[:gj]ગુજરાતમાં ખૂન કરતાં બળાત્કાર વધું, ચાલુ ટ્રેને બળાત્કાર [:]

Rape over murder in Gujarat, rape on trains

[:gj]વિધાનસભા ગૃહમાં આજે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે અનેક પ્રશ્નો પૂછીને સરકારને ઘેરવાનો જારદાર પ્રયાસ કર્યો હતો. જેના અનુસંધાનમાં, ગૃહમંત્રીએ વિધાનસભામાં વિવિધ પ્રશ્નોના આપેલા જવાબો મુજબ, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૨૦૩૪ હત્યા, ૨૭૨૦ બળાત્કાર, ૫૮૯૭ અપહરણ, ૩૩૦૫ રાયોટિંગ, ૧૪૭૦૨ આત્મહત્યા, ૨૯૨૯૮ આકસ્મિક મૃત્યુ, ૪૪૦૦૮૧ અપમૃત્યુના કેસ નોંધાયા છે. આમ ગુજરાતમાં દરરોજ ૩ હત્યા, ૪ બળાત્કાર, ૨૦ની આત્મહત્યા અને રોજ ૫ રાયોટીંગના કેસ નોધાય છે. આ તમામ બનાવો મળીને કુલ ૮૮૦૮૧ નાગરિકોએ અકુદરતી રીતે જીવન ટૂંકાવ્યું છે.

આમ રાજ્યમાં દરરોજ ૧૨૦ કરતા વધુ નાગરિકો, યુવાન-યુવતીઓ આત્મહત્યા-અકુદરતી રીતે મૃત્યુ પામે છે. રાજ્યમાં બે વર્ષમાં ૧૪૭૦૨ આત્મહત્યાના બનાવો નોંધાયા છે એટલે કે, દરરોજ ૨૦ નાગરિકોએ અકુદરતી રીતે જીવન ટૂંકાવ્યું છે. જ્યારે ૨૦૩૪ હત્યાના બનાવો બન્યા છે એટલે કે દરરોજ ૨થી ૩ હત્યાઓ થઈ રહી છે, તેમજ ૨૭૨૦ બળાત્કારના બનાવો બન્યા છે એટલે કે દરરોજ ત્રણથી ચાર જેટલા રેપના બનાવો બની રહ્યાં છે. રાયોટીંગની વાત કરીએ તો બે વર્ષમાં ૩૩૦૫ રાયોટીંગના બનાવો બન્યા છે એટલે કે દરરોજ ૪-૫ રાયોટીંગના કેસ નોંધાયા છે.

દેશમાં ત્રણ વર્ષમાં ટ્રેનો, રેલવે પરિસરમાં દુષ્કર્મના ૧૬૫ બનાવ સામે આવ્યા છે. આ દરમિયાન લૂંટના ૪૭૧૮ જ્યારે હત્યાના ૫૪૨ કેસ સામે આવ્યા. આરટીઆઇ કાર્યકર ચંદ્રશેખર ગૌડની આરટીઆઇ અરજીના જવાબમાં આ માહિતી અપાઇ. આરટીઆઇમાં જણાવ્યા અનુસાર ૨૦૧૭થી ૨૦૧૯ દરમિયાન રેલવે પરિસરમાં દુષ્કર્મની ૧૩૬ જ્યારે ચાલતી ટ્રેનમાં ૨૯ ઘટના બની. ૨૦૧૭માં સામે આવેલા ૫૧ કેસની તુલનાએ ૨૦૧૮માં ૭૦ અને ૨૦૧૯માં ૪૪ કેસ સામે આવ્યા.
આ ગાળામાં મહિલાઓ વિરુદ્ધના અન્ય ગુનાના ૧૬૭૨ કેસ પણ નોંધાયા. તેમાંથી ૮૦૨ બનાવ રેલવે પરિસરમાં જ્યારે ૮૭૦ ચાલતી ટ્રેનમાં બન્યા. ગયા મહિને એક સવાલના જવાબમાં રેલવે મંત્રી પીયૂષ ગોયલે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ૩ વર્ષમાં અપહરણના ૭૭૧ કેસ નોંધાયા છે.[:]