[:gj]બચત ખૂટી જતાં સોનું ગીરવે મકીને લોક લેવાનું વધ્યું, કઈ રીતે લઈ શકાશે લોન જાણો રીત[:]

[:gj]ભારતમાં સોનું ગીરવે મૂકીને લોનની માંગમાં વધારો થયો છે, લોકોના બચતના પૈસા ખૂટી ગયા છે અને સોનાની કિંમત 10 ગ્રામ દીઠ રૂ .50,000 ને વટાવી ગઈ છે. રિઝર્વ બેંક (આરબીઆઈ) એ 31 માર્ચ 2021 સુધીમાં ગીરવે મૂકાયેલા સોના માટે લોન-ટુ-વેલ્યુ (એલટીવી) રેશિયો પણ 75 ટકાથી વધારીને 90 ટકા કર્યો છે. આમ, સર્જાયેલી આર્થિક મુશ્કેલીઓને પહોંચી વળવા માટે સોનાની લોન દ્વારા વધુ મૂડી ઉધાર લે છે અને તેમની તાત્કાલિક નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા પૈસાની વ્યવસ્થા કરી રહ્યા છે.

ગોલ્ડ લોન પર અસુરક્ષિત વ્યક્તિગત લોન કરતા ઓછા વ્યાજ દર લે છે. કોટક મહિન્દ્રા બેંક તરફથી ગોલ્ડ લોન માટે અરજી કરો છો, તો તમે ઓછામાં ઓછા 20,000 રૂપિયા અને વધુમાં વધુ 25 લાખ રૂપિયા મેળવી શકો છો. એ જ રીતે, ગોલ્ડ લોનની મુદત 3 મહિનાથી 36 મહિના સુધીની હોઈ શકે છે. કેટલીક બેંકો લોનની રકમ પર 1.5 ટકા સુધી પ્રોસેસિંગ ફી અને જીએસટી લે છે. વેલ્યુએશન ફી પણ લે છે. મૂલ્યાંકન ફી લે છે.

ખાનગી બેંકો વાર્ષિક 9.90 ટકાથી 11.5 ટકાના વ્યાજ દર લે છે. મનપ્પુરમ ફાઇનાન્સ, મુથૂટ ફાઇનાન્સ જેવી એનબીએફસી 12% વ્યાજ લે છે. મોટાભાગની બેંકો વ્યાજ દર ઉપરાંત વાર્ષિક 2 ટકા લેટ ફી લે છે. જો તમે રિમાઇન્ડર્સ છતાં લોન ચૂકવશો નહીં, તો પછી ગિરવે મૂકાયેલ સોનું જપ્ત કરી શકાય છે અને બેંક તેની હરાજી કરી શકે છે અને તેના બાકી લેણાં મેળવી શકે છે. આના તમારા ક્રેડિટ ઇતિહાસ અને સ્કોર પર નકારાત્મક અસર પડે છે.[:]