[:gj]મોદીના મિત્ર વેપારી રામદેદેવને માત્ર 1 કરોડ અને કોકાકોલાને 50 કરોડનો પ્રદુષણ માટે દંડ [:]

[:gj]Trader Ramdev fined only Rs 1 crore and Coca-Cola Rs 50 crore for pollution

પતંજલિને 1 કરોડ, બિસલેરીને 10.75 કરોડ અને પેપ્સીને 8.70 કરોડનો દંડ ફટકારાયો

11 ફેબ્રુઆરી 2021,

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડએ બાબા રામદેવની પતંજલિ પેય પ્રાઈવેટ લિમિટેડને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ નિયમ 2018નું પાલન નહીં કરવા માટે પતંજલિને એક કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. Cpcbએ કંપનીને જવાબ આપવા માટે 15 દિવસનો સમય આપ્યો છે.

તે સિવાય કોક, પેપ્સીકો અને બિસ્લરીને દંડપ્લાસ્ટીક કચરાના ડિસ્પોઝલ અને કલેક્શનના જાણકારી સરકારી બોડીને નહીં આપવા બદલ ફટકાર્યો છે. જાન્યુઆરીથી સપ્ટેમબર 2020 દરમિયાન બિસલેરીનો પ્લાસ્ટીકનો કચરો 21 હજાર 500 ટન રહ્યો છે. જો વાત કરીએ પેપ્સીની તો તેનો કચરો આ સમય દરમિયાન 11194 ટનનો છે, કોકો કોલાની પાસે 4417 ટન કચરો હતો.

આ કારણે Cpcbએ બિસલેરી પર 10.75 કરોડ, પેપ્સીકો ઈન્ડિયા પર 8.7 કરોડ અને કોકા કોલા પર 50.66 કરોડનો દંડ ફટકાર્યો છે. જણાવી દઈએ કે એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સીબિલીટી એક પોલિસી પ્લાન કરે છે, જેના આધાર પર પ્લાસ્ટીકનું નિર્માણ કરનારી કંપનીઓને ઉત્પાદનનના ડિસ્પોઝલની જવાબદારી લેવાની હોય છે. આ વચ્ચે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલએ બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને આદેશ આપ્યો છે કે રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ખાલી રહેલી જગ્યાઓ પરની ભરતી પ્રક્રિયા છ મહિનાની અંદરપૂરી કરી દેવામાં આવે. જરૂરી તપાસ ઉપરકરણોની પણ ખરીદી કરવામાં આવે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના અધ્યક્ષ ન્યાયમૂર્તિ આદર્શ કુમાર ગોલયની અધ્યક્ષતાવાળી બેઠકે નક્કી કર્યું છે કે કર્મચારીઓની નિયુક્તી અને લેબોરેટરીના આધુનિકરણમાં ગંભીર અને કારણ વગરની દેરીથી પર્યાવરણને સતત નુકસાન પહોંચી રહ્યું છે.

અધિકરણે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કહ્યું છે કે તેઓ ભરતીની પ્રક્રિયા છ મહિનામાં પૂરી કરવામાં રાજ્યોના પ્રદૂષણ બોર્ડની મદદ કરે અને તેમની ઉપર દેખરેખ રાખે. Cpcb દ્વારા ફટકારવામાં આવેલા દંડની ચૂકવણી કંપનીને 15 દિવસની અંદર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ દંડ 5000 રૂપિયા પ્રતિ ટનના ભાવે લગાડવામાં આવ્યો છે.[:]