[:gj]ખંભાત કોરોન્ટાઇન સેન્ટરમાં હાલ ૨૫ સંક્રમિત વ્યક્તિ સારવાર હેઠળ[:]

[:gj]કોરોન્ટાઇન સેન્ટર તમામ સુવિધાથી સજ્જ
આણંદઃ ગુરૂવારઃ ખંભાત ખાતે કોરોના વાઇરસના પોઝેટીવ વ્યક્તિઓના સંક્રમણમાં આવેલા વ્યક્તિઓ માટે નગરના વીસ ગામ પાટીદાર સમાજવાડીમાં નિરિક્ષણ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે
આજની તારીખે આ સંખ્યા કુલ ૨૫ ની છે. અગાઉ આ સંખ્યા કુલ ૬૦ હતી જેમાંથી ૧૨વ્યક્તિઓને રજા આપવા માં આવી હતી.
૪૨ વ્યક્તિને બાકરોલ સમરસ હોસ્ટેલના કોવીડ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા તાલુકા હેલ્થ ઓફિસર ખંભાત ડો, આઇ.કે.પ્રજાપતિએ વિગતો આપતા વધુમાં જણાવ્યું કે, વીસ ગામ પાટીદાર સમાજ વાડીનો હોલ ૧૩૩ ફૂટ લાંબો છે અને તમામ સુવિધાઓથી સજ્જ આ સમાજવાડી સંકુલ છે.
એમાં રાખવામાં આવેલ વ્યક્તિઓને માટે ૨૪ કલાક એક મેડિકલ ઓફિસર ,પેરા મેડીકલ સ્ટાફ, અને અન્ય સેવા કર્મચારીઓની સેવા કાર્યરત છે. કોરોનટાંઈન થયેલ આ વ્યક્તિઓને જ્યારે આ સેન્ટર ઉપર દાખલ કરવામાં આવે ત્યારે ટુવાલ, પાંચ માસ્ક, સેનેટાઇજ બોટલ, ટૂથ પેસ્ટ, બ્રશ, સાબુ , વગેરે આપવામાં આવે છે. ખંભાત પ્રાંત અધિકારીશ્રી એસ.ડી.દેસાઇ દ્વારા વિગતો આપવામાં આવી હતી.
સવારે દૂધ, ચા, નાસ્તો, બપોરે જમવાનું ,પછી ચા નાસ્તો, અને જમવાનું પૂરું પાડવામાં આવે છે. આ સેન્ટરને પોલીસ સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી છે સેન્ટર ઉપર બે બાથરૂમ અને ૧૦ બ્લોક ટોયલેટ (સન્ડાસ)ની વ્યવસ્થા કાર્યરત છે.એમ ડૉ.આઇ.કે.પ્રજાપતિ દ્વારા જણાવાયું હતું.[:]