[:gj]કોંગ્રેસે અધ્યક્ષ સોનિયા ગાંધીને મદદ કરવા માટે એક વિશેષ સમિતિની રચના કરી[:]

[:gj]કોંગ્રેસમાં ગાંધી પરિવાર સામે થયેલા નેતાઓ પર હવે સોનિયા ગાંધીએ કડક કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી છે, અગાઉ સોનિયા ગાંધીને પત્ર લખનારા 23 નેતાઓમાંથી કેટલાકને સાઇડ લાઇન કરવાની શરૂઆત થઇ ગઇ છે. પાર્ટીમાં મોટા ફેરફાર કરીને રાહુલ ગાંધીની વાહવાહી કરનારા નેતાઓને મોટું પદ આપી દેવામાં આવ્યું છે.

પાર્ટીમાં ફેરફારની માંગ સાથે સોનિયાને પત્ર લખનારા અને રાહુલ ગાંધી સામે નારાજગી દર્શાવનારા સિનિયર નેતા ગુલામ નબી આઝાદને વેતરી નાખવામાં આવ્યાં છે. તેમની પાસેથી હરિયાણા મહાસચિવ પદ છીનવી લેવામાં આવ્યું છે. તેઓને ફરીથી રાજ્યસભામાં પણ મોકલવામાં નહીં આવે તેવી ચર્ચાઓ છે. ઉપરાંત મહાસચિવ પદથી મોતીલાલ વોરા, અંબિકા સોની,મલ્લિકાર્જૂન ખડગે અને લુઈજિન્હો ફ્લેરિયોને હટાવી દેવાયા છે.

જિતીન પ્રસાદને પ.બંગાળના પ્રભારી બનાવીને કપિલ સિબ્બલનું કદ ઘટાડી દેવામાં આવ્યું છે.  કોંગ્રેસ અધ્યક્ષને સલાહ આપનારી 6 સભ્યોની કમિટીમાં પૂર્વ સંરક્ષણ પ્રધાન એકે એન્ટની, સોનિયા ગાંધીના નજીકના અહેમદ પટેલ, સંગઠનના મહાસચિવ કેસી વેણુગોપાલ અને મુકુલ વાસનિકનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાહુલના નજીકના અને પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાને સૌથી મોટુ પ્રમોશન મળ્યું છે. તેઓનો સમિતિમાં સમાવેશ કરાયો છે અને તેમને મહાસચિવ બનાવી દેવામાં આવ્યાં છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા મધુસુદન મિસ્ત્રીને ચૂંટણી સમિટિના અધ્યક્ષ બનાવાયા છે. પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યાં છે. જ્યારે દિગ્વિજયસિંહને કોંગ્રેસ વર્કિમ કમિટિમાં સ્થાન અપાયું છે.

રાજીવ સાતવને ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ-દિવના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યાં છે. શક્તિસિંહ ગોહીલને દિલ્હી, બિહારના ઇન્ચાર્જ બનાવ્યાં છે.આશા કુમારીને સ્થાને હરીશ રાવત પંજાબ કોંગ્રેસના પ્રભારી મહાસચિવ બન્યાં છે. પી.ચિદમ્બરમ, જિતેન્દ્રસિંહ અને તારિક અનવરને CWCના નિયમિત સભ્ય બનાવાયા છે.

નોંધનિય છે કે અગાઉ કપિલ સિબ્બલ અને ગુલામ નબી આઝાદ જેવા નેતાઓએ કોંગ્રેસને બચાવવા પાર્ટીમાં ફેરફાર કરવાની વાત કરી હતી,ગાંધી પરિવારની જગ્યાએ અન્ય વ્યક્તિને પાર્ટીના અધ્યક્ષની જવાબદારી આપવાની માંગ કરાઇ હતી.

જો કે હવે સોનિયા ગાંધીએ માસ્ટર સ્ટ્રોક મારીને આગામી સમયમાં રાહુલ ગાંધી જ કોંગ્રેસના કાયમી અધ્યક્ષ બને તે માટે આઝાદ જેવા અનેક નેતાઓને દબાવી દેવામાં આવ્યાં હોવાની ચર્ચાં છે. કારણ કે આ નેતાઓએ પહેલા કોંગ્રેસને મજબૂત નેતૃત્વ આપવાની વાત કરીને ગાંધી પરિવારનો વિરોધ કર્યો હતો[:]