[:gj]ખેતીમાં બેક્ટેરિયા ઉમેરીને નફો વધારી શકાય છે, દેશી ગાયના 1 ગ્રામ છાણમાં 500 કરોડ બેક્ટેરિયા[:]

Cow । AGN । allgujaratnews.in । Gujarati News ।
Cow । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]ગાંધીનગર, 28 સપ્ટેમ્બર 2020

રાજ્યપાલે ગાયના છાણ અને બીજા પ્રાણીઓના છાણનું લેબોરેટરીમાં ચકાસણી કર્યા બાદ ડો.પાલેકરને ટાંકીને એક ચોંકાવનારી વાત કરી છે. તેમણે કહ્યું છે કે, ભારતની ગાયના છાણમાં એક ગ્રામમાં 300થી 500 કરોડ બેક્ટેરિયા છે. જે જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદ કરે છે. ખેતીનું ઉત્પાદન વધારવા મદદ કરે છે. પણ પરદેશી ગાય કે જે ભારતમાં લાવવામાં આવી છે તેના છાણની તપાસ કરવામાં આવી તો એક ગ્રામ છાણમાં 70થી 80 લાખ બેક્ટેરિયા મળી આવ્યા હતા.

ગાયનાં 1 ગ્રામ છાણમાં 300થી 500 કરોડ બેક્ટેરિયા છે. 10 કિલો છાણ 30 લાખ કરોડ બેક્ટેરિયા ધરાવે છે. જીવામૃત બનાવવામાં આવે તો તેમાં દરેક 20 મિનિટે બેક્ટેરિયાની સંખ્યા બેવડાતી જાય છે.  બે દિવસમાં અગણીત બેક્ટેરિયા થાય છે. જે જમીનને ફળદ્રુપતા વધારવાનું કામ કરે છે. હ્યુમસનું નિર્માણ ઝડપથી કરે છે. બેક્ટેરિયા જમીનની અંદર ઊંડે સુધી જઈને અળસીયાને કામ લગાડે છે. એક ગાય 15 વીઘા જમીન માટે ખાતર અને કીટ નિયંત્રણ દવા આપે છે.

વિદેશી ગાયનું દૂધ પિવાથી Type-2 ડાયાબિટીશ થાય છે.આમ ભારતની મૂળ ગાય અને વિદેશની ગાયના છાણમાં આટલો ફેર જોવા મળે છે.

ગુજરાતમાં પશુની સંખ્યા

દૂધ ન આપતી ગાયના છાણમાં બેક્ટેરિયા વધું હોય છે. કારણ કે દૂધ પેદા કરવામાં તે પોતાની શક્તિ વાળી દે છે. ગુજરાતમાં દૂધ આપતી સંકર ગાયો 11 લાખ છે. જે એક વર્ષ પહેલા 9.73 લાખ હતી. દેશી ગાયો 20 લાખ છે. જે એક વર્ષ પહેલા 19.55 લાખ હતી. 40 લાખ ભેંસ છે. 2.70 કરોડ પશુમાંથી 99 લાખ ગાય, 1 કરોડ ભેંસ છે. જેમાંથી 2 કરોડ પશુના છાણથી કાગળ બની શકે તેમ છે. એક પશુ દીઠ સરેરાશ 10 કિલો છાણ મળે તો રોજના 20 કરોડ કિલો છાણ રોજ મળે છે.

કૃષિ વિજ્ઞાની શું કહે છે

જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના કપાસ સંશોધન કેન્દ્રના ડો.એલ.કે. ધડૂક, ડો.એમ.જી.વળુએ ભલામણ કરી  છે કે, ગુજરાતમાં કપાસનું ઉત્પાદન વધારવું હોય તો જૌવિક કલ્ચર જીવામૃત, એઝોટોબેક્ટર, રાઈઝોબિયમ કલ્ચર, ફોસ્ફો બેક્ટેરિયા, પોટાશ બેક્ટેરિયા જેવા જૈવિક ખાતર વાપરવા જોઈએ. જેનાથી જમીનમાં રહેલ ફોસફરસ, પોટાશ, ત્રાંબુ, જીક, લોહ, બોરોન વગેરે તત્વોને બેક્ટેરિયા પાકનાં મૂળ સુધી પહોંચાડે છે. ગાયના છાણથી આ બેક્ટેરિયા બને છે.

છાશ અને ગાયના શિંગમાં ખાતર

છાશના લેક્ટોપસ બેક્ટેરિયાને છાશમાં ઉછેરીને તેનો છંટકાવ કરવાથી 30 જેટલા પાકમાં 20 જાતના ફૂગ જન્ય રોગને દૂર કરી શકાય છે. તે પણ કોઈ પણ જાતના ખર્ચ વગર દૂર કરી શકાય છે. ગાયના મોત બાદ નિકળતા શિંગમાં ખાતર બનાવીને જમીન ભીની હોય ત્યારે એકરે 25 ગ્રામ ખાતર 100 લિટર પાણીમાં નાખી સવારે કે સાંજે ખેતરમાં છાંટી દેવાથી મોટી માત્રામાં બેક્ટેરિયા ખેતરમાં પેદા થવા લાગશે.

ભારતમાં સંશોધન

2018માં માળવા ક્ષેત્રમાં છાણના બેક્ટેરિયાથી જમીનમાં ઉત્પન્ન થતા નકામાં બેક્ટેરિયાને ખતમ કરવાના પ્રયોગો થયા હતા. ખેતરમાં ગાયના છાણમાંથી બનેલા મિશ્રણનો છંટકાવ કરવાથી ઝેરી તત્વો દૂર થયા હતા. ગાઝિયાબાદની નેશનલ ઓર્ગેનિક ઇન્સ્ટિટ્યૂટએ ગોબરમાંથી મળી આવેલા બેક્ટેરિયાનું 50 મિલી મિશ્રણ તૈયાર કર્યું છે, જે 200 લિટર પાણી અને બે કિલો ગોળ સાથે ભેળવી એક એકર જમીનમાં આપવાથી જમીન રાસાયણિક પદાર્થોથી મુક્ત બને છે. 4 ગણા ઓછા રાયાણીક ખાતરની જરૂર પડે છે.

ઘઉં અને ડાંગરનું ઉત્પાદન 10 ટકા વધી જાય છે. આ ખાતર ખેડૂતોએ વારંવાર ખરીદવું પડતું નથી. એકવાર 200 લિટરનું મિશ્રણ તૈયાર થઈ જાય, તેમાંથી પાંચ લિટર બચાવ્યા પછી, 200 લિટર પાણી અને બે કિલો ગોળ ઉમેરીને ફરીથી તૈયાર કરી શકાય છે. સાવ મફતમાં દરેક ખેડૂત તૈયાર કરી શકે છે. લિક્વિડ વેસ્ટ ડી કમ્પોઝરની ચકાસણી ભારતીય કૃષિ સંશોધન પરિષદે કરેલી છે. પંજાબના ફાર્મિંગ હેરિટેજ મિશન ફિરીકોટે પ્રયોગો કર્યા હતા.

રાષ્ટ્રીય ઓર્ગેનિક ઇન્સ્ટિટ્યૂટના વડા ડો.જગતસિંહે પંજાબ ફાર્મિંગ હેરિટેજ મિશનને ગાયના છાણ, વેસ્ટ ડે કમ્પોસ્ટનું મિશ્રણ પૂરું પાડ્યું હતું. આમાંથી મોટી માત્રામાં કચરો ડી કંપોઝર તૈયાર કરી શકાય છે. આ સોલ્યુશનની મદદથી 40 દિવસમાં કૃષિ કચરો, ગોબર, રસોડાનો લીલો કટરો અને શહેરનો કચરાથી જૈવિક ખાતર બનાવી શકાય છે.

આલ્કલાઇન અને એસિડિક જમીન રાસાયણિક અને શારીરિક ગુણધર્મો 21 દિવસની અંદર સુધરવાનું શરૂ થાય છે. 6 મહિનાની અંદર એક એકર જમીનમાં ચાર લાખથી વધુ અળસિયાનું ઉત્પાદન થાય છે. વેસ્ટ ડી કંપોઝર સાથે બીજની સારવારમાં 98 ટકા બીજમાં પ્રારંભિક અને એકસમાન અંકુરણ જોવા મળ્યું છે.

આ સોલ્યુશનનો છોડ ઉપર છંટકાવ કરવાથી અનેક રોગોથી બચવામાં પણ મદદ મળે છે. આનો ઉપયોગ કરીને, ખેડૂતો રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વિના પાક લઈ શકે છે. તેના ઉપયોગથી યુરિયા, ડીએપી અથવા એમઓપીના વપરાશને અટકાવી શકાય છે.

અમેરિકામાં એન્ટિબાયોટિક પર સંશોધન

ગુજરાતમાં પશુઓને સારવાર માટે એન્ટિબાયોટિક દવા આપવાનું પ્રમાણ વધી ગયું છે. એન્ટિબાયોટિક અવશેષ બેક્ટેરિયા સતત વધી રહ્યા છે. 2014માં અમેરિકાની યેલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સંશોધન કરેલું હતું કે, ગાયના છાણમાં ઘણા જીવ એન્ટિબાયોટિક દવાથી પ્રભાવિત થાય છે. ખેતરમાં છાણના નમુનાઓ પર સંશોધન કર્યું હતું. આ સમય દરમિયાન તેણે તે નમૂનામાં 80 એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીનો શોધ્યા.

ખાસ વાત એ છે કે તેમાંના મોટાભાગના નવા હતા. લેબમાં સંશોધન કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે બેક્ટેરિયા પેનિસિલિન અને ટેટ્રાસાયક્લિન જેવા એન્ટિબાયોટિક્સથી પણ નાબૂદ કરી શકાતા નથી. વૈજ્ઞાનિકો આ એન્ટિબાયોટિક પ્રતિરોધક ક્ષમતાને જોઈને આશ્ચર્યચકિત થયા હતા. તેણે આ નમૂના માત્ર પાંચ ગાયના એકત્રિત કરેલા હતા.

માંસ ઉત્પાદકો 1970થી પ્રાણીઓનું કદ સામાન્ય કરતા વધુ ઝડપથી વધે તે માટે એન્ટિબાયોટિક આપે છે. તેથી માંસ વધું મળે છે. એઆરએસ ટેકનીકાએ જાહેર કર્યું છે કે, ફોર્મ-એન્ટિબાયોટિક અને સુપરબગ નુકસાનકારક છે. છાણમાં સુપરબગ્સ અને દવાઓ શામેલ છે. એન્ટીબાયોટીક ઉછેર વિના પ્રાણીઓના છાણ કરતાં લગભગ 8.8 ગણો વધુ જમીન કાર્બન ગ્રહણ કરે છે. આ આપણા અને આપણા પર્યાવરણ માટે સારું તો નથી જ.

એન્ટિબાયોટિક પ્રતિરોધક બેક્ટેરિયા વધશે.  ખુલ્લામાં ગાયના છાણનો ઉપયોગ કરવાની પ્રણાલી જૂની છે. શ્રીનગરના એચ.એન.બી. સેન્ટ્રલ ગઢવાલ યુનિવર્સિટીના વનસ્પતિશાસ્ત્ર અને માઇક્રોબાયોલોજી વિભાગના સંશોધન વિદ્યાર્થી ડો. અક્ષત યુનિઆલના જણાવ્યા અનુસાર, જેણે સૂક્ષ્મજીવોના દૃષ્ટિકોણથી પરંપરાગત ઓપન હીપ કમ્પોસ્ટનો અભ્યાસ કર્યો છે, તેઓ દાવો કરે છે કે તેમાં ફૂગ અને બેક્ટેરિયા છે જે છોડના વિકાસમાં મદદ કરે છે.

ગુણાકાર થાય છે. છાણના વિઘટન દરમિયાન તાપમાન નિયંત્રિત કરવામાં આવે તો વધુ સુક્ષ્મજીવાણુંઓનો વિકાસ થયો હતો. સૂક્ષ્મજીવાણુઓ અને ફૂગની સંખ્યા જેટલી વધારે હોય, પોષક તત્ત્વોની સંખ્યા વધુ જોવા મળી હતી. સૂક્ષ્મ જીવો બિન વપરાયેલા તત્વોને ઉપયોગી પોષક તત્વોમાં ફેરવે છે.

ખાતરના વિઘટન દરમિયાન મોટાભાગના એન્ટરોબેક્ટેરિયાસી, બેસિલસી, સ્યુડોમોનાડેસી બેક્ટેરિયા અને એસ્પરગિલસ, પેનિસિલિયમ, આલ્ટરનેરીયા, ટ્રાઇકોડર્મા, કોર્નિસપોરા અને ટેલિરેમિસિસ ફૂગ મળી આવ્યા હતા. તે પોષક તત્વો અને હોર્મોન્સના સ્ત્રાવ માટે જવાબદાર હતા. જે છોડના વિકાસમાં બધા ફાળો આપે છે.

આયુર્વેદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે યજ્ઞ ગાયના છાણથી કરવામાં આવ્યો હતો, તે પર્યાવરણને શુદ્ધ કરે છે અને હવામાં સ્થિત બેક્ટેરિયા અને વાયરસનો નાશ થાય છે. હાનિકારક બેક્ટેરિયાને મારવા ઉપરાંત, ગોબરમાં જમીનની સંલગ્નતાના ગુણધર્મો છે.[:]