[:gj]સરદાર પટેલ અત્યાચાર સામે લડેલા, ભાજપ પટેલના પુતળા માટે અત્યાચાર કરે છે[:]

[:gj]

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આદિવાસીની જમીન સંપાદન કરવા અંગે હાઇકોર્ટની રોક

અમદાવાદ : કેવડિયા ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની નજીક વિશ્વમાં સૌથી ઊંચા બાવલા આસપાસના ગ્રામ્ય વિસ્તારોની જમીનોને પ્રવાસી કેન્દ્ર માટે સંપાદિત કરવાના મામલે વડી અદાલતમાં જાહેર હિતની અરજી કરાઇ છે. આ મામલે ગુજરાત વડી અદાલતે સરકારને ‘રૂક જાઓ’નો આદેશ આપ્યો છે. વડી અદાલતે આ મામલે રાજ્ય સરકાર અને સરદાર સરોવર નર્મદા નિગમને નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો છે.

પર્યાવરણ ચળવળકાર મહેશ પંડ્યાએ ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં જાહેર હિતની અરજી કરી છે કે, રાજ્ય સરકાર અને સરદાર સરોવર નર્મદા નિગમ અહિયાં પ્રવાસન યોજના વિકસાવવા માટે જમીન સંપાદન અધિનિયમ હેઠળ યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વિના આદિવાસીઓની જમીન સંપાદિત કરીને તેમને અહીથી તગેડી મૂકવા માંગે છે.

સરદાર સરોવર નર્મદા ડેમ બની રહ્યો હતો ત્યારે ૧૯૬૦માં આ જમીન સરકારે સંપાદિત કરી હતી. પરંતુ અધિકારીઓએ  તેનો ક્યારેય ઉપયોગ કરવામાં આવ્યો નથી. એટલે કે, છેલ્લા 58 વર્ષથી આ જમીન આદિવાસીઓ પાસે છે ત્યારે સરકાર તેને પરત લઈ શકે નહીં.

આ મામલે ગુજરાત ઉચ્ચ ન્યાયાલયએ આદિવાસીઓને રાહત આપતા જુદા જુદા ટુરિઝમ પ્રોજેક્ટ્સ માટે સરકારને આ વિસ્તારમાં જમીન સંપાદન અંગેની કોઈ કાર્યવાહી ન કરવાનો આદેશ કર્યો છે. હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકાર અને સરદાર સરોવર નર્મદા નિગમને નોટિસ ફટકારીને આગામી 1 ઓગસ્ટ 2019ના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

[:]