[:gj]વિશ્વની સૌથી લાંબી ‘અટલ ટનલ’નું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન, 2002માં રખાઇ હતી આધારશીલા[:]

[:gj]આજે પ્રધાનમંત્રી મોદીના હસ્તે રોહતાંગમાં અટલ ટનલનું ઉદ્ઘાટન કરાયું. અટલ ટનલ એ વિશ્વની સૌથી લાંબી હાઇવે ટનલ છે. 9.02 કિલોમીટરની આ ટનલ આખું વર્ષ મનાલીને લાહૌલ સ્પીતી વેલી સાથે જોડી રાખશે. અગાઉ ભારે બરફવર્ષાને કારણે ખીણ વર્ષના 6 મહિના સંપર્ક વિહોણી બની જતી હતી.

આ પ્રસંગે રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય નાણામંત્રી અનુરાગ ઠાકુર, હિમાચલના મુખ્યમંત્રી જયરામ સિંહ ઠાકુર અને સીડીએસ જનરલ બિપિન રાવત પણ હાજર રહ્યા હતા. જોકે, હવે આ ટનલ બની જતા મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિલોમીટર ઘટી જશે અને 4 થી 5 કલાક સમય બચી જશે. અટલ ટનલ વર્લ્ડ-કલાસ ટેકનોલોજીથી બનાવવામાં આવી છે. આ ટનલમાં દરરોજ ત્રણ હજાર કાર અને દોઢ હજાર ટ્રક પસાર થશે. ટનલની અંદર મહત્તમ 80 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે વાહન ચલાવવાની મંજૂરી આપવામાં આવશે.

ટનલમાં સેમી ટ્રાન્સવર્સ વેન્ટિલેશન સિસ્ટમ પણ ગોઠવવામાં આવી છે. દર 150 મીટર પર ઇમરજન્સી માટે સંપર્કની વ્યવસ્થા કરવામાં આવી છે. દર 60 મીટર પર અગ્નિશામક યંત્ર ગોઠવવામાં આવ્યા છે. દુર્ઘટનાની તાત્કાલિક જાણ થાય તે માટે દર 250 મીટર પર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. દર એક કિલોમીટરે હવાની સ્થિતિ જાણવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટનલની આધારશિલા 26 મે 2002માં રાખવામાં આવી હતી.[:]