[:gj]પક્ષને નવી દિશામાં લઈ જવા પાટિલના મોટા બદલાવો, જૂના ચહેરા પાછા દેખાશે[:]

[:gj]ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મોરચા અને સંગઠન પદાધિકારીઓની બેઠક બાદ હવે ૨ ટર્મથી ચુંટણી લડતા અને હારેલા ધારાસભ્યોની બેઠક રાખવાનું આયોજન કર્યું છે. રાજ્યના ૨૦ થી વધારે ધારાસભ્યોની બેઠક લઈને હાલની કામગીરી અંગે અને પેટાચુંટણીનું હોમવર્ક આપવા બેઠકનું આયોજન કર્યું હોવાનું અનુમાન નેતાઓ લગાવી રહ્યા છે

પાટીલના પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી હવે પાટીલ જાણે 360 ડીગ્રી પરિવર્તન ઇચ્છે છે. ત્યાં સુધી કે ભાજપમાં કદાચ પ્રથમ વખત બની રહ્યું હશે કે હારેલા ધારાસભ્યોને યાદ કરવામાં આવ્યા હોય. હવે તેમની પાસેથી પણ કામગીરી લેવા માટે આયોજન કરવામાં આવ્યુ છે. જેથી આગામી ૨ સપ્ટેમ્બરે બપોરે કમલમ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સંગઠનમાં પદભાર સંભળ્યા બાદ પાટીલે મંત્રીઓ અને વર્તમાન ધારાસભ્યોનો ક્લાસ લીધો હતો. એ બાદ હવે પૂર્વ ધારાસભ્ય એટલે કે ઓછામાં ઓછા ૨ ટર્મ ધારાસભ્ય પદ પર રહ્યા હોય અને બાદમાં હારી ગયા હોય એવા ૨૦ થી વધારે ધારાસભ્યોને તેડું મોકલવામાં આવ્યું છે. એ તમામ ધારાસભ્યો સાથે પાટીલ બેઠક કરશે.

  • પક્ષમાં ધરમૂળથી પરિવર્તન ઇચ્છે છે પાટીલ
  • કાર્યકર્તાઓથી લઇને નેતાઓનો સંગઠનની કામગીરી માટે ઉપયોગનું આયોજન
  • હારેલા ધારાસભ્યોને પણ કામગીરી સોંપવાનું આયોજન
  • ૨ સપ્ટેમ્બરે કમલમ ખાતે બેઠકનું આયોજન
  • પૂર્વ ધારાસભ્ય એટલે કે ઓછામાં ઓછા ૨ ટર્મ ધારાસભ્ય પદ પર રહ્યા હોય
  • બાદમાં હારી ગયા હોય તેવા ૨૦થી વધારે ધારાસભ્યોને તેડું મોકલાયુ
  • ભૂષણ ભટ્ટ, શંકર ચૌધરી, દિલિપ સંઘાણી, આત્મારામ પરમાર, રમણ વોરા સહિત ૨૦થી વધારે ધારાસભ્યો બેઠકમાં હાજર
  • સંગઠનના કોઇ હોદ્દા પર પહેલા રહી ચૂકેલા છે
  • બોર્ડ નિગમ કે મંત્રી પદ ભોગવી ચુક્યા છે
  • પાટીલ તમામ ધારાસભ્યોને પેટા ચૂંટણીને લઇને નવું હોમવર્ક આપવા માંગે છે

ભૂષણ ભટ્ટ, શંકર ચૌધરી, દિલીપ સંઘાણી, આત્મારામ પરમાર, રમણ વોરા સહિતના ૨૦ થી વધારે ધારાસભ્યો બેઠકમાં હાજર રહેશે. આ તમામ ધારાસભ્યો એવા છે કે જેઓ સંગઠનના કોઈ હોદ્દા પર પહેલા રહી ચુકેલા છે અથવા તો બોર્ડ નિગમ કે મંત્રી પદ ભોગવી ચુક્યા છે. એવા તમામ ધારાસભ્યોને બોલાવી તેમની સાથે બેઠક કરી પાટીલ આગામી પેટા ચુંટણીને લઈને નવું હોમવર્ક આપવા માંગી રહ્યા છે. આગામી પેટા ચુંટણી દરમિયાન નેતાઓને જે તે વિસ્તારમાં મોકલી તેમની પાસે કામગીરી લેવાનું આયોજન હોવાનું ભાજપના જ નેતાઓ જણાવી રહ્યા છે.

ભલે તે ચુંટણી હારી ચુક્યા હોય પણ એ વિસ્તારની સ્થિતિ શું છે. સેવાકીય અને રાજકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે કે નહિ એ વિસ્તારની સામાજિક સ્થિતિ શું છે જે તે ધારાસભ્ય હાલમાં કેટલા સક્રિય છે. આ તમામ પાસાઓ અંગે માહિતી મેળવવાનો પણ પ્રયાસ પાટીલ દ્વારા કરવામાં આવશે. આમ પાટીલે મંત્રીઓ અને વર્તમાન ધારાસભ્યો બાદ પૂર્વ ધારાસભ્યોનો ક્લાસ લેવાની શરૂઆત કરી છે. સંગઠનના માળખામાં અગામી સમયમાં ફેરફાર થવાના છે જેને લઈને પણ એ તમામ ધારાસભ્યોના મત જાણવા પ્રયાસ કરવામાં આવશે અને જે તે સમયે કઈ રાજકીય સ્થિતિને કારણે ભાજપે સીટ ગુમાવી હતી એ તમામ બાબતો જાણી તેના પર મનોમંથન કરવામાં આવશે એવું સુત્રો જણાવી રહ્યા છે.[:]