[:gj]વિશ્વનું ઊંચું સરદારનું પુતળું રૂ.30 હજાર કરોડમાં વેચવા કાઢ્યું, કોણે જાહેરાત આપી ? [:]

[:gj]ભેજાબાજે વિશ્વ વિખ્યાત એફિલ ટાવરને 3 વખત વેંચી કાઢવામાં આવ્યો હતો. તેમ હવે વિશ્વનું સૌથી ઊંચું પૂતળું સ્ટેચ્યુ ઓફ યુનિટિને વેંચી કાઢવા માટે જાહેરાત કોઈ ભેજાબાજે આપી છે. ગુજરાત સરકારે રૂ.3 હજાર કરોડનું આ પુતળું ચીનમાં બનાવ્યું છે. તેના સાંધા તુટી રહ્યાં છે અને જોડેલા ટૂકડાઓ બહાર આવી રહ્યાં છે. ફીનીસીંગ બરાબર રહ્યું નથી. ત્યારે ગુજરાત સરકારને કોરોના સામે લડવા માટે નાણાંની જરૂર હોવાથી સરદાર પટેલનું પુતળું વેંચવા કાઢ્યું હતું. તેની કિંમત રૂ.30 હજાર કરોડ આંકવામાં આવી હતી. કાણર કે હવે અહીં સરકારને ભરપુર કમાણી થવા લાગી છે.

એક યુઝરે સોશિયલ સાઈટ OLX પર સ્ટેચ્યુ ઓફ યુનિટી રૂ. 30,000 કરોડમાં વેચવા મૂક્યું છે અને લખ્યું છે કે, “ઇમર્જન્સી ! હોસ્પિટલો અને જરૂરી હેલ્થકેર સાધનો લેવા માટે તાત્કાલિક નાણાંની જરૂર હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વેચવું છે.”

આમ તો લોકડાઉનની પરિસ્થિતિ માં ઘરે નવરા બેઠા કોઈ યુઝર દ્વારા મજાક છે. પરંતુ આ મજાક ઘણું બધું કહી જાય છે. કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની રૂપાણી સરકાર પાસે પૂરતાં પૈસા ન હોવાથી લોકો પાસે દાન માંગી રહ્યાં છે. દાન પર ચાલતી ધાર્મિક સંસ્થાઓ પણ દાન આપે એવી રીત અપનાવી છે.

કોઈ યુઝરે OLX પર આ પ્રકારની સરકારની ટીખળ કરતી પોસ્ટ કરી છે. યુઝરે આ પોસ્ટ કર્યા બાદની થોડી જ મિનિટમાં OLX દ્વારા આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી. સરદારનું પુતળું એ જાહેર સંપત્તિ છે અને કોઈ પણ વ્યક્તિને આવી જાહેર સંપત્તિ કે પ્રતિમા વેચવાનો અધિકાર નથી. પણ એફિલ ટાવર વેચી દેવાયો હતો.

જોકે સરદારનું પુતળું અને આસપાસ લોકોના મનોરંજન માટે હોટેલો માટે સરકાર જમીન હડપ કરી રહી હોવાથી આસપાસના આદિવાસી લોકો આંદોલન ચલાવી રહ્યાં છે. તેમના નેતાને 5 જિલ્લામાંથી તડિપાર કરવા માટે કલેક્ટરે આદેશ આપ્યો છે. ત્યારે આદિવાસી પ્રજા સરકાર સામે રોષે ભરાયેલી છે. તે સમયે જ સરદાર પટેલનું કિંમતી પૂતળું 10 ગણી કિંમતે વેંચવા માટે જાહેરાત આવી છે.[:]