[:gj]વલસાડ પાસે 27 દિવસમાં 1.25 લાખ વૃક્ષો ઉગાડી વિશ્વનું મોટું મિયાવાકી ગાઢ વન તૈયાર[:en]1.25 lakh trees planted in 27 days in the world’s largest Miyawaki dense forest in Gujarat[:hn]दुनिया के सबसे बड़े मियावाकी घने जंगल गुजरात में 27 दिन में 1.25 लाख पेड़ लगाये [:]

[:gj]અમદાવાદ, 16 જૂન, 2021

વિશ્વના સૌથી મોટા કૃત્રિમ વનનું નિર્માણ દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે થયું છે. જાપાની મિયાવાકી પદ્ધતિનો સહારો લેવામાં આવ્યો છે. આ વનમાં માત્ર 27 દિવસમાં સવા લાખ જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે.

ખૂબજ ઓછા સમયમાં આ વનમાં લાખો વક્ષો વાવવામાં આવ્યા છે, જેના કારણે નાનકડા ગામના દરિયા કિનારે કૃત્રિમ જંગલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વલસાડના નારગોલમાં જાપાનની મિયાવાકી પદ્ધતિથી દુનિયાના સૌથી મોટા અને દરિયાકિનારાને અડીને આવેલા પ્રથમ વન નિર્માણનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. અહીં માત્ર 27 દિવસમાં જ 1.20 લાખ  કરતા વધુ વૃક્ષોનું વાવેતર કરવામા આવ્યું છે.

મિયાવાકી પદ્ધતિથી સુંદર વન નિર્માણની કામગીરી પૂર્ણ કરાતા સમગ્ર બીચની રૂપ રેખામાં નવું પિંછું ઉમેરાતા પર્યાવરણ પ્રેમીઓ તેમજ પર્યટકોમાં ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે. મહત્વનું છે કે, ગામના ઉત્સાહી સરપંચ કાંતિલાલ કોટવાલ અને પંચાયતની બોડીની દીર્ઘદ્રષ્ટિના કારણે જે સ્થળે ખારા પાણીના કારણે વિલાયતી બાવળો સિવાય એક તણખલું પણ ઉગતું ન હતું એ સ્થળે આ પ્રોજેકટ અંતર્ગત મીઠા પાણીનો સંગ્રહ થાય એવા તળાવ બનાવવામાં આવ્યા છે.

આ જગ્યાએ નીચાણવાળા ભાગે માટી પુરાણ કરી જમીનને સમતલ કરી ફળદ્રુપ માટીનું પુરાણ કરાયું છે. અને સિંચાઇ માટે પાણીની પૂરતી વ્યવસ્થા કરી 60થી વધુ પ્રકારના વૃક્ષોનું રોપવામાં આવ્યા છે.. જોકે આ કાર્યને સફળ બનાવવા માટે એનવાયરો એન્ડ ફોરેસ્ટ ક્રીએટર ફાઉન્ડેશન મુંબઈના ફાઉન્ડર દીપેન જૈન અને કો-ફાઉન્ડર ડૉ. આર.કે. નાયરે ભારે જહેમત ઉપાડી છે. જીવનમાં 58 થી વધુ જંગલો બનાવનાર ડૉ. આર.કે. નાયર “ગ્રીન હીરો ઓફ ઈન્ડિયા” તરીકે પ્રચલિત બન્યા છે.

મિયાવાકી ફોરેસ્ટની શોધ જાપાનના બોટેનિસ્ટ અકીરા મિયાવાકીએ 40 વર્ષ પહેલા કરી હતી. જેથી તેમના નામ પરથી આ જંગલને મિયાવાકી ફોરેસ્ટ નામથી ઓળખવામાં આવે છે. આ પદ્ધતિથી નિર્માણ થતા વનમાં ખુબજ નજીક નજીક છોડો લગાવવામાં આવે છે. આ પદ્ધતિમાં લગાવવામાં આવેલા છોડ ખુબજ તીવ્રતાથી વધે છે.

આ પદ્ધતિના કારણે માત્ર 30 થી 35 વર્ષમાં વૃક્ષોની વૃદ્ધિ થઈ જાય છે. ઓછી જગ્યામાં વધુ વૃક્ષો અને વધુ ઝડપથી મોટા થતાં હોય છે. આ વનમાં વિવિધ વૃક્ષો સાથે મેડિસિનના વૃક્ષો મળી કુલ 60 પ્રકારના વૃક્ષો લગાવવામાં આવતા હોય છે. એવું કહી શકાય કે, આ વન આકર્ષણની સાથે-સાથે અવષધીનો પણ ભંડાર હશે.. આ પ્રોજેકટ દરિયા કિનારાને અડીને બનેલ હોવાથી નારગોલ ગામે આવતા દેશ વિદેશના પર્યટકો માટે એક નવું નજરાણું સાબિત થવાનું છે.[:en]Ahmedabad, June 16, 2021

The world’s largest artificial forest has been built on the coast of South Gujarat. The Japanese Miyawaki method has been used. About 1.5 lakh trees have been planted in this forest in just 27 days.

Millions of trees have been planted in this forest in a very short time, which has made the beach of a small village the center of artificial forest attraction. Nargol in Valsad has completed the construction of the world’s largest and most coastal forest using the Japanese Miyawaki method. More than 1 lakh 20 thousand trees have been planted here in just 27 days.

Environmentalists as well as tourists are seeing a major draw as a new feather has been added to the entire beach lineage, completing the beautiful forest formation using the Miyawaki method. Importantly, due to the zealous Sarpanch of village Kantilal Kotwal and the foresight of the Panchayat body, the freshwater ponds have been constructed at such a place where not a single spark was raised by the salt water except foreign acorns.

At this place, the lower part is filled with soil and the soil is leveled with fertile soil. And more than 60 types of trees have been planted by providing enough water for irrigation. RK Nair has struggled. Dr. who has created more than 58 forests in his life. RK Nair is popularly known as the “Green Hero of India”.

Miyawaki Forest was discovered 40 years ago by Japanese botanist Akira Miyawaki. Hence this forest is known by his name as Miyawaki Forest. Shrubs are planted very near the forest made by this method. Plants planted by this method grow very fast.

With this method the trees grow in only 30 to 35 years. More trees grow in less space and grow faster. A total of 60 types of trees are being planted in this forest along with various medicinal trees. It can be said that this forest will be a treasure of time as well as a treasure.[:hn]अहमदाबाद, 16 जून, 2021

दुनिया का सबसे बड़ा कृत्रिम जंगल दक्षिण गुजरात के तट पर बनाया गया है। जापानी मियावाकी पद्धति का सहारा लिया गया है। इस जंगल में महज 27 दिनों में करीब डेढ़ लाख पेड़ लगाए गए हैं।

बहुत ही कम समय में इस जंगल में लाखों पेड़ लगाए गए हैं, जिसने एक छोटे से गांव के तट को कृत्रिम वन आकर्षण का केंद्र बना दिया है। वलसाड में नारगोल ने जापानी मियावाकी पद्धति का उपयोग करके दुनिया के सबसे बड़े और सबसे तटीय जंगल का निर्माण पूरा कर लिया है। यहां मात्र 27 दिनों में 1 लाख 20 हजार से ज्यादा पेड़ लगाए गए हैं।

पर्यावरणविदों के साथ-साथ पर्यटकों को भी एक बड़ा आकर्षण दिखाई दे रहा है क्योंकि पूरे समुद्र तट वंश में एक नया पंख जुड़ गया है, जो मियावाकी पद्धति का उपयोग करके सुंदर वन निर्माण कार्य को पूरा करता है। महत्वपूर्ण बात यह है कि ग्राम कांतिलाल कोतवाल के उत्साही सरपंच और पंचायत निकाय की दूरदर्शिता के कारण, मीठे पानी के तालाबों का निर्माण ऐसी जगह किया गया है जहाँ खारे पानी के कारण विदेशी बलूत के अलावा एक भी चिंगारी नहीं उठी थी।

इस स्थान पर निचले हिस्से को मिट्टी से भर दिया जाता है और मिट्टी को समतल कर उपजाऊ मिट्टी भर दी जाती है। और सिंचाई के लिए पर्याप्त पानी उपलब्ध कराकर 60 से अधिक प्रकार के पेड़ लगाए गए हैं। आर.के. नायर ने संघर्ष किया है। डॉ. जिन्होंने अपने जीवन में 58 से अधिक वनों का निर्माण किया है। आर.के. नायर लोकप्रिय रूप से “भारत के हरित नायक” के रूप में जाने जाते हैं।

मियावाकी वन की खोज 40 साल पहले जापानी वनस्पतिशास्त्री अकीरा मियावाकी ने की थी। इसलिए उनके नाम से इस जंगल को मियावाकी वन के नाम से जाना जाता है। इस विधि से बने जंगल के बहुत पास झाड़ियाँ लगाई जाती हैं। इस विधि से लगाए गए पौधे बहुत तेजी से बढ़ते हैं।

इस विधि से पेड़ केवल 30 से 35 वर्षों में विकसित हो जाते हैं। कम जगह में ज्यादा पेड़ उगते हैं और तेजी से बढ़ते हैं। इस जंगल में औषधि के विभिन्न वृक्षों के साथ-साथ कुल 60 प्रकार के पेड़ लगाए जा रहे हैं। कहा जा सकता है कि यह जंगल समय का खजाना होने के साथ-साथ खजाना भी होगा।[:]