અમરિકાએ ટીકટોક પર પ્રતિબંધ મૂકી દીધો

ચીનની વીડિયો એપ TikTok લોકોમાં ઘણી પ્રચલિત છે. દરેક ઉંમરના લોકો તેનો ઉપયોગ કરે છે. તેમાં પણ ખાસ કરીને યુવાઓમાં આ મ્યુઝિકલ વીડિયો એપ ખાસ્સી લોકપ્રિય છે. પણ આ એપને અમેરિકા સેનાએ બેન કરી દીધી છે. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા બાબતે ચિંતા જાહેર કરતા આ નિર્ણય લીધો છે. એવામાં હવે અમેરિકાન આર્મીના જવાનો TikTokનો ઉપયોગ નહિ કરી શકશે. જણાવી દઈએ કે અમેરિકન નેવી પણ આ પહેલા TikTok બેન કરી ચૂકી છે.

સુરક્ષાથી જોડાયેલા અમુક મામલાઓ સામે આવ્યા પછી અમેરિકામાં વિદેશી રોકાણ પર CFIUSએ TikTokને લઈને તપાસ શરૂ કરી હતી, જેની રિપોર્ટના આધારે એપને બેન કરવામાં આવી છે.

રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, TikTok એ સુરક્ષા ખતરાઓથી ભરેલી એપ છે. સૈનિકોને કહેવામાં આવ્યું છે કે જે પણ આ એપ્લિકેશન ડાઉનલોડ કરશે, તેને લઈને સાવધાન રહે. ઘણી એપ તમારા ફોનને મોનિટર કરે છે. માટે તેને તરત ડિલીટ કરી દો અને TikTokને અન-ઈન્સ્ટોલ કરી દો. જેથી કોઈ ખાનગી માહિતી બહાર ન પડે.

ક્યારે લોન્ચ થઈઃ

જણાવી દઈએ કે, 2016માં લોન્ચ થયા બાદ TikTokની લોકપ્રિયતા ઝડપથી વધી હતી. ગૂગલ અને એપલ સ્ટોરમાંથી આ એપ 1.5 બિલિયનથી વધારે વાર ડાઉનલોડ થઈ છે.

કંપનીનો માલિક કોણઃ

ચીની કંપની ByteDance આ એપની માલિક છે. અને તે ચીનથી તેના કોઈ પણ લિંક બાબતે ના પાડે છે. કંપનીનો દાવો છે કે વિદેશી TikTok યૂઝરના ડેટા સેન્ટર ચીનની બહાર છે.

ભારતમાં પણ બેન થઈ હતીઃ

ભારતમાં પણ TikTokને એકવાર બેન કરવામાં આવ્યું હતું. જોકે, ભારતમાં બેન થવાનું કારણે તેમાં દેખાડવામાં આવેલા કન્ટેન્ટ હતું. મદ્રાસ હાઈકોર્ટે તેને બેન કરવાનો નિર્ણય સંભળાવ્યો હતો.