[:gj]ગુજરાતના આ ખેડૂતે ભારતને વર્લ્ડ કપ આવ્યો છે પણ રૂપાણી સાહેબને કઈ પડી નથી[:]

[:gj]ભારતીય પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટીમના પ્લેયરોની હાલત હાલ ખૂબ જ દયનીય છે. 2018માં પાકિસ્તાનને હરાવી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટીમે વર્લ્ડકપ જીત્યો હતો અને જેની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને રાષ્ટ્રપતિએ પણ લીધી હતી.

તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ ભારતીય પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટીમની વર્લ્ડ કપની જીતને બિરદાવી હતી અને તેમનું અભિવાદન કર્યું હતું ત્યારબાદ આર્થિક પરિસ્થિતિ ખરાબ થતા ભારતીય પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટીમના પ્લેયરોએ તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને નોકરી માટે ઘણી રજૂઆતો કરી હતી અને હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ભારતીય પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટીમના પ્લેયરોને નોકરી આપવા માટે ભલામણ કરવામાં આવી છે અને તેઓની ફાઈલ સોંપવામાં આવી છે.

આ ક્રિકેટરોની ફાઈલ પણ અન્ય સરકારી ફાઇલોને બોજ હેઠળ દબાઇ ગઇ છે.

અનિલ ગારીયા નામના ક્રિકેટરે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં એશિયા કપ રમ્યો છું અને અંડર વર્લ્ડ કપ રમ્યો છું. હું છેલ્લા 12થી 13 વર્ષથી ગુજરાતની ટીમમાં રમુ છું. વર્લ્ડ કપ યુએઈ ખાતે રમ્યો હતો, 2018માં જેમાં અમે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને તેમાંથી બે મેચમાં હું રમ્યો હતો અને એક મેચમાં મેન ઓફ ધ મેચ થયો હતો અને બીજી મેચમાં બોલિંગ મળી હતી. અમે એશિયા કપ જીત્યા ત્યારે પણ અમે ગુજરાત સરકારને ખબર પહોંચાડી હતી કે, અમને નોકરી આપો.

અમે જ્યારે વર્લ્ડ કપ જીત્યા ત્યારે પણ મુખ્યમંત્રીને પણ મળ્યા અને રાજ્યપાલને મળ્યા અને તેઓને રજૂઆત કરી હતી કે, અમને કેશ પ્રાઈઝ અથવા તો ગવર્મેન્ટ જોબ કરી આપો પરંતુ અમારે રજૂઆતનું કોઈ નિકાલ આવ્યો નથી. હું પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખેતી કામ કરું છુ અને ઘંટી ચાલાવું છુ.

નરેશ તુંબડા નામના પ્લેયરે જણાવ્યું હતું કે, 2018માં ભારતીય ક્રિકેટ ટીમમાં હું સિલેક્શન થયો હતો. 2018માં યોજાયેલા વર્લ્ડ કપમાં ઇન્ડિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનની ટીમે ભાગ લીધો હતો અને જેમાં અમે તમામ દેશોને ટીમને હરાવી છેલ્લે ફાઇનલમાં પાકિસ્તાનની ટીમને પણ હરાવી હતી. ફાઇનલમાં પાકિસ્તાને અમને 368 કરવા આપ્યા હતા પરંતુ અમે 309 રન કરી પાકિસ્તાનની ટીમને હરાવી વર્લ્ડકપ જીત્યો હતો.

હું જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારે મારી આંખમાં પપૈયાની ચીડ પડી હતી અને અમારા પરની પરિસ્થિતિ ખૂબ જ ગરીબ હોવાથી અમારે દૂર-દૂર સુધી દવાખાને ન જવાયું અને જેના કારણે મારી આંખને ખૂબ જ પ્રોબ્લેમ થઈ ગયો. ભારતીય પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટીમમાં પહેલી વાર મને 2014માં ગુજરાતમાં રમવાનો મોકો મળ્યો હતો ત્યારે મેં ખૂબ સારૂ પર્ફોમન્સ કર્યુ હતું અને 2017માં હું ગુજરાતની ટીમમાંથી નેશનલમાં રમવા ગયો હતો ત્યારે મુંબઈ અને ગુજરાત વચ્ચે ફાઇનલ મેચમાં 120 રન કરી મેન ઓફ ધ મેચ બન્યો હતો.

ત્યારબાદ 2018માં સારુ પર્ફોમન્સ હોવાથી ઇન્ડિયા ટીમમાં મારૂ સિલેક્શન થઈ ગયું હતું. મારે દુબઈ રમવા જવાનું હતું ત્યારે મારી પાસે પૈસા નહોતા એટલે મારા મિત્રોએ એમને મદદ કરી અને મારા પપ્પાએ થોડા ઘણા પૈસા ભેગા કરીને મને કીટ એવું બધું લઇ આપ્યું. હું ચાર હજાર રૂપિયાનું બેટ ઉધાર લઈને વર્લ્ડ કપ રમવા માટે ગયો હતો અને છેલ્લે ઇન્ડિયન પ્લેયર મારા જ બેટથી ફોર મારી ઇન્ડિયાને જીત અપાવી હતી.

અમને એવું હતું કે, અમે વર્લ્ડકપ જીત્યા છે એટલે મને નોકરી મળી જશે. સરકારને ઘણી વખત કીધું કે અમને નોકરી આપો પરંતુ ખબર નહીં કોઈ અમારું ધ્યાનમાં કેમ લેતું નથી અને તેઓને શું પ્રોબ્લેમ છે. અમારે સરકારને એટલું કહેવું છે કે, અમે ઇન્ડિયા માટે રમ્યા છીએ પરંતુ અમને સરકાર નોકરી આપી શકતી નથી. અમારે નોકરી જોઇએ છે. અમે વર્લ્ડકપ અપાવ્યો છતાં પણ અમને નોકરી નથી આપતા અમારી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે.[:]