[:gj]અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં મુસ્લિમો રોઝા રાખી નમાઝ અદા કરે છે [:en]Muslims perform Rosa Rakhi Namaz in Korona ward of Ahmedabad Civil Hospital[:]

[:gj]અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલ ૪૭૨ દર્દીઓ કોરોનાગ્રસ્ત છે. દાખલ દર્દીઓમાં શહેરના કોટ વિસ્તારના મુસ્લિમ બિરાદરો પણ સામેલ છે. ઇસ્લામમાં રમઝાન મહિનો પવિત્ર ગણાય છે અને મુસ્લિમો દ્વારા રોજા રાખવામાં આવે છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ મુસ્લિમ દર્દીઓમાં જેમની તબિયત સ્થિર છે તેઓએ રોજા રાખવાની વાત સિવિલ તંત્ર સમક્ષ કરી હતી.

આથી સિવિલ હોસ્પિટલ દ્વારા પણ આ બાબતે ત્વરિત નિર્ણય લઇ રોજા રાખનાર બિરાદરોના ભોજન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ દર્દીઓને વહેલી સવારે  શહેરી સમયે 3:00 વાગ્યે દૂધ, લીંબુ શરબત અને ફળાહાર અપાય છે. તથા સાંજની  ઇફ્તારમાં ખજૂર, દૂધ અને જ્યુસ આપવામાં આવે છે. કોરોના વોર્ડમાં દાખલ મુસ્લિમ બિરાદરો નિયમિત નમાઝ અદા કરે છે અને સંપૂર્ણપણે રોજાનું પાલન કરવા કૃતનિશ્ચયી છે.

શહેરના દરીયાપુર વિસ્તારના ઈકબાલ હુસૈને પણ રોજા રાખ્યા છે. તેઓ કહે છે કે, ‘કોરોનાના આ કપરા સમયમાં જે જ્યાં છે ત્યાંથી જ તેમણે ખુદાની ઇબાદત કરવી જોઈએ. ખુદાની ઇબાદત કરી રાજી કરીશું તો જલદીથી કોરોના ભાગશે.’

ઈકબાલ હુસૈન ૫ વાર નમાઝ અદા કરે છે અને ધાર્મિક પુસ્તકોના વાંચનથી સમય પસાર કરી રહ્યા છે. રમજાનના પવિત્ર માસ દરમિયાન સિવિલ હોસ્પિટલના સહયોગથી તેઓ ખૂબ જ ખુશ છે.

દરિયાપુરના આરીફ ખાન પઠાણ  ભાવુક થતાં કહે છે કે, ‘આવી મહામારી વચ્ચે કોઈ બહાર ન નીકળે એ જ મારી અપીલ છે. હું મારા વહાલસોયા સંતાનો અને પત્નીથી દુર અહીં દાખલ થયો છું.  આ વિકટ પરિસ્થિતિમાં આપણે સાવચેતી રાખીશું તો અલ્લાહતાલા જરૂર આપણને આમાંથી બહાર લાવશે.’

તેઓ વધુમાં કહે છે કે, ‘સિવિલ હોસ્પિટલ દ્વારા અમારા રોજાનો સમય સચવાશે એવું મેં વિચાર્યું ન હતું પરંતુ અહીં મારી પૂરતી શુશ્રુષા થઈ રહી છે.’

સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત આ મુસ્લિમ બિરાદરોએ હાલ હોસ્પિટલને જ પોતાનું ઈબાદતગાહ બનાવ્યું છે  અને બીજાને પણ ઘરમાં જ રહી રમજાન મહિનામાં ઈબાદત કરવાની અપીલ કરી રહ્યા છે.  કહેવાય છે ને.. ઝુક જાયે સર જહા ખુદા કા ઘર વહા[:en]

At present 4 patients are suffering from coronary heart disease in Ahmedabad Civil Hospital. Admitted patients also include Muslim comrades from the Kot area of ​​the city. In Islam, the month of Ramadan is considered sacred and is fasted by Muslims. Among the Muslim patients admitted to the Korona ward of the Ahmedabad Civil Hospital who are in stable condition, they had spoken to the civil authorities about fasting. Therefore, the Civil Hospital has also taken a quick decision in this regard and has changed the meal times of the fasting comrades. These patients are given milk, lemon juice and fruit juice at 3:00 am urban time early in the morning. And in the evening iftar, dates, milk and juice are given. The Muslim comrades entering the Korona ward offer regular prayers and are determined to observe the fast completely.[:]