[:gj]અજીર્ણ – ભૂખ ન લાગવી
- જમતાં પહેલા સૂંઠ / આદુંનું કચુંબર ખાવાથી અજીર્ણ મટે છે અને ભૂખ સારી લાગે છે.
- ફુદીનાના રસમાં અજમો, જીરું, ગોળ મેળવી ચાટવાથી અજીર્ણ મટે છે.
- એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી આદુંનો રસ બે ચમચી મધ સાથે મેળવીને પીવો.
- ભૂખ લાગતી જ ન હોય કે ભૂખ મરી ગઈ હોય તો દિવસમાં બે વાર અજમો ખાવાથી ભૂખ ઊઘડશે.
- રાઈનું ચૂર્ણ પાણી સાથે લેવાથી અજીર્ણ મટે છે.
- એક ચમચી લીંબુનો રસ, એક ચમચી આદુંનો રસ અને રસાયણ વગરનો ગોળ મેળવી પીવો.
- ચણા જેટલી હિંગ ઘી સાથે લેવાથી.
- સૂંઠ, મરી, પીપર અને સિંધવ – મીઠું સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ છાશમાં પીવો.
- ભાજીના રસમાં શેકેલી હિંગ અને ગોળ કે મીઠું મેળવીને પીવાથી આફરો મટે છે.
- કોકમનો ઉકાળો (કોકમનું શરબત) પીવો.
- પેટ પર ભીની માટીનો લેપ કરવો, ટબબાથ કરવું.
- સવારે પૂરતું પાણી પીવાનો પ્રયોગ કરવો.
વધુ વાંચો:
ઉફ, માથું દુખે છે, ઉપાય શોધો છો તો આ રહ્યા સરળ ઉપાય
અંગ જકડાઈ ગયું છે, તો સ્ટીમબાથની સાથે આવું કરો હળવાફૂલ જેવા થઈ જશો
ઉધરસ-ખાંસીથી પરેશાન છો, તો ઘરે જ કરો સરળ ઉપાય
સતત ઊલટી થાય છે? તો આ રહ્યા ઉપાય, કોઈ પણ અપનાવી જુવો
[:]
