[:gj]ચીનના પૈસાથી ગુજરાતમાં 221 કંપનીઓ ચાલે છે, રૂપાણીમાં હિંમત હોય તો કરાવે બંધ, તો ભ્રામક પ્રચાર બંધ કરો[:]

[:gj]છેલ્લાં 5 વર્ષમાં મોદીના રાજમાં રૂ.7500 કરોડ આવેલા છે. ભાજપ અને તેની ભગીની સંસ્થાઓ લોકોને કેવી મૂર્ખ બનાવે છે. તે આના પરથી સ્પષ્ટ થાય છે. વિદેશી રોકાણની મંજૂરી કેન્દ્ર સરકાર આપતી હોય છે.

દેશની 1,600 થી વધુ ભારતીય કંપનીઓને એપ્રિલ 2016 થી માર્ચ 2020 દરમિયાન ચીન તરફથી એક અબજ ડોલરનું વિદેશી રોકાણ (એફડીઆઈ) મળ્યું છે. સરકારી ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. આ આંકડો મંગળવારે રાજ્યસભામાં લેખિત જવાબમાં આપવામાં આવ્યો હતો. એક અમેરિકન ડોલરનો ભાવ રૂ.73 છે. 1600 થી વધુ ભારતીય કંપનીઓ ચીનના 7500 કરોડ રૂપિયામાં રોકાયેલ છે, સરકારે સંસદમાં સંપૂર્ણ માહિતી આપી

એક અંદાજ પ્રમાણે તેમાં ગુજરાતમાં 221 કંપનીઓ છે. ચીનના પૈસાથી ચાલતી આ કંપનીઓને ગુજરાતની બિકણ રૂપાણી સરકાર બંધ કરાવી શકે તેમ નથી. ભાજપ અને તેની ભગીની સંસ્થાઓ ચીની કંપનીઓ બંધ કરાવવા માટે પ્રચાર કરીને લોકોને ભરમાવે છે પણ જો ચીનનો બહિષ્કાર થાય તો 1600 કંપનીઓને આર્થિક કટોકટીમાં આવે શકે તેમ છે.

સરકારને સવાલ કરવામાં આવ્યો હતો કે શું તે હકીકત છે કે ભારતીય કંપનીઓ, ખાસ કરીને સ્ટાર્ટ-અપ્સ, ચીની એજન્સીઓ દ્વારા ભારે રોકાણ કરવામાં આવી છે. સરકારી આંકડા મુજબ, એપ્રિલ 2016 થી માર્ચ 2020 ના ગાળામાં 1,600 થી વધુ કંપનીઓને ચીન તરફથી 102.25 કરોડ ડોલર ($ 1.02 અબજ ડોલર) નું સીધું વિદેશી રોકાણ પ્રાપ્ત થયું છે.

આ કંપનીઓ 46 પ્રદેશોમાં હતી. આમાંથી ઓટોમોબાઈલ ઉદ્યોગ, પુસ્તકોના છાપકામ (લિથો પ્રિન્ટિંગ ઉદ્યોગ સહિત), ઇલેક્ટ્રોનિક્સ, સેવાઓ અને ઇલેક્ટ્રિકલ સાધનોને આ સમયગાળા દરમિયાન ચીન તરફથી $ 10 કરોડ ડોલરથી વધુની એફડીઆઈ પ્રાપ્ત થઈ છે. ડેટા બતાવે છે કે ઓટોમોબાઈલ ઉદ્યોગને ચીન તરફથી મહત્તમ 17.2 કરોડ ડોલરની એફડીઆઈ પ્રાપ્ત થઈ છે.

સર્વિસ સેક્ટરને 13 મિલિયન 96.5 મિલિયન ડોલરની એફડીઆઈ મળી છે. લેખિત જવાબમાં કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે કહ્યું કે કોર્પોરેટ અફેર્સ મંત્રાલયને ચીની એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા રોકાણો વિશે જાણ નથી.[:]