રાજકોટના જુના યાર્ડમાં ગુજકોટ મગફળી ભરવા ખરીદાયેલા ૧૫.૫૭ કરોડના 24.66 લાખ ખાલી બારદાનના જથ્થામાં 13 માર્ચ 2018ના દિવસે લાગેલી આગમાં પણ મગન સંડોવાયેલો છે. આગમાં બચી ગયેલા 5.26 લાખ બારદાન રાજકોટના બે વેપારીને વેચી દેવાાયા હતા. મગન ઝાલાવાડિયાએ કૌભાંડને છુપાવવા રજીસ્ટરના પાના ફાડી નાખ્યા હતા. તેના સ્થાને નવી નોંધ કરાવીને રેકર્ડ સાથે ચેડાં કર્યા હતા. મગન ઝાલાવાડિયા સહિત ૯ સામે ગુનો નોંધ્યો છે. મગને 3૪ હજાર ૮૦૦ બારદાન રાજકોટના સાગર ટ્રેડર્સવાળા અરવિંદભાઇ અને આશાપુરા ટ્રેડર્સવાળા મહેશ ભાનુશાળીને રૂપિયા ૧૫ લાખ ૮૦ હજારમાં વેચી દીધા હતા. મગફળીના તમામ કૌભાંડના તાર એકબીજા સાથે જોડાયેલા હોવાનું પ્રસ્થાપિત થઈ ગયું છે. જે ગાંધીનગર સુધી કૃષિ પ્રધાન રણછોડ ફળદુ પર કોણ દબાણ કરી રહ્યું હતું તે પણ જાણી શકાશે.