06,અમદાવાદ
એસબીઆઈ લાઈનના શેરમાં લાંબા કે ટૂંકા ગાળા માટે રોકાણ કરવું લાભદાયી સાબિત થઈ શકે છે. આ સ્ટોક લાંબા ગાળે વેલ્થ ક્રિયેટર બની શકે છે. વીમાના ક્ષેત્રની આ કંપનીનો બીએસઈ કોડ 540719 છે. હાલમાં તેનો ભાવ રૂા.823-824ની રેન્જમાં જોવા મળી રહ્યો છે. સ્ક્રિપ રૂા.1000ના મથાળાને આંબી જાય તેવી ધારણા બાંધવામાં આવી રહી છે. સ્ક્રિપનું બજારમૂડીકરણ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂા.82,400 કરોડને આંબી ગયું છે. બજારમાં તેના પડી રહેલા સોદાઓમાંથી 66.88 ટકા સોદાઓમાં ડિલીવરી લેવામાં આવી રહી છે. કંપની છેલ્લા બે વર્ષથી તેના શેરહોલ્ડર્સને 20 ટકા ડિવિડંડ આપી રહી છે. 2019-20ના વર્ષમાં કંપની રૂા.1800 કરોડનું પ્રીમિયમ કલેક્શન કરે તેવી ધારણા છે. 2018-19ના વર્ષમાં તેણે કરેલા રૂા. 1327 કરોડના ચોખ્ખા નફા સામે આ વરસે તેનો નફો ઊંચકાઈને રૂા.1600 કરોડને આંબી જાય તેવી ધારણા બાંધવામાં આવી રહી છે. આ સંજોગોમાં ઇન્વેસ્ટર્સ લાંબા કે ટૂંકા ગાળા માટે તેમાં રોકાણ કરવાનો વિચાર કરી શકે છે. આ સ્ક્રિપ લાંબા ગાળે વેલ્થ ક્રિયેટર બની શકે છે. પરિણામે તેમાં રોકાણ કરવાનો વિચાર કરી શકાય તેમ છે.
એસબીઆઈ લાઈફ એ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને બીએનપી પારિબાસ કાર્ડિફનું એક સંયુક્ત સાહસ છે. દેશની ટોચની બે ખાનગી લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં તેનું સ્થાન છે. પ્રીમિયમ કલેક્શનમાં અને નવા બિઝનેસમાં પ્રીમિયમ મેળવવાની બાબતમાં પણ તે મોખરાને સ્થાને છે. તેની પાસે તૈયાર ઓફિસનું નેટવર્ક હોવાથી તેને બીજી વીમા કંપનીઓની તુલનાએ ઓછો ખર્ચ કરવો પડી રહ્યો છે. સ્ટેટ બેન્કની પાસે સમગ્ર દેશમાં ફેલાયેલું બેન્કની બ્રાન્ચનું નેટવર્ક છે. તેથી તેના ખાતેદારોને તે આસાનીથી ઇન્સ્યુરન્સ લેવા સમજાવી શકે છે.આ તેને માટે એક મોટો એડવાન્ટેજ ગણવામાં આવે છે. બેન્ક હોવાથી અને બેન્કની સાથે જ સંકળાયેલો તેનો આ બિઝનેસ હોવાથી અન્ય ખાનગી કંપનીઓની તુલનાએ એસબીઆઈ લાઈફ ઇન્સ્યુરન્સમાં લોકોને વધુ સરળતાથી વિશ્વાસ બેસી જાય છે. આમ આ સ્ક્રિપમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો વિચાર કરી શકાય તેમ છે.
જીવનના રક્ષણ માટેના વીમો આપતા આ બિઝનેસમાં કંપનીની ત્રિમાસિક આવકમાં સુધારો જોવા મળી રહ્યો છે. માર્ચ 2019માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તેની પ્રીમિયમની આવક રૂા.451.07 કરોડની રહી હતી. આમ વર્ષના અંતે ટેક્સ સેવિંગના હેતુથી લાઈફ ઇન્સ્યોરન્સમાં કરવામાં આવતા રોકાણને કારણે છેલ્લા ત્રિમાસિક ગાળામાં તેની આવક નોર્મલ આવક કરતાં લગભગ પોણા બે ગણી થઈ છે. જૂન 2019ના અંતે તેની પ્રીમિયમની આવક રૂા. 215.50 કરોડની રહી છે. જૂન 2018માં તેની પ્રીમિયમની આવક રૂા.242.43 કરોડની રહી હતી. સપ્ટેમ્બર 2018માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તેની આવક રૂા.140.33 કરોડની હતી. ડિસેમ્બર 2018માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તેની પ્રીમિયમની આવક રૂા. 164.67 કરોડની રહી હતી.આમ તેની પોલીસીઓ સતત વેચાઈ રહી છે. તેની આવક સતત થઈ રહી છે. જૂન 2019માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીની અન્ય આવકો રૂા.171.25 કરોડની રહી હતી. તેમ જ માર્ચ 2019માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં અન્ય આવકો રૂા.135.96 કરોડ, ડિસેમ્બર 2018માં રૂા.126.94 કરોડ, સપ્ટેમ્બર 2018માં રૂા. 118.80 કરોડ ને જૂન 2018માં રૂા. 123.96 કરોડની અન્ય આવકો થઈ હતી. 2018-19ના વર્ષમાં કંપનીએ રૂા.1526.80 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. 2019-20ના વર્ષમાં કંપનીનો નફો રૂા.1600 કરોડની સપાટીને વળોટી જાય તેવી ધારણા મૂકવામાં આવી રહી છે. કંપનીની શેરદીઠ કમાણી પણ રૂા.16ના મથાળાને વળોટી જવાની સંભાવના છે. આ સંજોગોમાં તે તેના શેરહોલ્ડરોને ત્રીજા વર્ષે પણ 20 ટકા કે તેનાથી વધુ ડિવિડંડ આપે તેવી ધારણા મૂકવામાં આવી રહી છે. રૂા.10ની ફેસ વેલ્યુના શેરની બુક વેલ્યુ રૂા.76ની આસપાસની છે. શેરનું બજાર મૂલ્ય વધે તેવા દરેક પરિબળો આ કંપનીના પર ફોર્મન્સમાં જોવા મળી રહ્યા છે.
કંપનીની પ્રીમિયમની આવક વધી રહી છે. તેની પોલીસીઓમાં વ્યક્તિગત પોલીસીનો હિસ્સો 5.5 ટકાનો અને ગ્રુપ પોલીસીઓનો 11.9 ટકાનો હિસ્સો છે. તેની આ આવકમાં સતત વધારો થતો રહેવાની કંપનીને ધારણા છે, કારણ કે કંપનીના પ્રોડક્ટ્સ ખાસ્સા કોમ્પિટીટીવ છે. માર્ચ 2019માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીને નફો વધીરને રૂા.457.68 કરોડનો રહ્યો છે. કંપનીની પોલીસીના રિન્યુઅલનો રેશિયો પણ ખાસ્સો ઊંચો છે. લોકોની આવક વધી રહી હોવાથી જીવન વીમો લેવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જીવન વીમાના કામકાજમાં વર્ષે 15 ટકાના સરેરાશ દરે વધારો થતો રહેવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. જીવન વીમા અંગે તેમનામાં જાગૃતિ પણ ખાસ્સી વધી રહી છે.