંધકામ હોય કે સરકારી વરસાદ કે

વાવાઝોડાને પગલે ખાડાઓમાં પાણી ભરાય અને કોઈ અકસ્માત ન સર્જાય તે માટે
જ્યાં જ્યાં ખાડા ખોદ્યા છે ત્યાં બેરિકેડ કરવા આદેશ અપાયા છે. મેડિકલની ટીમો પણ
તૈયાર રાખી છે. કોર્પોરેશનના અધિકારી-કર્મચારીઓની રજા પણ રદ કરી દેવાઈ છે.
અગમચેતી / જઝમાં ૠઙજ એક્ટિવ રાખી મોનિટરિંગ થશે
એસ.ટી. નિગમમાં પણ રાજ્યના દરેક ડિવિઝનમાં કંટ્રોલ રૂમ શરૂ કરવા અને દરેક
એસ.ટી બસની જીપીએસ સિસ્ટમ એક્ટિવ રાખી બસ ક્યાં અને કઈ પરિસ્થતિમાં છે
તેનું મોનિટરિંગ કરવા જણાવ્યું છે. એસ.ટી.ના ડ્રાઈવર-કંડક્ટરને પણ વધુ પાણી હોય
તેવા વિસ્તારમાં બસ નહીં લઇ જવા અને મુશ્કેલીના સમયમાં કંટ્રોલમાં જાણ કરવા
આદેશ આપી દેવાયા છે.
ફાયરમેનની પરીક્ષા 15મી સુધી મોકૂફ રહી
મહાનગરપાલિકાના ફાયરબ્રિગેડમાં 9 ફાયરમેનની જગ્યા માટે 3300થી વધુ
અરજીઓ આવી છે જેના માટે મંગળવાર સવારથી પરીક્ષા સહિતની પ્રક્રિયા શરૂ
કરાઈ હતી, પરંતુ રાજકોટમાં પણ વાયુ વાવાઝોડાની અસર થવાની સંભાવનાને
પગલે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ હવે પછીની પરીક્ષા 15 જૂન સુધી
સ્થગિત રાખવા આદેશ કર્યા છે.
13થી 15 જૂનનો શાળા પ્રવેશોત્સવ મુલતવી
રાજકોટ સહિત રાજ્યભરમાં આગામી 13થી 15 સુધી શાળા પ્રવેશોત્સવ યોજવાનો
નિર્ણય કરાયો હતો. જો કે, એમાં પણ વાવાઝોડું વિઘ્નરૂપ બન્યું છે. અરબી સમુદ્રમાં
સર્જાયેલા વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્ર તરફ ફંટાતા સ્કૂલોમાં બે દિવસની રજા જાહેર
કરવામાં આવી છે. જેના પગલે રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ મુલતવી રાખવાનો
નિર્ણય કરાયો છે.

વાવાઝોડા સામે સોમનાથ મંદિર સલામત, વિશિષ્ટ પ્રકારની ઊંયુ પદ્ધતિથી થયેલું
બાંધકામ રક્ષણ આપે છે

મંદિરનું બાંધકામ જ એ રીતે કરવામાં આવ્યું છે કે પવનના તોફાનને નૈસર્ગિક રીતે
ખાળી શકાય: મંદિર પરિસરમાં દર્શન નિયત સમય મુજબ ચાલુ, પણ યાત્રાળુઓ ન
આવે એ ઈચ્છનીય
વેરાવળ: સોમનાથ મંદિર માટે છેલ્લા ત્રણ દાયકામાં ત્રીજુ મોટું વાવાઝોડું છે.
મંદિરનો પાયો અત્યંત મજબુત અને મંદિરનું બાંધકામ પણ આ પ્રકારના વાવાઝોડા
સામે ટકી રહેવા સક્ષમ છે એવું સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી – સેક્રેટરી પી.કે. લહેરીએ
દિવ્યભાસ્કરને જણાવ્યું છે. તકેદારી માટે મંદિરની આસપાસના તમામ હાઈમાસ્ટ
ટાવર ઉતારી લેવામાં આવ્યા છે. બાંધકામ, સમારકામ તેમજ ધ્વજારોહણ માટે
બનાવેલ પ્લેટફોર્મ પણ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉતારી લેવાયા છે.
મંદિરના ટ્રસ્ટી જે.ડી.પરમારે પણ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં મંદિરના
બાંધકામની વિશિષ્ટતા વિશે માહિતી આપી હતી.
મંદિર સંકુલ ખુલ્લું છે પણ…
પી.કે.લહેરીના જણાવ્યા મુજબ, મંદિર સંકુલ અને સોમનાથ મહાદેવના દર્શન નિયત
સમય મુજબ થઈ શકે છે પરંતુ આવા સંજોગોમાં દર્શનાર્થીઓ આવવાનું ટાળે એ
ઈચ્છનીય છે. સાગરદર્શન સહિતના સોમનાથ ટ્રસ્ટ સંચાલિત ગેસ્ટહાઉસ, ખાનગી
હોટેલ્સ વગેરે માંથી યાત્રાળુઓ સોમવાર સાંજથી નીકળવાના શરૂ થઈ ગયા હતા
અને બુધવાર બપોર સુધીમાં ભાગ્યે જ કોઈ યાત્રાળુઓ સોમનાથમાં રોકાયા હતા.
મંદિર પરિસરથી પારસભવન સુધીના દરિયાકાંઠામાં અવરજવર સદંતર બંધ કરી
દેવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગઉછઋના જવાનો ઉપરાંત રાહત કામગીરી
સાથે સંકળાયેલ કર્મચારીઓના રહેવા-જમવાની સુવિધા કરવામાં આવી છે.
બાંધકામ વિશિષ્ટ છે
સોમનાથ મંદિરના ટ્રસ્ટી જે.ડી.પરમારે ઉશદુફઇવફતસફિ સાથેની વાતચીતમાં
જણાવ્યું હતું કે મંદિરનું બાંધકામ ઊંયુ પદ્ધતિથી કરવામાં આવ્યું છે. આ પદ્ધતિમાં
એક પથ્થરની અંદરની ખાંચમાં બીજો પથ્થર ફીટ થઈ જાય અને બીજા પથ્થરની
ખાંચમાં ત્રીજો પથ્થર હોય એ પ્રકારની રચના હોવાથી પવનના તોફાન સામે

મંદિરને નૈસર્ગિક રક્ષણ મળે છે. સોમનાથ મહાદેવની કૃપાથી આજ સુધી ક્યારેય
વાવાઝોડાંથી મંદિરને નુકસાન થયું નથી. આ વખતે પણ નહિ થાય એવી કરોડો
લોકોની શ્રદ્ધા છે. મંદિરના દર્શન અંગે તેમણે જણાવ્યું હતું કે, આજે મંદિરના દર્શન
નિયત સમય મુજબ ચાલુ છે પરંતુ આવતીકાલે સ્થિતિ જોયા પછી નિર્ણય લેવામાં
આવશે. તકેદારી સ્વરૂપે મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર સિવાયના તમામ દરવાજા બંધ
કરી દેવાયા છે. સોમનાથ ટ્રસ્ટ સંચાલિત ગેસ્ટહાઉસમાં થયેલા બૂકિંગ રદ કરીને
યાત્રાળુઓને તેની જાણ કરી દેવામાં આવી છે. હવે ખાસ યાત્રાળુઓ રહ્યા નથી. આ
સ્થિતિમાં યાત્રાળુઓ આવે એ ઈચ્છનીય પણ નથી.

ચક્રવાત વાયુને ધ્યાનમાં રાખીને ભારતીય નૌકાદળ સ્ટેન્ટબાય નોટિસ પર

નવી દિલ્હી, 12-06-2019

પશ્ચિમ નૌકાદળ કમાન્ડ, મુંબઈ મુખ્યાલય દ્વારા નીચેની પ્રારંભિક કામગીરીઓ શરૂ કરવામાં આવી છે, જેથી #CycloneVayu ની વિકસતી સ્થિતિ સામે તાત્કાલિક પ્રતિક્રિયા આપી શકાય:-

a) રાજ્યનાં વહીવટીતંત્ર, સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર અને ભારતીય તટરક્ષક દળ સત્તામંડળે માછીમારોને દરિયામાં આગળ વધવા સામે ચેતવણી જાહેર કરી છે અને તોફાની હવામાનની સ્થિતિ સામે જરૂરી તમામ આગોતરી સાવચેતીનાં પગલાં લીધા છે.

b) માનવીય સહાય અને આપત્તિ રાહત (એચએડીઆર) ઇંટો અને રાહતસામગ્રી નક્કી કરેલા જહાજો પર ચઢાવી દેવામાં આવી છે તથા ટૂંકી નોટિસમાં તૈનાત થવા માટે સજ્જ છે.

c) દરિયામાં ભારતીય નૌકાદળનાં જહાજો અને નિયમિત ઉડાન પર નીકળેલા વિમાન/હેલિકોપ્ટરોને દરિયામાં કાર્યરત માછીમારીનાં જહાજોને જાણકારી આપવાની અને તેમને દરિયાકિનારે પરત ફરવાની સલાહ આપવાની સૂચના આપવામાં આવી છે.

d) ભારતીય નૌકાદળની ડાઇવિંગ અને રેસ્ક્યુ ટીમો તથા રાહત સામગ્રીઓને સિવિલ ઓથોરિટીને જરૂર મુજબ સહાય માટે તૈયાર રાખવામાં આવી છે.

e) મુંબઈમાં ઇન્ડિયન નેવી હોસ્પિટલમાં તબીબી ટીમો અને સુવિધાઓને આકસ્મિક મેડિકલ સહાય માટે તૈનાત રાખવામાં આવી છે.

f) P8I અને IL વિમાનને જરૂર મુજબ SAR અભિયાનો હાથ ધરવા તૈનાત રાખવામાં આવ્યાં છે.

g) મુખ્યાલયો, ઑફશોર ડિફેન્સ એન્ડ એડવાઇઝરી ગ્રૂપે દરિયાકિનારાં તમામ પ્લેટફોર્મને ચક્રવાત “વાયુ” પર એડવાઇઝરી જાહેર કરી છે.

'વાયુ' વાવાઝોડુ:૨૦૧૯ : બપોરે ૪ કલાકની સ્થિતિએ
રાજ્યના ૧૦ સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી
કુલ ૧,૬૪,૦૯૦ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા

.. .. .. .. .. ..

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવ્યાનુસાર આજે તા.૧૨/૦૬/૨૦૧૯ના રોજ
બપોરે ૪.૦૦ કલાકની સ્થિતિએ 'વાયુ' વાવાઝોડાથી સંભવિત અસરગ્રસ્ત ૧૦ જિલ્લાઓમાં
૧,૬૪,૦૯૦ નાગરિકોનું સલામત સ્થળે સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું
છે.

રાજ્યના સંભવિત અસરગ્રસ્ત ૧૦ જિલ્લાઓમાં થયેલ સ્થળાંતરની વિગતો જોઈએ તો મોરબી
જિલ્લામાં ૪,૩૮૭, ભાવનગર જિલ્લામાં ૨૩,૨૬૭, જુનાગઢ જિલ્લામાં ૧૬,૦૧૩, ગીર સોમનાથ
જિલ્લામાં ૧૮,૦૫૮, જામનગર જિલ્લામાં ૧૧,૬૫૩, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨૮,૪૯૦, કચ્છ
જિલ્લામાં ૧૭,૯૮૨, પોરબંદર જિલ્લામાં ૧૯,૯૯૮, રાજકોટ જિલ્લામાં ૩,૪૩૬ અને અમરેલી
જિલ્લામાં ૨૦,૮૦૬ મળીને કુલ ૧૦ સંભવીત અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૧,૬૪,૦૯૦ નાગરિકોને
સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓની રહેવા-જમવા અને પીવાના પાણીની પુરતી
વ્યવસ્થા સ્થાનિક વહિવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી કરી દેવામાં આવી છે.

વાયુ વાવાઝોડું સંદર્ભે

નાગરિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઇ સૌરાષ્ટ્રના

પ્રવાસન યાત્રાધામોની એક્સપ્રેસ અને પ્રિમીયમ બસોની સેવા ત્રણ દિવસ માટે રદ

.. .. .. .. .. .. ..

રાજ્યમાં આવી રહેલ વાયુ વાવાઝોડાની સંભવિત વ્યાપક અને વિનાશક અસરને ખાળવા માટે તથા
અગમચેતીના ભાગરૂપે સૌરાષ્ટ્રના પ્રવાસન અને યાત્રાધામોની એક્સપ્રેસ અને પ્રિમીયમ બસોની સેવા
તા.૧૨/૦૬/૧૯ થી તા.૧૪/૦૬/૧૯ દરમિયાન રદ કરવાનો નિર્ણય કરાયો છે, એમ ગુજરાત રાજ્ય માર્ગ
વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવાયા અનુસાર વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઇને મુસાફરોના જાન અને
માલની સલામતીને લક્ષમાં લઇ નિગમ દ્વારા આ નિર્ણય કરાયો છે. આ બસોમાં નિગમની ઓનલાઇન
પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ દ્વારા રિઝર્વેશન કરાયેલ મુસાફરોને તેમના નોંધાવેલ મોબાઇલ નંબર ઉપર ‘બસ
રદ’ એવા એસ.એમ.એસ. દ્વારા જાણ કરી દેવાઇ છે અને રિઝર્વેશનની રકમનું ઓટો રીફંડ પણ તેમને
ઝડપથી મળે એવી વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. જેની નાગરિકોએ નોંધ લઇને સહકાર આપવા નિગમ દ્વારા
વિનંતી કરાઇ છે.

મુખ્યમંત્રીશ્રીએ સંભવિત ‘વાયુ’ વાવાઝોડાને પગલે
સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લા તંત્રવાહકો સાથે

વિડીયો કોન્ફરન્સ કરી સ્થિતીનો-સજ્જતાનો જાયજો મેળવ્યો

……

જાનમાલ નુકશાન-માનવહાનિ અટકાવવા શિફટીંગ-સ્થળાંતર એક માત્ર વિકલ્પ:-મુખ્યમંત્રીશ્રી

…..

વાવાઝોડાની તીવ્રતા-વેગ જોતાં દરિયા કિનારાથી ૧૦ કિ.મી. વિસ્તારના ગામોના કાચા-પાકા-
અર્ધપાકા મકાનોમાં રહેતા ૧૦૦ ટકા લોકોનું સ્થળાંતર કરવા સ્પષ્ટ સૂચનાઓ

……

વાવાઝોડાની તીવ્રતા સામે એટલી જ તીવ્રતાથી સલામતીના પગલાં-શિફટીંગથી
‘ઝિરો ટોલરન્સ-ઝિરો કેઝયુઆલિટી’ મંત્રથી પુરૂષાર્થ કરવાનો છે:-શ્રી વિજયભાઇ રૂપાણી

 

 NDRFની ૪૭ ટીમો ગુજરાત આવી ગઇ છે-લશ્કર પણ મદદમાં છે
 પ્રધાનમંત્રી કાર્યાલય – ગૃહમંત્રી કાર્યાલય ગુજરાત સરકારના સતત સંપર્કમાં રહી વિગતો મેળવે છે
 આગોતરી સલામતિ-સાવચેતી રૂપે સૌરાષ્ટ્રના હવાઇમથકો-પ્રવાસન યાત્રાધામોની બસ સેવા-દરિયાઇ
કાંઠાની રેલ્વે સેવા-બંદર ગાહો પર યાતાયાત સ્થગિત કરાયો
…….

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સંભવિત વાયુ વાવાઝોડાની તીવ્રતા અને પવનની
ગતિ, વરસાદનું જોર ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં દરિયાકિનારાથી ૧૦ કિ.મી. વિસ્તારના
ગામોમાં કાચા-અર્ધપાકા-પાકા મકાનોમાં રહેતા ૧૦૦ ટકા લોકોને સલામત સ્થળે શિફટ કરવા સંબંધિત
જિલ્લા કલેકટરોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સાથે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી
ઓપરેશન સેન્ટરમાંથી સૌરાષ્ટ્ર-કચ્છના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ સમીક્ષા બેઠક યોજીને સ્થિતીનો
જાયજો મેળવ્યો હતો.
શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા કે, આ વાયુ વાવાઝોડું બુધવારની મધ્યરાત્રી કે
ગુરૂવારની વહેલી સવારે ગુજરાત પર ત્રાટકવાની પૂરી શકયતાઓ છે. કલાકના ૧ર૦ કિ.મી.થી ૧પ૦-૧૬૦
કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઇ શકે તેમજ ભારે વરસાદ થવાની પણ સંભાવના છે. આ વાવાઝોડાની તીવ્રતા
સતત વધી રહી છે તેમજ મધ્યરાત્રીએ જ્યારે લોકો સૂતા હોય ત્યારે ત્રાટકવાનું છે તે ચિંતાનો વિષય છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, લોકોને અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના નાગરિકોને સજાગ કરી
તેમનું સલામત સ્થળે સ્થળાંતર-શિફટીંગ એ જ એકમાત્ર વિકલ્પ છે.
‘‘આપણે વાવાઝોડાની તીવ્રતા સામે એટલી જ તીવ્રતાથી સલામતીના આગોતરા પગલાં, શિફટીંગ
વગેરેથી ‘ઝિરો ટોલરન્સ ઝીરો કેઝયુઆલિટી’ના ધ્યેયથી વાયુ વાવાઝોડાનો સામનો કરવાનો પુરૂષાર્થ કરવાનો છે’’
એમ તેમણે જિલ્લા તંત્રવાહકોને માલ-મિલ્કત નુકશાન ઢોર-ઢાંખર અને માનવહાનિ ન થાય તેવું સલામતીભર્યુ
આયોજન કરવાની તાકિદ કરતાં જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કલેકટરોને એમ પણ જણાવ્યું કે પશુપાલકો-ખેડૂતો પોતાના પશુઓ બાંધી ન રાખે
અને છૂટા રાખે જેથી પશુજીવ હાનિ નિવારી શકાય તેવી વ્યવસ્થા પણ સુનિશ્ચિત થાય.
શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્થળાંતરની પ્રક્રિયામાં લોકોનો સહયોગ મળી રહે અને સરળતાથી સમજાવી
નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત આશ્રય સ્થાનોમાં શિફટ કરાય તે બાબતે ટોચઅગ્રતા આપતાં કહ્યું કે
જરૂર જણાયે કડકાઇથી પેશ આવી, પોલીસનો સહયોગ-મદદ લઇને પણ ૧૦૦ ટકા શિફટીંગ કરાવવું આવશ્યક છે.
તેમણે જિલ્લાવાર કલેકટરો સાથે વાતચીત કરીને સંબંધિત જિલ્લાની સજ્જતા-સર્તકતાની સંપૂર્ણ વિગતો
મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ ઉચ્ચસ્તરીય બેઠકની વિગતો પ્રચાર માધ્યમો સમક્ષ આપતાં એમ પણ કહ્યું કે,
પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યાલય ગુજરાત સરકારના સતત સંપર્કમાં છે અને પરિસ્થિતીની
જાણકારી મેળવી મદદ માટે પ્રતિબધ્ધ છે.
તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં આ સંભવિત આપદાને પહોચી વળવા ૪૭ ટીમ NDRFની આવી ગઇ છે તેમજ
આર્મીની પણ મદદ મળી છે.
મુખ્યમંત્રીશ્રીએ આગોતરી સલામતી-સાવચેતીના ભાગરૂપે સૌરાષ્ટ્રના હવાઇમથકો, પ્રવાસન-તીર્થધામોની
બસ સેવાઓ તેમજ સમુદ્ર કિનારાના રેલ્વે સ્ટેશનની રેલ સેવાઓ સ્થગિત કરવામાં આવ્યાની વિગતો પણ આ તકે
આપી હતી.
રાજ્યના બંદર ગાહો પર પણ યાતાયાત અને માલવહન સ્થગિત કરી દેવાયા છે તેમજ દરિયા કિનારાના
ગામોની કોઇ હોડી-બોટ કે માછીમારો દરિયામાં નથી તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
૧ લાખ ર૦ હજાર જેટલા લોકોનું પાછલા બે દિવસમાં સ્થળાંતર કરાયું છે અને હજુ વધુ લોકોને સલામત
આશ્રયસ્થાને ખસેડી ફૂડપેકેટસ, પાણી, આરોગ્ય સેવાઓની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેમ તેમણે
ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્ર-કચ્છના આ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના સૌ નાગરિકોને અપીલ કરી કે આ
કુદરતી આપદા સામે સરકાર પૂરી સજ્જતાથી બાથ ભીડવા અને ઓછામાં ઓછું નુકશાન, કોઇ જાનહાનિ ન થાય
તે માટે સજ્જ છે તેમાં નાગરિકો પણ સહકાર આપે.

મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય
સચિવ શ્રી પંકજકુમાર સહિત વરિષ્ઠ સચિવો-અધિકારીઓ આ વેળાએ જોડાયા હતા.

વાયુ વાવાઝોડું

સંભવિત વાવાઝોડા સંદર્ભે ઉપસ્થિત થનાર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા
વહીવટ તંત્ર સુસજ્જ : મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર

.. .. . .. .. ..

ગાંધીનગરના મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે ૧૪ સીનિયર આઇ.એ.એસ.
અધિકારીઓ પરિસ્થિતિનું મોનીટરીંગ કરી રહ્યા છે

.. .. . .. .. ..

 ફિશરીઝ, જી.ઇ.બી., માર્ગ-મકાન, પોલીસ, સિંચાઇ અને બાયસેગના ઉચ્ચ અધિકારીઓ
મુખ્ય કંટ્રોલરૂમથી સંકલન કરી રહ્યા છે

 રાજ્યભરના ૧૦ અસરગ્રસ્ત જિલ્લામાંથી ૧,૨૩,૫૫૦ લોકોનું ૧૨૧૬ આશ્રયસ્થાનોમાં
સલામત સ્થળાંતર
 એન.ડી.આર.એફ.ની ૪૭ ટીમો, એસ.ડી.આર.એફ.ની ૧૧ ટીમો કાર્યરત

.. .. . .. .. ..

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે જણાવ્યું છે કે, રાજ્યમાં આવી રહેલ ‘વાયુ’
વાવાઝોડા સંદર્ભે ઉપસ્થિત થનાર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું વહીવટી તંત્ર સુસજ્જ છે.
રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને મુખ્ય સચિવ શ્રી
ડૉ. જે.એન.સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓએ આજે દરિયાકાંઠાના અસરગ્રસ્ત ૧૦ જિલ્લાના વહીવટીતંત્ર
સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી હતી.
શ્રી પંકજ કુમારે કહ્યું કે, ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય કંટ્રોલ રૂમ
કાર્યરત કરાયો છે. જેમાં ૧૪ જેટલા સીનિયર આઇ.એ.એસ. અધિકારીઓને વાવાઝોડા સંદર્ભે ઘનિષ્ઠ
મોનીટરીંગ કરી રહ્યા છે. જે તેમના સંબંધિત વિભાગોની કામગીરીનું મોનીટરીંગ કરી રહ્યા છે. જેથી સંભવિત
પરિસ્થિતિને પહોંચી શકાય. મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે જી.ઇ.બી., માર્ગ-મકાન, પોલીસ, ફિશરીઝ, સિંચાઇ અને

બાયસેગના ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ કાર્યરત છે. જઓ તેમના વિભાગની કામગીરીનું સંબંધિત જિલ્લા
સાથે સંકલન કરી રહ્યા છે.

 

મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે ૧૧ સીનિયર આઇ.એ.એસ. અધિકારીઓ… … ર …
શ્રી પંકજ કુમારે કહ્યું કે, રાજ્યના દરિયાકાંઠાના જામનગર, દેવભૂમિ-દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ,
જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છ અને રાજકોટ જિલ્લાને વાયુ વાવાઝોડાની અસર થનાર છે. આ
વાવાઝોડું મધરાત્રે દરિયાકાંઠે ટકરાય એવી સંભાવના હોવાથી માટે ત્યાં જાન-માલને નુકસાન ન થાય એ
માટે સ્થળાંતર જ એક વિકલ્પ હોઈ, સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી
રહી છે. સ્થાનિક કક્ષાએ જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલિસ અધિક્ષકશ્રીની ટીમ
દ્વારા સ્થળાંતરની કામગીરી થઈ રહી છે.
રાજ્યભરમાં બપોરના ૧.૩૦ વાગ્યા સુધી ૧,૨૩,૫૫૦ નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. જે માટે
રાજયભરમાં ૧૨૧૬ જેટલાં આશ્રયસ્થાનો ઉભા કરાયા છે જેમાં એન.જી.ઓ. તથા ધાર્મિક સંસ્થાઓના
સહયોગથી રહેવાની, જમવાની, પીવાના પાણીની પૂરે પૂરી વ્યવસ્થા કરી દેવાઈ છે. સ્થળાંતરની કામગીરી
પૂરજોશમાં ચાલી રહી છે. સાંજ સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરી
દેવાશે.
શ્રી પંકજ કુમારે કહ્યું કે, રાજ્યમાં ઉભી થનાર પરિસ્થિતિને પહોંચી વળવા તથા રાહત બચાવની
કામગીરી માટે કેન્દ્ર સરકાર દ્વારા પુરતો સહયોગ આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં ૪૭ જેટલી

એન.ડી.આર.એફ.ની ટીમો ફાળવી દેવાઇ છે. જે ૧૦ અસરગ્રસ્ત જિલ્લાઓમાં તહેનાત કરી દેવાઇ છે. એજ
રીતે એસ.ડી.આર.એફ.ની ૧૧ ટીમો અને મરીન પોલીસ પણ સ્ટેન્ડ ટુ કરી દેવાઇ છે. ઉપરાંત આર્મીની ૩૪
ટીમો પણ ગુજરાતમાં આ પરિસ્થિતને પહોંચી વળવા ખડેપગે છે, તેમ પણ તેમણ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ સંભવિત ‘વાયુ’ વાવાઝોડાને પગલે
સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લા તંત્રવાહકો સાથે

વિડીયો કોન્ફરન્સ કરી સ્થિતીનો-સજ્જતાનો જાયજો મેળવ્યો

……

જાનમાલ નુકશાન-માનવહાનિ અટકાવવા શિફટીંગ-સ્થળાંતર એક માત્ર વિકલ્પ:-મુખ્યમંત્રીશ્રી

…..

વાવાઝોડાની તીવ્રતા-વેગ જોતાં દરિયા કિનારાથી ૧૦ કિ.મી. વિસ્તારના ગામોના કાચા-પાકા-
અર્ધપાકા મકાનોમાં રહેતા ૧૦૦ ટકા લોકોનું સ્થળાંતર કરવા સ્પષ્ટ સૂચનાઓ

……

વાવાઝોડાની તીવ્રતા સામે એટલી જ તીવ્રતાથી સલામતીના પગલાં-શિફટીંગથી
‘ઝિરો ટોલરન્સ-ઝિરો કેઝયુઆલિટી’ મંત્રથી પુરૂષાર્થ કરવાનો છે:-શ્રી વિજયભાઇ રૂપાણી

…..

 

 NDRFની ૪૭ ટીમો ગુજરાત આવી ગઇ છે-લશ્કર પણ મદદમાં છે
 પ્રધાનમંત્રી કાર્યાલય – ગૃહમંત્રી કાર્યાલય ગુજરાત સરકારના સતત સંપર્કમાં રહી વિગતો મેળવે છે
 આગોતરી સલામતિ-સાવચેતી રૂપે સૌરાષ્ટ્રના હવાઇમથકો-પ્રવાસન યાત્રાધામોની બસ સેવા-દરિયાઇ
કાંઠાની રેલ્વે સેવા-બંદર ગાહો પર યાતાયાત સ્થગિત કરાયો
…….

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સંભવિત વાયુ વાવાઝોડાની તીવ્રતા અને પવનની
ગતિ, વરસાદનું જોર ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં દરિયાકિનારાથી ૧૦ કિ.મી. વિસ્તારના
ગામોમાં કાચા-અર્ધપાકા-પાકા મકાનોમાં રહેતા ૧૦૦ ટકા લોકોને સલામત સ્થળે શિફટ કરવા સંબંધિત
જિલ્લા કલેકટરોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સાથે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી
ઓપરેશન સેન્ટરમાંથી સૌરાષ્ટ્ર-કચ્છના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ સમીક્ષા બેઠક યોજીને સ્થિતીનો
જાયજો મેળવ્યો હતો.
શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા કે, આ વાયુ વાવાઝોડું બુધવારની મધ્યરાત્રી કે
ગુરૂવારની વહેલી સવારે ગુજરાત પર ત્રાટકવાની પૂરી શકયતાઓ છે. કલાકના ૧ર૦ કિ.મી.થી ૧પ૦-૧૬૦
કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઇ શકે તેમજ ભારે વરસાદ થવાની પણ સંભાવના છે. આ વાવાઝોડાની તીવ્રતા
સતત વધી રહી છે તેમજ મધ્યરાત્રીએ જ્યારે લોકો સૂતા હોય ત્યારે ત્રાટકવાનું છે તે ચિંતાનો વિષય છે.

સંભવિત ‘વાયુ’ વાવાઝોડાને પગલે… …ર…
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, લોકોને અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના નાગરિકોને સજાગ કરી
તેમનું સલામત સ્થળે સ્થળાંતર-શિફટીંગ એ જ એકમાત્ર વિકલ્પ છે.
‘‘આપણે વાવાઝોડાની તીવ્રતા સામે એટલી જ તીવ્રતાથી સલામતીના આગોતરા પગલાં, શિફટીંગ
વગેરેથી ‘ઝિરો ટોલરન્સ ઝીરો કેઝયુઆલિટી’ના ધ્યેયથી વાયુ વાવાઝોડાનો સામનો કરવાનો પુરૂષાર્થ કરવાનો છે’’
એમ તેમણે જિલ્લા તંત્રવાહકોને માલ-મિલ્કત નુકશાન ઢોર-ઢાંખર અને માનવહાનિ ન થાય તેવું સલામતીભર્યુ
આયોજન કરવાની તાકિદ કરતાં જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કલેકટરોને એમ પણ જણાવ્યું કે પશુપાલકો-ખેડૂતો પોતાના પશુઓ બાંધી ન રાખે
અને છૂટા રાખે જેથી પશુજીવ હાનિ નિવારી શકાય તેવી વ્યવસ્થા પણ સુનિશ્ચિત થાય.
શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્થળાંતરની પ્રક્રિયામાં લોકોનો સહયોગ મળી રહે અને સરળતાથી સમજાવી
નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત આશ્રય સ્થાનોમાં શિફટ કરાય તે બાબતે ટોચઅગ્રતા આપતાં કહ્યું કે
જરૂર જણાયે કડકાઇથી પેશ આવી, પોલીસનો સહયોગ-મદદ લઇને પણ ૧૦૦ ટકા શિફટીંગ કરાવવું આવશ્યક છે.
તેમણે જિલ્લાવાર કલેકટરો સાથે વાતચીત કરીને સંબંધિત જિલ્લાની સજ્જતા-સર્તકતાની સંપૂર્ણ વિગતો
મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ ઉચ્ચસ્તરીય બેઠકની વિગતો પ્રચાર માધ્યમો સમક્ષ આપતાં એમ પણ કહ્યું કે,
પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યાલય ગુજરાત સરકારના સતત સંપર્કમાં છે અને પરિસ્થિતીની
જાણકારી મેળવી મદદ માટે પ્રતિબધ્ધ છે.
તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં આ સંભવિત આપદાને પહોચી વળવા ૪૭ ટીમ NDRFની આવી ગઇ છે તેમજ
આર્મીની પણ મદદ મળી છે.
મુખ્યમંત્રીશ્રીએ આગોતરી સલામતી-સાવચેતીના ભાગરૂપે સૌરાષ્ટ્રના હવાઇમથકો, પ્રવાસન-તીર્થધામોની
બસ સેવાઓ તેમજ સમુદ્ર કિનારાના રેલ્વે સ્ટેશનની રેલ સેવાઓ સ્થગિત કરવામાં આવ્યાની વિગતો પણ આ તકે
આપી હતી.
રાજ્યના બંદર ગાહો પર પણ યાતાયાત અને માલવહન સ્થગિત કરી દેવાયા છે તેમજ દરિયા કિનારાના
ગામોની કોઇ હોડી-બોટ કે માછીમારો દરિયામાં નથી તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
૧ લાખ ર૦ હજાર જેટલા લોકોનું પાછલા બે દિવસમાં સ્થળાંતર કરાયું છે અને હજુ વધુ લોકોને સલામત
આશ્રયસ્થાને ખસેડી ફૂડપેકેટસ, પાણી, આરોગ્ય સેવાઓની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેમ તેમણે
ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્ર-કચ્છના આ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના સૌ નાગરિકોને અપીલ કરી કે આ
કુદરતી આપદા સામે સરકાર પૂરી સજ્જતાથી બાથ ભીડવા અને ઓછામાં ઓછું નુકશાન, કોઇ જાનહાનિ ન થાય
તે માટે સજ્જ છે તેમાં નાગરિકો પણ સહકાર આપે.

મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય
સચિવ શ્રી પંકજકુમાર સહિત વરિષ્ઠ સચિવો-અધિકારીઓ આ વેળાએ જોડાયા હતા.

વાવાઝોડાની સ્થિતિમાં પશુધનના રક્ષણ માટે પશુપાલકો આટલું અવશ્ય કરે

રાજ્યમાં વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇને પશુધનના રક્ષણ માટે પશુપાલકોએ યોગ્ય
તકેદારી રાખવા પશુપાલન વિભાગ દ્વારા જણાવાયું છે.
વાવાઝોડુ – અતિવૃષ્ટિ પહેલાના પગલાં
 ટીવી, રેડીયો અને સરકારી માધ્યમથી મળેલ સૂચનાઓનો અમલ કરવો અને અફવાઓથી દૂર
રહેવું.
 આસપાસના પશુચિકિત્સકોની ફોન નંબર સાથેની માહિતી હાથવગી રાખવી.
 પશુઓને ખુલ્લા અને ઊંચા સલામત સ્થળે ખસેડવા.
 પશુધન માટે સૂકાચારા તથા સ્વચ્છ પાણીનો પૂરતા પ્રમાણમાં યોગ્ય સ્થળે સંગ્રહ કરવો.
વાવાઝોડુ – અતિવૃષ્ટિ દરમિયાનના પગલાં
 પશુઓને ખીલે બાંધવા નહીં.
 પશુઓને ઝાડ, છાપરા નીચે, જર્જરીત રહેઠાણ કે દીવાલ નજીક રાખવા નહીં.
 પશુધનને વિજળી થાંભલા પાસે/સાથે બાંધવા નહીં.
 ઘેટાં, બકરાં, મરઘાં જેવા પશુ-પક્ષીઓ ગુંગળાઇ ન જાય તે માટે તકેદારી રાખવી.
વાવાઝોડુ- અતિવૃષ્ટિ બાદના પગલાં
 ઇજાગ્રસ્ત/બિમાર પશુઓની નજીકના પશુ સારવાર કેન્દ્ર ખાતે તાત્કાલિક સારવાર કરાવવી.
 ગામમાં ચેપી રોગચાળા જેવી પરિસ્થિતિની જાણ નજીકના પશુ દવાખાના ખાતે તુરંત કરવી.
 પશુ રહેઠાણમાં ઝેરી જીવજંતુની ચકાસણી કર્યા બાદ પશુ રાખવા.
 વાવાઝોડા બાદ તનાવગ્રસ્ત પરિસ્થિતિમાં અગમચેતીના પગલાંરૂપે રસીકરણ કરાવવું.
 મૃત પશુઓ માટે ઊંડો ખાડો ખોદી રાસાયણિક પાઉડરનો છંટકાવ કરી વૈજ્ઞાનિક ઢબે નિકાલ
કરવો.

સંભવિત વાવાઝોડા સમયે તકેદારી રાખવા
જી.એસ.ડી.એમ.એ. દ્વારા માર્ગદશિકા જાહેર કરાઇ

.. .. . .. .. ..

ગુજરાતના વેરાવળથી દક્ષિણ-પૂર્વ દિશામાં વાવાઝોડું આકાર લઇ રહ્યું છે, ત્યારે વાવાઝોડાની સંભવિત
પરિસ્થિતિને પહોંચી વળવા તથા નાગરિકોને તકેદારી રાખવા માટે જી.એસ.ડી.એમ.એ. દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઇ
છે.
જી.એસ.ડી.એમ.એ.ના સી.ઇ.ઓ. શ્રી અનુરાધા મલે વાવાઝોડા દરમિયાન શું કરવું અને શું ન કરવું એ સંબંધી
માહિતી આપી છે:
 વાવાઝોડા પહેલાની તૈયારી
o રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો.
o સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો.

 

o આપના રેડીયો સેટને ચાલું હાલતમાં રાખો, ચકાસી લો.
o સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો.
o ઢોર-ઢાંખરને ખૂંટાથી છુટા કરી રાખો.
o માછીમારોએ દરિયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી.
o અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું.
o આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાન રાખો.
o સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો.
o અગત્ય ટેલીફોન નંબર હાથ વગા રાખો.
 વાવાઝોડા દરમિયાન તકેદારીના પગલા:
o જર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી.
o રેડિયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો.
o વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં.
o વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી.
o વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા સલાહ આપી આપવી.
o દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઊભા રહેશો નહીં.
o વીજળીના થાંભલાથી દૂર રહેવા સલાહ આપવી.
o માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી.
o અગરિયાઓ અગરો છોડી સલામત સ્થળે આશરો લેવો.
o ખોટી અથવા અધૂરી જાણકારી વાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરો.

 વાવાઝોડું શું કરવું / શું ન કરવું:
જ્યારે સ્થળાંતર માટે સ્થળ ખાલી કરવાની સૂચના આપવામાં આવે ત્યારે
o થોડા દિવસો સુધી તમારી અને તમારા પરિવારને જીવંત રાખવા માટે મહત્વપૂર્ણ વસ્તુઓ પેક કરો જેમાં બાળકો અને
વૃદ્ધ લોકો માટે જરૂરી દવાઓ ખોરાક અને વસ્ત્રો હોય.
o તમારા વિસ્તાર માટે સૂચવાયેલ યોગ્ય આશ્રય અથવા ખાલી કરાયેલ સ્થાનો પર જાઓ.
o મિલકત વિશે ચિંતા કરશો નહીં.
o આશ્રય ફરજ પરની વ્યક્તિની સૂચનાઓનું પાલન કરો.
o જ્યાં સુધી આશરે સ્થળ છોડવાની સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી આશરે સ્થાનમાં જ રહો.

‘ઝીરો ટોલરન્સ, ઝીરો કેજ્યુઆલીટી’ ના મક્કમ નિર્ધાર સાથે રાજ્યનું વહીવટી તંત્ર ‘વાયુ’ વાવાઝોડાના

સામના માટે સજ્જ : મુખ્ય સચિવ શ્રી જે.એન.સિંઘ

.. .. . .. .. ..

વેરાવળથી દિવ વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના
સાથે ગુજરાત તરફ આગળ ધપતું વાયુ વાવાઝોડું

.. .. . .. .. ..

મુખ્યસચિવશ્રીએ સંભવિત વાવાઝોડા સામે સુરક્ષાની
રાજ્ય વહીવટી તંત્રની સજ્જતા સંદર્ભે સમીક્ષા કરી

.. .. . .. .. ..

સૌરાષ્ટ્ર-કચ્છના સંભવિત અસરગ્રસ્ત જિલ્લા કલેકટરશ્રીઓને
વીડિયો કોન્ફરન્સીંગથી મુખ્ય સચિવશ્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું

.. .. . .. .. ..

અસરગ્રસ્ત જિલ્લાઓમાં તા.૧૨-૧૩ દરમિયાન શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓને રજા રહેશે :
નીચાણવાળા અને કાંઠાળા વિસ્તારોમાંથી લોકોનું સવારથી જ સ્થળાંતર કરાશે

.. .. . .. .. ..

જાનમાલની સુરક્ષા માટે સૌરાષ્ટ્ર-કચ્છના અસરગ્રસ્ત જિલ્લાઓમાં આર્મીની ૩૪ ટીમ,
એન.ડી.આર.એફ.ની ૩૫ ટુકડી અને એસ.ડી.આર.એફ.ની ૧૧ ટીમ ખડેપગે

.. .. . .. .. ..

ભારે વરસાદની આગાહીને પગલે પાણી ઉલેચવા રાજ્યભરમાંથી ડિવોટરીંગ પમ્પ્સ મોકલાશે:

પાંચ લાખ ફુડ પેકેટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે

.. .. . .. .. ..

માછીમારોને દરિયો નહીં ખેડવા, પ્રવાસીઓને દરિયાકાંઠે નહીં જવા સૂચના : લોકોને સાવચેત રહેવા
અનુરોધ : સંદેશા વ્યવહાર પ્રણાલીઓ સતત કાર્યરત રાખવા પ્રયાસો: વીજળી-પાણી-રસ્તા આરોગ્ય

સુવિધા માટે ખાસ આયોજન
.. .. . .. .. ..

અરબી સમુદ્રમાં વેરાવળથી ૬૫૦ કિ.મી. દૂર કેન્દ્રિત થયેલું ‘વાયુ’ વાવાઝોડું વેરાવળથી દીવ વચ્ચેના
દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના સાથે ગુજરાત તરફ આગળ વધી રહ્યું હોવાની હવામાન ખાતાની આગાહી સંદર્ભે
રાજ્યના વહિવટીતંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાના સામના માટે પૂરતી સજ્જતા કેળવવા પ્રયાસો હાથ ધરાયા છે.

 

આ પ્રયાસોના ભાગરૂપે રાજ્યના મુખ્ય સચિવશ્રીએ સંભવિત પરિસ્થિતિ સામે વહિવટી તંત્રની સજ્જતા સંદર્ભે
સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકને સંબોધતા મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના
સબળ માર્ગદર્શન હેઠળ સંભવિત વાવાઝોડાં સામે ‘ઝીરો ટોલરન્સ ઝીરો કેજ્યુઆલીટી’ના મક્કમ નિર્ધાર સાથે રાજ્યના
વહિવટીતંત્રે સજ્જતા કેળવવા નિર્ધાર કર્યો છે. મુખ્ય સચિવશ્રીએ સૌરાષ્ટ્ર-કચ્છના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના
જિલ્લા કલેક્ટર સહિત વહિવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓને વીડિયો કોન્ફરસીંગ દ્વારા સંબોધી કાંઠાળા વિસ્તારોમાંથી
નાગરિકોનું શેલ્ટર હોમમાં સ્થળાંતરથી માંડીને લોકોના જાન-માલના રક્ષણ, પીવાનું પાણી, આરોગ્ય, વીજળી, રસ્તા
સહિત પ્રાથમિક સુવિધાઓની ઉપલબ્ધી વાવાઝોડા સામેની લોકજાગૃતિ જેવા વિવિધ મુદે માર્ગદર્શન-સૂચનો આપ્યા
હતા.
આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવશ્રીએ આગોતરી સાવચેતી ઉપરાંત રાહત બચાવની કામગીરીની સજ્જતા
વિશે પણ માહિતી મેળવી હતી. જેમાં સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા હાલ નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સની ૧૫
ટીમ ઉપલબ્ધ છે અને વધારાની ૨૦ ટીમ પૂણે અને ભટીંડાથી રવાના કરાઇ છે. આમ એનડીઆરએફની સૌરાષ્ટ્રના
કાંઠાળા વિસ્તારમાં ૩૫ ટીમ ખડેપગે રહેશે. સાથે સાથે લશ્કરની ૩૪ ટીમોને સૌરાષ્ટ્ર-કચ્છ તરફ રવાના કરવામાં આવી
છે. આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ કાંઠાળા વિસ્તારમાં મરીન સિક્યોરીટી ફોર્સના જવાનો ઉપરાંત
એસડીઆરએફની ૧૧ ટુકડી રવાના કરવામાં આવી હોવાની માહિતી આપી હતી.
સંભવિત વાવાઝોડાની સ્થિતીને પહોંચી વળવાના ભાગરૂપે વૃક્ષો ધરાશાયી થાય કે વીજ થાંભલા પડવાથી
રસ્તા બંધ થાય તેવા કિસ્સામાં માર્ગ મકાન વિભાગ, વન વિભાગ અને વીજ કંપની એમ ત્રણેય વિભાગના

કર્મચારીઓની એકથી વધુ ટીમો પ્રત્યેક અસરગ્રસ્ત જિલ્લામાં કાર્યરત રહી રસ્તાની સુવિધા, વીજળીની સુવિધા સતત
ઉપલબ્ધ રહે તે માટે કાર્યરત રહેશે.
વાવાઝોડા સંદર્ભે અગમચેતીના પગલાં સ્વરૂપે સૌરાષ્ટ્ર–કચ્છના કાંઠાળા અગિયાર જિલ્લાઓ કે જ્યાં
વાવાઝોડાની અસરની સંભાવના છે ત્યાં તા.૧૨ અને ૧૩ બે દિવસે શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર
કરવામાં આવી છે. આગામી તા. ૧૩મી જૂનની વહેલી સવારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકવાની
સંભાવનાને ધ્યાને લઇ તા.૧૨મી જૂનની સવારથી જ કાંઠા વિસ્તારના ગામોમાંથી નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર
કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. લોકોને શેલ્ટર હોમમાં ભોજન-પીવાનું પાણી- સેનીટેશન, વીજળી,
આરોગ્ય સુવિધા જેવી પાયાની સુવિધા ઉપલબ્ધ થાય તેની કાળજી લેવા જિલ્લા વહિવટી તંત્રને મુખ્ય સચિવશ્રીએ
સુચના આપી હતી.
આ ઉપરાંત ભારે વરસાદની આગાહીને પગલે પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે રાજ્યભરમાંથી ૧૦૦
જેટલાં ડિવોટરીંગ પમ્પ્સને પણ સૌરાષ્ટ્ર-કચ્છ ભણી રવાના કરવા સુચના આપવામાં આવી છે. એટલું જ નહીં સંભવિત
પરિસ્થિતિને ધ્યાને લઇ સૂકા નાસ્તાના પાંચ લાખ ફૂડ પેકેટ્સ પીવાના પાણીના પાઉચ સાથે તૈયાર કરવા પણ
રાજ્યના પુરવઠા વિભાગને સૂચના આપવામાં આવી છે.
ભારતીય હવામાન ખાતાના ગુજરાત સ્થિત હવામાન શાસ્ત્રી શ્રી જયંત સરકારે આ વાયુ વાવાઝોડું વેરાવળથી
દિવ વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના દર્શાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ વાવાઝોડા દરમિયાન પવનની
ઝડપ વધીને પ્રતિકલાકે ૧૨૦ કિ.મી.ની થવાની શક્યતા છે. એટલું જ નહીં કેટલાક સ્થળે ભારેથી અતિભારે વરસાદ
પડવાની પણ સંભાવના છે. કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો દ્વારા પણ આ પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રખાઇ રહી
છે.

 

હવામાન ખાતાની આ આગાહીના પગલે રાજ્ય સરકારે માછીમારોને દરિયો નહીં ખેડવા ઉપરાંત પ્રવાસીઓને
દરિયાકાંઠે કે બીચ ઉપર ફરવા નહીં જવા સૂચના અપાઇ છે. દરિયાકાંઠાના લોકોને વાવાઝોડા દરમિયાન શું કરવું અને
શું નહીં કરવાની ખાસ સૂચના દ્વારા સાવચેત કરાયા છે. વાવાઝોડાની સંભાવિત પરિસ્થિતિ દરમિયાન સંદેશા વ્યવહાર
પ્રણાલી સતત કાર્યરત રહે તે માટે ભારત સંચાર નિગમ લી. ઉપરાંત રાજ્યભરના મોબાઇલ ઓપરેટર્સને મોબાઇલ
ટાવર 24×7 સતત કાર્યરત રહે તે માટે કાળજી લેવા જણાવી દેવાયું છે.
આ બેઠકમાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના
ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પ્રમાણે સજ્જતા
કેળવવા અનુરોધ કર્યો હતો. એટલું જ નહીં સ્થળાંતર માટે વયસ્કો, મહિલાઓ અને દિવ્યાંગોની ખાસ કાળજી લેવા પણ
જિલ્લા પ્રશાસનને જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા સાડા ચાર લાખ જેટલાં ખેડૂતો-માછીમારોને એસ.એમ.એસ. સેવા
દ્વારા એલર્ટ કરાયા છે તેની પણ તેમણે માહિતી આપી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ
અધિકારીઓએ ઉપસ્થિત રહી વિભાગોની સજ્જતા સંદર્ભે મુખ્યસચિવશ્રી સાથે વિચાર-વિમર્શ કર્યો હતો.

વેરાવળથી ૯૩૦ કિ.મી. દૂર વાવાઝોડું આકાર લઇ રહ્યું છે
આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે વાવાઝોડું
ત્રાટકવાની સંભાવના : લોકોને સાવચેત રહેવા અપીલ

…………………..

બંદરો ઉપર એક નંબરનું સિગ્નલ લગાવાયું : પવનની ઝડપ પ્રતિ કલાક ૮૦ થી
૧૦૦ કિ.મી.ની થવાની સંભાવના : કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ થાય

………………..

સૌરાષ્ટ્ર કચ્છના કાંઠાળા વિસ્તારોમાં રાજ્ય સરકારની ચાંપતી નજર : લશ્કર, હવાઇદળ,
કોસ્ટગાર્ડ, એનડીઆરએફ, એસડીઆરએફની ટુકડીઓ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર

– અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર

……………………..

માછીમારો દરિયો ખેડવાથી દૂર રહે :પ્રવાસીઓ બીચ પર જવાનું ટાળે

……………………

ગુજરાતના વેરાવળથી દક્ષિણ-દક્ષિણ પૂર્વ દિશામાં ૯૩૦ કિ.મી. દૂર વાવાઝોડું આકાર લઇ રહ્યું છે,
જેની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે એક સમીક્ષા
બેઠકમાં સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ બેઠકમાં શ્રી પંકજકુમારે રાજ્યના વિવિધ વિભાગોને સંકલનમાં રહીને સંભવિત વાવાઝોડાની
સ્થિતિનો સામનો કરવા માટે એક માઇક્રો પ્લાનીંગ તૈયાર કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ભારતના
હવામાન ખાતાના હવામાનશાસ્ત્રી શ્રી જયંત સરકારે વાવાઝોડાની સ્થિતિ વિશે વિશેષ માહિતી આપી હતી.
જે મુજબ વેરાવળથી દક્ષિણ-અગ્નિ દિશામાં ૯૩૦ કિ.મી. દૂર જે ડિપ્રેશન સર્જાયું હતું તે હાલ ડીપ
ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને આગામી ૧૨ તારીખ સુધીમાં તે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરવાની
પૂરી સંભાવના છે. આ વાવાઝોડું ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાઇ-કાંઠાળા વિસ્તારને વધુ
અસર કરશે. વાવાઝોડા દરમિયાન સમુદ્રના મોજાં બે મીટરથી વધુ ઉછળવાની સંભાવના છે. પવનની
ઝડપ ૮૦ કિ.મી.થી વધીને ૧૦૦ કિ.મી. સુધી પહોંચવાની સંભાવના છે. કેટલાંક વિસ્તારોમાં પાંચ-સાત
ઇંચ જેટલો ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે.

સંભવિત વાવાઝોડાની સ્થિતિ સંદર્ભે રાજ્ય સરકાર ભારતના હવામાન ખાતા અને ઇસરો સાથે
સતત સંપર્કમાં રહીને પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહી છે. ખાસ કરીને રાહત-બચાવ કામગીરી
કરનારી એજન્સીઓ, લશ્કર, હવાઇદળ, તટરક્ષક દળ, નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર
રેસ્ક્યુ ફોર્સને સજ્જ કરવામાં આવ્યા છે. દરિયામાં માછીમારી માટે ગયેલી અને પરત ફરી રહેલી બોટ
ઝડપથી પાછી દરિયાકાંઠે સલામત જગ્યાએ આવી જાય તેવી સૂચનાઓ પણ આપવામાં આવી છે. સંભવિત
પરિસ્થિતિને ધ્યાને લઇ બંદરો ઉપર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઇ
પ્રવાસીઓને દરિયાકિનારે કે બીચ ઉપર સહેલગાહે નહીં જવા પણ જણાવાયું છે.
રાજ્ય સરકારે વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા આગોતરુ સધન આયોજન હાથ
ધર્યું છે જેની વિગતો આપતા અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે વધુ માહિતી આપી હતી. તેમણે વીજળી,
રસ્તા, મકાનો, વૃક્ષો વગેરેના નૂકસાનને પહોંચી વળવા સંભવિત વિભાગોને સંકલનમાં રહી સજ્જ થવા
સુચના અપાઇ છે. જરૂર પડ્યે સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠાળા વિસ્તારમાં વાવાઝોડાની સ્થિતિ સામે રાહત-બચાવ
કામગીરી અને સંભવિત સ્થિતિના સામના માટે મોકડ્રીલ કરવા સંબંધિત વિભાગોને જણાવાયું છે. આ
વિસ્તારના નાગરિકોને સાવચેત રહેવા, જીવનજરૂરી ચીજવસ્તુઓ, પીવાનું પાણી, દવા-ચાર્જીંગ કરેલી
બેટરી વગેરે હાથવગા રાખવા અને દરિયા નજીક નહીં જવા પણ જણાવાયું છે.
આ બેઠકમાં લશ્કર, હવાઇદળ, કોસ્ટગાર્ડ,એનડીઆરએફ, એસડીઆરએફના ઉચ્ચ અધિકારીઓ
ઉપરાંત રાજ્ય સરકારના સંબંધિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓને ઉપસ્થિત રહી સંભવિત
વાવાઝોડાની સ્થિતિ સંદર્ભે સમીક્ષા કરી હતી.[:]