[:gj]શિયાળામાં કોરોનાથી સાવચેત રહેવું પડસે, સ્વાઇન ફલૂની જેમ ઝડપથી ફેલાય શકે છે કોરોના: એમ્સ ડાયરેકટર[:]

[:gj]દેશમાં એકિટવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને જનજીવન સામાન્ય થતું જોવા મળી રહ્યું છે. પરંતુ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ લોકોને સાવધાન કર્યા છે અને માસ્ક તથા બે ગડની દૂરી જેવી સાવચેતી હજુ પણ રાખવાનું કહ્યું છે. તો એમ્ડના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરિયા પ્રમાણે આ રાહત વધુ દિવસ સુધી ટકશે નહીં. ડો. ગુલેરિયાએ કહ્યુ, સ્વાઇન ફ્લૂ શિયાળામાં ઝડપથી ફેલાય છે. આ રીતે કોવિડ પણ ફેલાશે. આ વાતના પણ પૂરાવા છે કે વાયુ પ્રદુષણ પણ કોવિડ-19ના પ્રસારમાં ઘણી હદ સુધી મદદ કરશે. તેના પર ઇટાલી અને ચીનમાં થોડા મહિના પહેલા અભ્યાસ કરવામાં આવ્યો છે.

બીજી તરફ ડો. રણદીપ ગુલેરિયાએ ICMRના તે દાવા પર પણ પ્રતિક્રિયા આપી જેમાં કહેવામાં આવ્યું છે કે પ્લાઝમા થેરાપીથી કોવિડથી થતાં મોતોમાં ઘટાડો થયો નથી. તેમણે કહ્યું- આ ઉતાવળ હશે. હજુ અમારે વધુ ડેટાની રાહ જોવી જોઈએ. ICMRના અભ્યાસમાં જે દર્દીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો તેમાંથી મોટાભાગના પહેલાથી એન્ટીબોડી હતા. જો તમારામાં પહેલાથી એન્ટીબોડી છે તો બહારથી તેને આપવાથી કોઈ ખાસ લાભ થતો નથી. તેમણે કહ્યું, પ્લાઝમા કોઈ મેજિક બુલેટ નથી. અમારે તેનો ત્યાં ઉપયોગ કરવાનો છે જયાં તેની ખુબ જરૂર છે. તે દાવો કરવો ખોટો છે કે તે બધા માટે લાભકારી છે. કોવિડથી આપણે શીખ્યું છે કે સારવારમાં યોગ્ય સમયનું ખાસ મહત્વ છે.[:]