[:gj]વલસાડ જિલ્લામાં કોવિડ-19ના નિયમભંગ કરનારા પાર તવાઈ : રૂ.25,800નો દંડ વસૂલાયો[:]

[:gj]વલસાડ,

વલસાડ જિલ્લાની પ્રજાજનોને કોવિડ-19ના સંક્રમણથી બચવા માટે જિલ્લા કલેકટર આર.આર.રાવલે નિયમોનું પાલન કરવાની જાહેર અપીલ કરી હોવા છતાં કેટલાક લોકો કોરોનાથી સાવચેત રહેતા બદલે નિયમોનો ભંગ કરતા હોવાનું માલુમ પડતાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અધિકારી/કર્મચારીઓની સ્‍ક્‍વોર્ડ બનાવી ચેકિંગ હાથ ધરતાં કોવિદ-19ના નિયમોનો ભંગ કે અનાદર સામે કાયદાકીય દંડાત્‍મક કાર્યવાહી કરી.

કાલે તા.12/06/2020ના રોજ વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાંથી માસ્‍ક ન પહેરવા, સેનેટાઇઝર ન રાખવા, સોશિયલ ડિસ્‍ટન્‍સ ન જાળવવા, તથા જાહેરમાં થૂંકવા બદલ કુલ રૂા.25,800/-નો દંડ વસુલ કરવામાં આવ્‍યો હતો. જેમાં વલસાડ તાલુકામાં 8,400; પારડીમાં 6,800; ધરમપુરમાં 2,000; ઉમરગામમાં 3,400; કપરાડામાં 1,000 અને વાપી તાલુકામાંથી 4200 ના દંડનો સમાવેશ થાય છે.[:]