[:gj]કોરોના લોકડાઉન પછી ઓનલાઈન ફ્રોડના વધતા કેસો ચિંતાજનક[:]

[:gj]કોરોનાને લીધે લોકો અનેક પ્રકારની ચીજવસ્તુઓ ઓનલાઈન મંગાવવા લાગ્યા છે પરંતુ ઓનલાઈનની બાબતમાં ફોડના-ચીટીંગના કેસ ઉત્તરોત્તર વધી રહયા છે. સાયબર ક્રાઈમ કરતી ગેંગો સક્રિય થઈ જતા પોલીસ પણ તેમને પકડવા ભારે કવાયત કરી રહી છે. ઓનલાઈન ફોડમાં અનેક નાગરિકો શિકાર થઈ રહયા છે તેમાં આશ્ચર્યની વાત એ છે કે ભણેલો- ગણેલો વર્ગ તેનો વિશેષ શિકાર થઈ રહયો છે. અમદાવાદ શહેરમાં લોકડાઉન પછી ઓનલાઈન છેતરપીંડીના કિસ્સા વધ્યા છે ખાસ કરીને સોશિયલ મિડીયા પર લલચામણી ઓફર કરાય છે જેમાં લપેટાઈને અનેકલોકો લીંક પર કલીક કરે પછી બેંકોમાંથી રૂપિયા ઉપડી જાય છે. આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.

વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની જેમ ખૂંચે છે

પોલીસ વિભાગ તરફથી વારંવાર નાગરિકોને છેતરપીંડી બાબતે મેળવવામાં આવે છે તેમ છતાં નાગરિકો છેતરાય છે. સોશિયલ મિડિયામાં લલચામણી જાહેરાત આપવામાં આવે છે તેમાં ફસાઈને નાગરિકો રૂપિયા જમા કરાવે છે પરંતુ ત્યારપછી જે વસ્તુ આવે છે તે બોગસ હોય છે. જયારે રૂપિયા જમા કરાવ્યા પછી મળતી નથી. નવી રકમ રૂ.૧૦૦૦થી ૧પ૦૦ની આસપાસ હોવાથી છેતરાયેલા નાગરિકો ફરિયાદ કરવાનું ટાળે છે.

વધુ વાંચો: અમિત શાહ અને મોદીના સંબંધોમાં ગુજરાતની તિરાડ

સોશિયલ મિડિયા ઓનલાઈન છેતરપીંડીના કેસો અમદાવાદમાં વધી રહયા છે. શહેર પોલીસ તરફથી તેના માટે સાયબરક્રાઈમ વિભાગ પણ શરૂ કરાયો છે. નાગરિકોએ પોલીસ સમક્ષ જવુ જાેઈએ જેથી કરીને છેતરપીંડી કરતી ગેંગને પોલીસ ઝડપી શકે. પરંતુ રકમ નાની હોવાથી નાગરિકો પોલીસ સમક્ષ રજૂઆત કરતા નથી.

વધુ વાંચો: VIDEO કૌભાંડી શંકર ચૌધરીને ભાજપના પ્રમુખ બનવું હતું, અમૂલનું બટર કામ ન આવ્યું, પક્ષે પાંચમી થપાટ મારી

વિચારવા જેવી વાત એ છે કે શહેરમાં ભણેલા-ગણેલા નાગરિકો ઓનલાઈન ફોડનો શિકાર બની રહયા છે અનેક પ્રકારની બિનજરૂરી લીંક આવતી હોય છે તેને કલીક કરવામાં આવે કે તુરત જ બેંકમાંથી રૂપિયા જતા રહે છે. તો ઘણા નાગરિકો તો અજાણ્યા ફોન પર અજાણી વ્યક્તિને પોતાની બેકીંગની તમામ વિગતો આપી દે છે. તેને કારણે તેમના ખાતામાંથી લાખો રૂપિયા ઉપડી જાય છે. ગૃહવિભાગ તરફથી નાગરિકોને ચેતવવામાં આવે છે એટલુ જ નહી રીઝર્વ બેંક અવારનવાર ગાઈડલાઈન આપે છે.

વધુ વાંચો: પાટણના આનંદ પટેલનું કુંડાળા અને સ્વૈચ્છિક સંસ્થાનું રાહત મોડેલ આખા દેશમાં લાગું કરાયા

બેંકો પણ જણાવે છે કે અમે કોઈ પણ પ્રકારની પર્સનલ વિગતો મંગાવતા નથી પરંતુ તેમ છતાં પોતાની ભૂલને કારણે નાગરિકો છેતરાય છે. સોશિયલ મિડિયા પર આજકાલ સ્માર્ટ વોચ, મોબાઈલ ફોન, તથા ઘરવખરીની ચીજવસ્તુઓની લોભામણી જાહેરાતો આવે છે પરંતુ તેમાં છેતરપીંડીનું પ્રમાણ વધી રહયુ છે નાગરિકો મામૂલી રકમ સમજીને કાયદાકીય કાર્યવાહી કરતા નથી. આવા તો સેંકડો નાગરિકો છેતરપીંડીનો ભોગ બનતા હશે.નાગરિકો લૂંટાઈ રહયા છે. એક પછી એક ઘટનાઓ પ્રકાશમાં આવતા પોલીસ ચોંકી ઉઠી છે અને આવા કિસ્સાઓમાં ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે. ફોડ થયાની વાત સપાટી પર આવતા ખળભળાટ મચી ગયો હતો. લોકડાઉન પછી અનલોકમાં સોશિયલ મિડિયાના માધ્યમથી છેતરપીંડીના કેસો વધ્યા છે.

વધુ વાંચો: અમિત શાહ અને મોદી વચ્ચેના વિખવાદોની પ્રતિકૃતિ એટલે સી આર પાટીલની નિમણુંક
વધુ વાંચો: એક બિનગુજરાતી ‘ભાજપ પ્રમુખ’ને કાર્યકરો અને લોકો નહીં સ્વીકારે, કોગ્રેસના હાર્દિક પટેલ મજબૂત થશે

[:]