[:gj]નિષ્ફળ રૂપાણીને બચાવવા માટે દિલ્હીથી ડોક્ટરોને બોલાવાયા ? [:]

Doctors called from Delhi to save failed Rupani?

[:gj]અમદાવાદ, 9 મે 2020

કોરોના-કોવિડ-19ની સ્થિતીમાં ગુજરાતમાં માર્ગદર્શન માટે દેશના શ્રેષ્ઠ તબીબોની ટીમ, એમ્સ નવી દિલ્હીના ડાયરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજાએ આજે અમદાવાદની સિવીલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં બધું બરાબર ચાલી રહ્યું હોવાનું પ્રમાણપત્ર રૂપાણીને આપી દીધું છે. જો બધું બરાબર જ ચાલતું હતું તો તેમને શા માટે બોલાવવાની જરૂર ઊભી થઈ. સિવિલ હોસ્પિટલના સૂત્રો કહે છે કે, બધું બરાબર નથી. રૂપાણી સરકારની નિષ્ફળતા ઢાંકવા માટે તેમને સફળતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. તે માટે અમદાવાદની 3 ખાનગી હોસ્પિટલના તબિબોનો ઉપયોગ કરાયો હતો.

આ મુલાકાત બાદ AIIMS ડાયરેક્ટર ડો રણદીપ ગુલેરીયાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણ સામે લડવામાં ગુજરાત સરકારે જે પ્રયાસો કર્યા છે તે સરાહનીય છે. રાજ્ય સરકારે કોરોનાનો મૃત્યુ દર ઘટાડવા સમગ્રતયા ધ્યાન કેન્દ્રિત કર્યું છે, તે ખરેખર પ્રશંસનીય છે.

અમદાવાદની સિવિલ તબીબો અને અન્ય સંલગ્ન સ્ટાફે સરસ રીતે દર્દીઓની સેવા સારવાર કરી છે. ખૂબ જ ટૂંકા સમયમાં 1200 બેડની હોસ્પિટલ અને સમગ્ર માળખું તૈયાર કરવા બદલ રાજ્યના આરોગ્ય તંત્રની સરાહના કરી હતી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર માળખું ઊભું કરવામાં આવ્યું છે, તે ખૂબ જ અદ્યતન છે, જે દેશ માટે ગૌરવની વાત છે.

તેમણે રાજ્યના સરકારી અને ખાનગી ડૉક્ટર સાથે પણ વાર્તાલાપ કર્યો હતો. કોરોના સંક્રમણ સામે લડી રહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સ ને પણ મળીને સઘળી વિગતો જાણી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોએ રોગથી ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી જરૂર રાખવી પડશે. કોવિડ – 19 ના લક્ષણો જણાતા તુરંત જ હોસ્પિટલનો સંપર્ક કરી ટેસ્ટ કરાવવા માટે આગળ આવવું જોઈએ. મોટી ઉંમરના વ્યક્તિઓ અને comorbid લક્ષણો ધરાવતા દર્દીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયાના વધુ દિવસો બાદ જ્યારે દાખલ થાય છે ત્યારે તેઓને તકલીફ વધી જાય છે.

ઉપરાંત એસિમ્ટોમેટીક દર્દીઓમાં પણ વાયરસ તેનો પ્રભાવ રાખે છે. વ્યક્તિના શરીરમાં ઓક્સિજનો ઘટાડો થતો હોય છે, જેનો દર્દીને ઘણી વાર ખ્યાલ રહેતો નથી. તેને પગલે ન જોઈતા પરિણામો ભોગવવા પડે છે. કોરોના સામેની લડાઈમાં રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસરવા લોકોને અપીલ કરી છે.

લોકજાગૃતિ અને લોક સહકાર વિના આ જંગ જીતવી મુશ્કેલ છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ, લોકડાઉનનો ચુસ્ત અમલ અને રક્ષણાત્મક પગલા અત્યંત જરૂરી છે.[:]